બિસ્કીટ નું નામ સાંભળતા જ નાના હોય કે મોટા દરેક વ્યક્તિના મોંમાં પાણી આવી જાય છે. બિસ્કીટ દરેક વ્યક્તિનો પસંદગીનો નાસ્તો ગણો તો પણ કાંઈ ખોટું નથી, કારણ કે દરેક વ્યક્તિને બિસ્કીટ ખૂબ જ પસંદ આવે છે. ચા અથવા કોફી બિસ્કીટ વિના ખૂબ જ અધૂરા લાગે છે, બાળકો અલગ અલગ પ્રકારના બિસ્કિટ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. તેથી આજે અમે તમને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લોટ ના બિસ્કીટની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.
સામગ્રી
ઘઉંનો લોટ – 1/2 કપ (75 ગ્રામ) | બટર – 1/2 કપ (100 ગ્રામ) | મેંદાનો લોટ – 1/2 કપ (75 ગ્રામ) | દૂધ – 1/4 કપ | ઘી – 1 ચમચી | જીરું – 1 ચમચી | બૂરું ખાંડ – 1 ચમચી | મીઠું – 1/3 ચમચી અથવા સ્વાદ મુજબ | ખાવાનો સોડા – 1 ચમચી
બનાવવાની રીત
આ બિસ્કીટ બનાવવા માટે ઠરેલુ બટર લો, અને તેને નાના ટુકડામાં કાપીને તૈયાર કરો. મેંદા અને લોટને એક બાઉલમાં બહાર કાઢો અને તેમાં ઝીણું કાપેલું બટર પણ નાખો, બટરને મેંદામાં યોગ્ય રીતે મિક્સ થાય ત્યાં સુધી હાથથી તેને હલાવતા રહો, હવે આ મિશ્રણમાં જીરુ પાવડર, ખાંડ, મીઠું અને બેકિંગ સોડા નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.
આ મિશ્રણમાં ઠંડું દૂધ રાખીને યોગ્ય રીતે મિક્સ કરો મેંદાને અને લોટને મસળી ને ચીકણો કરવાનો નથી, માત્ર મિક્સ કરીને બાંધી દેવાનો છે. આ લોટ બાંધવામાં 3 ટેબલ સ્પુન દૂધ જોઈશે. ઓવનને 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પ્રિહીટ કરો, ત્યારબાદ બેકિંગ ટ્રેમાં ઘી લગાવીને ચિકણું કરો.
ત્યારબાદ કોઈપણ બોર્ડને લઈને અથવા રસોઈના પ્લેટફોર્મ ઉપર થોડો સૂકો મેંદો અથવા લોટ નાખીને તૈયાર લોટ ને મુકો, અને હાથથી દબાવીને લોટને ¼ સેમીની પહોળાઈમાં ગોળ વણો. તેને કોઈપણ કટીંગ વાળા મોલ્ડ, ગ્લાસ અથવા વાડકીથી કાપો. ત્યારબાદ મોલ્ડને ગોળાકાર લોટ ઉપર મૂકો અને ધીમે રહી ને દબાવો, ત્યારબાદ બિસ્કીટ બહાર કાઢી અને પ્લેટમાં બેકિંગ ટ્રે ઉપર મૂકો. આ રીતે વધેલા બિસ્કીટને પણ તે મોલ્ડથી તૈયાર કરીને બેકિંગ ટ્રે ઉપર થોડીક થોડીક દૂર મૂકો.
તેને પહેલા પ્રીહીટ કરો, મધ્યમ આંચ પર રાખીને 15 મિનિટ માટે 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરવા માટે મૂકો, ત્યારબાદ તેને ચેક કરો. બાકી વધેલ લોટથી પણ બિસ્કીટ કાપીને તૈયાર કરો, બિસ્કીટ ને ચેક કરો, બિસ્કીટ બન્યા નથી તો થોડો સમય વધારીને તેને સામાન્ય ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો, લગભગ 25 મિનિટમાં બિસ્કીટ બેક થઈને તૈયાર થઈ જશે.
અમે આ બિસ્કીટ માઇક્રોવેવના કનવેક્શન મોડ પર બનાવ્યા છે, પરંતુ ઓવનમાં તેને બનાવવા માટે 150 અથવા 160 ડિગ્રી સેન્ટીગ્રેડ પર બેક કરો. લોટના જીરા બિસ્કીટને આમ જ ખુલ્લા એક બે કલાક માટે રહેવા દો, સંપૂર્ણ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં મૂકો, અને એક મહિના સુધી રાખીને તેને ક્યારેય પણ કાઢીને ખાઈ શકો છો.
સૂચનો
તેની માટે મીઠા વગરના બટરનો ઉપયોગ કરી શકો છો, બિસ્કીટને માત્ર લોટ અથવા માત્ર મેંદાથી પણ બનાવી શકાય છે. અલગ-અલગ પ્રકારના ઓવનમાં બેક થવાનો સમય અલગ અલગ હોય છે, તેથી પહેલા બિસ્કીટને બેક કરવા માટે ઓછો સમય આપો, ત્યાર બાદ કરતાં સમય વધારી શકો છો, અને બિસ્કીટને સંપૂર્ણ રીતે બેક કરવા માટે સમય આપો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team