આપણે બધા જાણીએ જ છીએ કે હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિ પંડિત છે જ્યાં એક તરફ મોટા મોટા વિદ્વાન છે તો બીજી બાજુ તર્કને કોઈપણ પ્રકારે હકીકત સાબિત કરવામાં માહેર હોય છે. એટલું જ નહીં આપણાં સનાતન ધર્મમાં પણ અમુક નિયમો પર ધ્યાન આપે છે. એવો જ એક નિયમ છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો હિન્દુ ધર્મને સનાતન ધર્મથી અલગ માને છે. તેઓકહે છે કે હિન્દુ નામ તો વિદેશિયોએ આપ્યું છે. પહેલા તેનું નામ સનાતન ધર્મ જ હતું. પછી અમુક લોકો કહે છે કે પહેલા આનું નામ આર્ય ધર્મ હતું.
કેટલાક કહે છે કે ના, પહેલા તેનું નામ વૈદિક ધર્મ હતું. જો કે, આ બાબતે વિદ્વાનો અલગ અલગ મંતવ્યો ધરાવે છે. સાથે જ એ પણ જણાવી દઈએ કે આ ધર્મમાં ઘણા નિયમો અને રિવાજો છે, જેને લોકો વર્ષો સુધી અપનાવતા રહે છે. આપ સૌ જાણતા હશો કે આપણા હિંદુ ધર્મમાં એવું કહેવાય છે કે અંતિમયાત્રામાં ભાગ લેવાથી અને અગ્નિસંસ્કાર પ્રસંગે હાજર રહેવાથી જીવનના સત્યનો અહેસાસ થાય છે, પરંતુ થોડા સમય માટે.
આ વાત સાચી પણ છે કે જ્યારે શ્મશાન જવાના આધ્યાત્મિક લાભ પણ છે. તો ત્યાંથી આવીને તરત જ સ્નાન કરવું કેમ જરૂરી છે? એટલું જ નહીં બીજા ઘણા પ્રશ્ન છે જે વધારે પડતાં લોકોના મનમાં આવતા હોય છે આની પાછળના કારણ પણ કોઈને ખબર હોતા નથી. આજે અમે તમને આ વિષે જ જણાવી રહ્યા છે જેની પાછળ પરંપરા કે ધાર્મિક કે વૈજ્ઞાનિક કારણ શું છે?
તો સૌથી પહેલા વાત કરીએ ધાર્મિક કારણોની, તમને જણાવી દઈએ કે આ સ્મશાન પર સતત અગ્નિસંસ્કારના કામને કારણે ત્યાં એક પ્રકારની નકારાત્મક ઉર્જા વહે છે, એટલું જ નહીં, આ એક એવી જગ્યા છે જે નબળા મનોબળવાળા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. આ સિવાય એ વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે મહિલાઓ પુરૂષો કરતા વધુ ભાવુક હોય છે, તેથી તેમને સ્મશાન પર જવાથી રોકવામાં આવે છે. શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે અગ્નિસંસ્કાર પછી પણ મૃત આત્માનું સૂક્ષ્મ શરીર અમુક સમય માટે ત્યાં જ રહે છે, જે તેના સ્વભાવ મુજબ કોઈ નુકસાનકારક અસર કરી શકે છે.
સાથે જ વૈજ્ઞાનિક કારણોની વાત કરીએ તો મૃતદેહના અગ્નિસંસ્કાર પહેલા જ વાતાવરણ સૂક્ષ્મ અને ચેપી અણુઓ અને કીટાણુઓથી ભરપૂર થઈ જાય છે. એટલું જ નહીં, તમને એ પણ જણાવી દઈએ કે મૃત વ્યક્તિ કોઈ ચેપી રોગથી પીડિત પણ હોઈ શકે છે. જેના કારણે ત્યાં હાજર લોકોને કોઈ ચેપી રોગ થવાની સંભાવના છે. સ્નાન કરવાથી ચેપી કીટાણુઓ વગેરે પાણીથી ધોવાઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team