આજે અમે તમને અલગ-અલગ ની કુર્તીઓ જીન્સ ની સાથે પહેરવાના અલગ-અલગ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવ્યા બાદ તમે એક સ્ટાઈલિશ લુક મેળવી શકો છો.
શિયાળો આવી ગયો છે અને એવામાં લગભગ મહિલાઓ પોતાના સ્ટાઈલને લઈને ખૂબ જ પરેશાન પણ થશે, કારણ કે શિયાળાના કારણે મહિલાઓ કપડાં અને યોગ્ય ઢંગથી સ્ટાઇલ કરી શકતી નથી. શું તમે પણ આ વાતને લઈને પરેશાન છો કે શિયાળામાં પોતાને સ્ટાઇલિશ કેવી રીતે બનાવી શકાય તો હવે તમે પરેશાન ન થશો. કારણ કે તમે તમારા શિયાળાના આઉટફિટમાં ઊનની કુર્તીઓ સામેલ કરી શકો છો.
હા, તમારા માટે શિયાળામાં જીન્સ ની સાથે ઉનની કુર્તીને સ્ટાઈલ કરવાનો ખૂબ જ સારો ઓપ્શન છે. પાર્ટીમાં જવાનું હોય કે પછી ઓફિસ તમે એક નહીં પરંતુ અલગ અલગ ઊન ની કુર્તી અને આસાનીથી પહેરી શકો છો તો વાર શેની આવો જાણીએ ઉનની કુર્તીને પહેરવાના અલગ-અલગ આઈડિયા
ડેનીમ ઊનની કુર્તી
જો તમે ઇચ્છો છો તો તમને ઠંડી પણ ન લાગે અને તમે સ્ટાઇલિશ પણ દેખાવ તો તમે જેની સાથે ઊનની ડેનિમ કુર્તી પહેરી શકો છો. ડેનિમમાં તમને ઘણા પ્રકારની ગરમ કુર્તી બજારમાં આસાનીથી મળી જશે. ડેનિમની કુર્તી થોડી ઠંડી હોય ત્યારે પહેરી શકો છો તેની સાથે જ તમે ઘણા બધા પ્રકારની એસેસરીઝ પણ પહેરી શકો છો જેમ કે ઘડિયાળ, બંગડી બેલ્ટ વગેરે.
પ્રિન્ટેડ ઊનની કુર્તી
બજારમાં આમ તો તમે ઘણા બધા પ્રકારની ઊનની કુર્તી ની વેરાઈટી મળી જશે પરંતુ જો તમે એક એથનિક લુક મેળવવા માંગો છો તો તમે પ્રિન્ટેડ કુર્તી ટ્રાય કરી શકો છો. તેને તમે બે લીવરમાં પણ આસાનીથી જીન્સની સાથે પહેરી શકો છો તમારે પ્રિન્ટેડ ઉનની કુર્તીમાં કલર અને ડિઝાઇન આસાનીથી મળી જશે તમે તમારા પસંદ ના હિસાબથી તેને ખરીદી શકો છો.
ટૂંકી ઊનની કુર્તી
ઘણી મહિલાઓ ટૂંકી કુર્તી પહેરવાનું બિલકુલ પસંદ કરતી નથી કારણ કે લગભગ મહિલાઓ ટોપ અથવા વેસ્ટન ડ્રેસીસ પહેરવાના શોખીન હોય છે. એવામાં શોર્ટ કુર્તીનું બેસ્ટ ઓપ્શન છે. કારણ કે તેનાથી તમને ન માત્ર વેસ્ટર્ન લુક મળશે પરંતુ તમને ઠંડી પણ લાગશે નહીં તમને બજારમાં ટૂંકી ઉનની કુર્તી ઘણા બધા પ્રકારની ડિઝાઇનમાં આસાનીથી મળી જશે. જેને તમે આસાનીથી જીન્સની સાથે પહેરી શકો છો. ટૂંકી કુર્તી ની સાથે તમે જેકેટ પણ પહેરી શકો છો.
ચેક્સ ઊનની કુર્તી
તે સિવાય તમે ઊનની કુર્તીઓ માં ચેક્સની કુર્તીને પણ જીન્સની સાથે પહેરી શકો છો.ચેક્સ ની કુર્તી તમે ક્લાસિક લુક આપશે અને ઠંડીનો અહેસાસ પણ નહીં થાય. તેની સાથે તમે સિમ્પલ સ્કાફ ને પણ જીન્સની સાથે પહેરી શકો છો. ચેક્સ સિવાય તમે ઉનમાં ડિઝાઇનર કુર્તી ને પણ જીન્સની સાથે પહેરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.