માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન, અને જો પૈસા ન હોય તો નિઃશુલ્ક, આ છે સીતાજીની રસોઈ


Image Source

કોરોનાની મહામારી ના કારણે તથા ખૂબ જ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. અને તેવી પરિસ્થિતિમાં ભારતમાં ભૂખમરો ખૂબ જ વ્યાપક રૂપે વ્યાપ્યો છે અને તે તમને દરેક જગ્યાએ જોવા પણ મળશે. ત્યારે આવા સમયમાં જો તમને કોઈ એવું કહે કે શું તમે 10 રૂપિયામાં ભરપેટ ભોજન ખાઈ શકો છો તો સામાન્ય બાબત છે કે તમારો જવાબ હશે બિલકુલ નહીં પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેના ઉપર તમને વિશ્વાસ નહીં આવે આજની મોંઘવારીમાં પણ તમે માત્ર ૧૦ રૂપિયામાં જ ભોજન કરી શકો છો હવે તમારા મનમાં એવા સવાલો ઊભા થશે કે આ કેવી રીતે સંભવ થઈ શકે છે તો આવો જાણીએ તેના વિશે વિસ્તારથી

ભૂખ્યાને ભોજન ખવડાવવું ખૂબ જ પુણ્ય નું કામ હોય છે અને કોરોના દરમિયાન જો કોઈ પણ વસ્તુનો વધુ મહત્વ આપવામાં આવે તો તે છે સારા વ્યક્તિની ભલાઈ. કારણકે કોરોનાની બીકને કારણે કોઈ પણ વ્યક્તિ ગમે તેની મદદ માટે આગળ આવતું નથી પરંતુ એવા ઘણા બધા લોકો છે જે પોતાના વિશે ન વિચારતા લોકોની મદદ કરી રહ્યા છે.


Image Source

લોકોના જીવનમાં લાવ્યા છે ખુશી
આપણા દેશની રાજધાની દિલ્હીના રોહીણી સેક્ટર સાત મા એક એવો સ્ટોલ છે જ્યાં લોકોને ખૂબ જ ખુશી મળે છે. આ લારીએ દાળ ચોખા અને રોટલી થી લોકોના જીવનમાં ખુશી લાવ્યા છે. આપણે દરેક વ્યક્તિએ જાણીએ છીએ કે આપણે જીવિત રહેવા માટે ભોજન ખૂબ જ જરૂરી છે પરંતુ ભોજન માટે રૂપિયા હોવા પણ તેનાથી વધુ જરૂરી છે. અને આ કોરોના ના કારણે દરેક વ્યક્તિની રોજીરોટી છીનવાઇ ગઇ છે. જેના કારણે લોકોને અવાર-નવાર ઠોકર ખાવી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by ABHISHEK (@thefoodiehat)

સીતાજીની રસોઈ
@thefoodiehant નામના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ થી એક વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયોમાં તમને રોડની એકબાજુ એક સ્ટોલ દેખી શકો છો જેનું નામ સીતાજી ની રસોઈ છે. સ્ટોલ ગ્રંથ ટ્રસ્ટ એન્ડ ફોઉન્ડેશન ના આધારે ચલાવી રહ્યા છે અને આ સ્ટોલ ઉપર લોકોને ભોજન કરાવવામાં આવે છે.


Image Source

10 રૂપિયામાં ભરપેટ ભોજન
હવે તમે એવું કહેશો કે એમાં શું મોટી વાત છે પરંતુ અહીં તમને જે ભોજન મળશે તે માત્ર 10 રૂપિયામાં જ મળશે તમે 10 રૂપિયામાં ભરપેટ ભોજન આરામથી કરી શકો છો અને આ મોંઘવારીના જમાનામાં આ જ સ્ટોલ આટલા ઓછા કિંમત પર લોકોને ભોજન કરાવી રહ્યું છે અને અહીં લોકોને 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી બપોરનું ભોજન કરાવવામાં આવે છે

જો પૈસા નથી તો મફતમાં પણ જમી શકો છો
એક વખત ભોજન કર્યા બાદ તમે બે અથવા ત્રણ વખત પણ અહીં ખાઈ શકો છો જો તમારી પાસે રૂપિયા નથી તો તમે રૂપિયા વગર પણ ભોજન કરી શકો છો આ મોંઘવારીના સમયમાં આ સ્ટોલ ઉપર જે કાર્ય કરે છે તે ખૂબ જ સારું અને સરાહનીય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *