સમુદ્ર મંથન માંથી જે 14 રત્ન પ્રાપ્ત થયા હતા તેમાંથી એક શંખ પણ છે. માતા લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો તેથી તેને માતા લક્ષ્મીનો ભાઈ પણ કહેવાય છે. હિન્દુ ધર્મમાં શંખનું ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. માતા લક્ષ્મી હોય કે ભગવાન વિષ્ણુ બંને પોતાના હાથમાં શંખ ધારણ કરે છે. માન્યતા તો એવી પણ છે કે જે ઘરમાં શંખ હોય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે.
વાસ્તવિક જ્ઞાન અનુસાર પણ શંખમાં એવી ખૂબીઓ છે જે ઘરની વાસ્તુ સંબંધિત સમસ્યાઓને દૂર કરીને ઘરમાં સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. જેના કારણે ઘરમાં ખુશાલી આવે છે. શંખની ધ્વનિ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી વાયુ શુદ્ધ થાય છે અને ઊર્જા પણ બને છે.
વાસ્તુ અનુસાર સુતેલી ભૂમિ પણ નિયમિત શંખનાદ કરવાથી જાગૃત થાય છે. ભૂમિ જાગૃત થાય તો તે જગ્યા પરથી રોગ અને શોખ દૂર થઈ જાય છે અને ઘરમાં રહેનાર લોકોની ઉન્નતી થાય છે. ભગવાનની પૂજામાં શંખ વગાડવા પાછળ પણ આ જ ઉદ્દેશ હોય છે કારણ કે શંખ વગાડવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે.
શંખના પ્રકાર
શંખ ત્રણ પ્રકારના હોય છે. દક્ષિણાવર્તી, મધ્યવર્તી અને વામાવર્તી. જેમાં દક્ષિણાવર્તી શંખ જમણી તરફ ખુલે છે મધ્યવર્તી વચ્ચેથી અને વામાવતી ડાબી તરફથી ખુલે છે. મધ્યવર્તી શંખ ખૂબ ઓછા મળે છે. શાસ્ત્રોમાં તેને અતિ ચમત્કારિક ગણવામાં આવ્યો છે. આ ત્રણ પ્રકારના શંખ સિવાય પણ અન્ય શંખ છે. જેમ કે લક્ષ્મી શંખ, ગરુડ શંખ, ગૌમુખી શંખ, વિષ્ણુ શંખ, સુઘોષ શંખ વગેરે.
શંખથી વાસ્તુદોષ મુક્તિ
શંખની કોઈપણ દિવસે ઘરમાં લાવીને મંદિરમાં રાખી શકાય છે. પરંતુ શુભ મુહૂર્તમાં તે વિશેષ ફળ આપે છે તેથી તમે હોળી, રામ નવમી, જન્માષ્ટમી, દુર્ગા પૂજા, દિવાળી અથવા તો રવિ પુષ્ય યુગમાં તેને ઘરે લાવીને મંદિરમાં રાખી શકો છો. મંદિરમાં રાખેલા શંખ સમક્ષ ધૂપ દીપ નિયમિત રીતે કરવાથી ઘરના વાસ્તુદોષનો પ્રભાવ દૂર થાય છે.
શંખમાં ગાયનું દૂધ ભરીને તેનો છંટકાવ ઘરમાં કરવાથી પણ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team