સમુદ્રના સુંદર અને ભૂરા પાણીમાં તરતા જીવની ખુબજ સુંદર દુનિયામાં તકિયા મૂકીને સુઈ જવું તે માત્ર એક સપના જેવું લાગે છે. પરંતુ દુબઇ થી સિંગાપુર તથા ઓસ્ટ્રેલિયા થી તંઝાનિયા સુધી એવા પાણીની અંદર હોટલ છે જે વ્યક્તિઓની કલ્પનાને હકીકત માં બદલવાનું કામ કરે છે. આવો આજે એવાજ ખુબજ સુંદર પાણી ની અંદરના હોટલ વિશે વિસ્તાર થી જાણીએ.
ઇન્ટરકોન્ટિનેન્ટલ શંઘાઇ વન્ડરલેન્ડ (ચીન)
અંડરવોટર હોટેલ સોંગજિઆંગમાં શાંઘાઈના કેન્દ્રથી લગભગ 20 માઇલ દૂર બનેલ છે. અને તેના ઉચ્ચ સ્તર ના રૂમ અને શાનદાર બાલ્કની થી તમે વહેતા ઝરણાં નો આકર્ષક નઝારો જોઈ શકો છો. હોટલમાં બે સબમર્જ ફ્લોર પણ છે જ્યાંથી તમને પ્રીમિયર અન્ડરવોટર વ્યુ પણ જોવા મળશે. તેમાં રેસ્ટોરન્ટ અને સ્વિમિંગ પુલની પણ સુવિધા છે.
રિજૉર્ટ વર્લ્ડ સેન્ટોસો (સિંગાપુર)
રિજૉર્ટ વર્લ્ડ સિંગાપોરના તટ થી થોડેક જ દૂર સેન્ટોસા દ્વીપ ઉપર બનેલું છે. અહીં રહેવા માટે તમારે 11 ટુ સ્ટોરી લોજ મળશે. અહીંયા મહેમાન આખી રાત પાણી અને ખુલ્લા આકાશ ની નીચે દુનિયાનો અનુભવ કરી શકો છો. હોટેલ કે નિચલા ભાગ માં લગભગ 40,0000 માછલીથી ભરેલ એક્વેરિયમ પણ જોઈ શકો છો.
માંટા રિસોર્ટ, પામ્બા આઇલેન્ડ (તાંઝાનિયા)
ઝાંઝીબારના તટ પર બનેલ માંટા રિસોર્ટનો અંડરવોટર રૂમ કિનારેથી લગભગ બે મિનિટ જ દૂર છે. તેના ત્રણ લેવલના આવાસમાં, તમે કોરલ રીફના વ્યુ , સબમર્જ બેડરૂમ અને તેના ટેરેસમાંથી આકર્ષક દૃશ્યનો આનંદ માણી શકો છો. તમે અહીં સ્કુબા ડાઈવનો આનંદ પણ ઉઠાવી શકો છો.
મુરાકા, કોનરાડ માલદીવ્સ રંગાલી (આઈલેન્ડ)
વર્ષ 2018માં કોનરાડના રંગાલી આઈલેન્ડે ધ મુરાકાની શરૂઆત થઈ હતી. આ અંડરવોટર ચેમ્બર સપાટીથી લગભગ 16 ફૂટ નીચે બનેલુ છે. તેના બે પ્રકારના લેવલ અનુસાર પાણીના રહેવાના વિસ્તારો છે. અહીં એક બેડરૂમ પણ છે, જેની કાચની દિવાલોથી મહાસાગરનો સુંદર નજારો જોવા મળે છે. તેમાં એક સાથે લગભગ નવ લોકો માટે સૂવાની જગ્યા છે.
રીફસુટ્સ, વીટસન્ડે આઇલેન્ડ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાના વિટસન્ડ આઇલેન્ડ પર, રીફસુટ્સ વિના પણ, તમે પાણીની અંદર રહી શકો છો. મુલાકાતીઓ ક્વીન્સલેન્ડથી 46 માઇલ દૂર એક પોન્ટૂન બોટથી ચટ્ટાન સુધી પહોંચે છે. પછી તારાઓના પ્રકાશની વચ્ચે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવે છે. આ પછી, ફ્લોર-ટુ-સીલિંગ વિંડોઝવાળા પ્રાઇવેટ રૂમમાં જવાય છે. તમે પ્રાઈવેટ રૂમની બહાર માછલીઓને સ્વિમિંગ કરતી જોઈ શકશો.
એટલાન્ટિસ, ધ પામ (દુબઈ)
એટલાન્ટિસ, દુબઈમાં, તમને ફ્લોર થી સીલિંગ વિંડોઝ સાથે પાણીની અંદર રૂમ જોવા મળશે. તમે આ રિસોર્ટના એક્વેરિયમમાંથી લગભગ 65,000 દરિયાઈ જીવોને સ્વિમિંગ કરતા જોઈ શકશો. અહીં આવનાર મહેમાનોને પ્રથમ 30 મિનિટની એક ટ્રેનિંગ આપવામાં આવે છે. અને તેનો ડાઇનિંગ રૂમ 24 કલાક મહેમાનો માટે ખુલ્લો રહે છે.
ઉટર ઇન, વાસ્તેરસ (સ્વીડન)
સ્ટોકહોમ નજીક માલારેન લેક ઉપર તરતી એક પાણીની અંદરની ચેમ્બર છે. તે પાણીની અંદરની અન્ય હોટેલો જેટલી લક્ઝરી નથી, પરંતુ પથારી, ટેબલ અને તમામ મૂળભૂત સુવિધાઓ તેને રોમેન્ટિક પ્રાઇવેટ જગ્યા જરૂરથી બનાવે છે. તેની પાણીની અંદરની જગ્યામાં દરેક દિશામાં બારીઓ છે. આમાં તમે લાકડાના ટેરેસ પર સૂઈને સનબાથ લઈ શકો છો.
હુવાફેન ફુશી (માલદીવ)
હિંદ મહાસાગરમાં આવેલ હુવાફેન ફુશીના આકર્ષક રૂમ કોઈપણનું દિલ જીતી લેશે. જો કે તે પાણીની અંદર નથી. પરંતુ તેમાં બનેલા સ્પાની નીચે લગભગ 25 ફૂટ ઊંડે તેમાં ઉતરી શકો છો. અહીં આવનારા મહેમાનો મીઠા વાળા પાણીના ફ્લોટેશન પૂલ લોનું વેયો સુધી પણ જઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team