તમે દરરોજના વપરાશમાં પેન તો વાપરતા જ હશો પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પેનના ઢાંકણામાં એક કાણું હોય છે? જો તમે ધ્યાન આપ્યું હોય તો તમને ખબર છે કે ઢાંકણામાં કાણું કેમ હોય છે. તમને જણાવી દઈએ કે આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.
કેમ હોય છે પેનના ઢાંકણામાં કાણું?
પહેલા તમારે તેના વિશેના કેટલાક સામાન્ય કારણ જણાવી દઈએ. પેનના ઢાંકણામાં કાણું હવાના દબાણને નિયંત્રિત કરે છે અને તેની શાહીને સૂકવવાથી અટકાવે છે. આ સિવાય આ છિદ્ર હવાના દબાણ વગર પેનને બંધ કરવાનું સરળ બનાવે છે.
ઢાંકણું ચાવવાની ખતરનાક આદતથી આવ્યો આઇડિયા
તેનું સૌથી મોટું કારણ ગૂંગળામણને કારણે મૃત્યુનું જોખમ ઓછું કરવાનું છે. તમને જણાવી દઈએ કે મોટી ઉંમરના લોકોની સાથે ઘણા નાના બાળકો પણ પેનનું ઢાંકણું ચાવવાનું પસંદ કરે છે. અને આમ કરવામાં ક્યારેક તમે ભૂલથી પેનનું ઢાંકણું ગળી જઈ શકો છો. બાળકોના કિસ્સામાં તે વધુ જોખમી બની શકે છે.
શ્વાસ ના લઈ શકાય એવી મુશ્કેલીથી બચવા માટે છે આ કાણું.
જો તમે અથવા કોઈ માસૂમ બાળક પેનનું ઢાંકણું ગળી જાય તો તે શરીરના શ્વાસનળીમાં ફસાઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ઘણું ખતરનાક હોઈ શકે છે. લોકોને આવી દુર્ઘટનાથી બચાવવા માટે, પેનની કંપની BIC એ હવાનો પ્રવાહ ચાલુ રાખવા માટે ઢાંકણામાં એક કાણું બનાવ્યું. આનાથી તમે તમારા શ્વાસ લઈ શકશો અને તમને ગૂંગળામણ નહિ થાય.
લીકેજથી પણ બચાવે છે
પેન કંપનીની વેબસાઈટ અનુસાર, પેનના ઢાંકણામાં કાણાંને પેનને લીક થવાથી બચાવે છે અને આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણોનું પાલન કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2016ના એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે લગભગ 100 લોકો પેનના ઢાંકણને કારણે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team