એ વાત તો તમે પણ માનશો જ કે જો આપણે આપણાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી કે પછી ખાવા પીવામાં કોઈ કેર કરતાં નથી તો તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે. સ્વાસ્થ્ય સારું હશે તો તમે મનગમતું કામ કરી શકશો. આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ બેદરકાર બનતા જાય છે. એટલે ક આવામાં સમય સાથે વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થતું જાય છે. આને લીધે જ હાલમાં બહુ નાની ઉમરમાં લોકો અનેક ગંભીર બીમારીઓથી ઘેરાઈ જતાં હોય છે. આ સિવાય આજે નાની ઉમરમાં મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો તમે પોષટીક આહાર નથી લેતા તો શરીરમાં આયરનનું પ્રમાણ ઘટવા લાગે છે જેના લીધે શરીરમાં લોહીની કમી થવા લાગે છે.
તેથી જો તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો સૌથી પહેલા પૌષ્ટિક ખોરાક ખાવાનું શરૂ કરો. આ સિવાય તમે તમારા આહારમાં કેટલાક ડ્રાય ફ્રૂટ્સ પણ સામેલ કરી શકો છો. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરને શક્તિ મળે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડ્રાય ફ્રૂટ્સ શરીરમાં આયર્નની માત્રા વધારવાનું કામ કરે છે. જેના કારણે તમારી લોહીની ઉણપ પણ દૂર થઈ જશે. એટલે કે લોહીની ઉણપને દૂર કરવામાં તે ખૂબ જ મદદરૂપ છે. આ સિવાય ડોક્ટરનું કહેવું છે કે જો દિવસની શરૂઆત ડ્રાય ફ્રૂટ્સથી કરવામાં આવે તો દિવસભર વ્યક્તિની અંદર એનર્જી રહે છે. આ સાથે શરીરને યોગ્ય માત્રામાં આયર્ન પણ મળે છે.
તેના સેવનથી શરીરમાં ખૂબ ઝડપથી લોહી બને છે. એટલે સુધી કે તેની મદદથી બ્રેન સ્ટ્રોક, કેન્સર અને હાર્ટ ડિઝીઝ જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે. તમને જણાવી ડી કે પિસ્તા આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. પિસ્તાના એક દાણામાં એક ડઝન દાડમ જેટલા ગુણ હોય છે. એવામાં હવે તમે જ વિચારો કે પિસ્તા એ આપણાં સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. એક અધ્યયન પ્રમાણે દરરોજ ડ્રાયફ્રુટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ લગભગ 30 ટકા અને કેન્સરનું જોખમ લગભગ 11 ટકા જેટલું ઘટાડી શકાય છે.
એટલે કે જો તમે તમારા આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો છો, તો તમને પૌષ્ટિક ખોરાક તો મળશે જ, પરંતુ તમે ઘણી બીમારીઓથી પણ બચી શકશો. કદાચ આ જ કારણ છે કે પહેલાના સમયમાં લોકો ખૂબ લાંબુ જીવન જીવતા હતા, કારણ કે તેઓ ડ્રાયફ્રૂટ્સ અને પૌષ્ટિક વસ્તુઓનો વધુ ઉપયોગ કરતા હતા. જેમ કે બદામનું દૂધ, કાજુ, પિસ્તા, કિસમિસ વગેરે બધું જ પહેલાં મોટી માત્રામાં ખવાતું હતું.
પરંતુ હવે લોકો પિસ્તાને બદલે પિઝા અને બદામને બદલે બર્ગર પસંદ કરે છે અને આ બધી વસ્તુઓ તમારા શરીરમાં આયર્નની ઉણપનું કારણ બને છે. ખાસ વાત એ છે કે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં લોહીની માત્રા ઝડપથી વધારી શકાય છે. મગજને સ્વસ્થ રાખવામાં ડ્રાય ફ્રૂટ્સ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એક અભ્યાસ મુજબ પણ તેનાથી વજન પણ ઓછું થાય છે અને ધૂમ્રપાન કરવાની ઈચ્છા પણ ઓછી થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team