ભારતમાં એવા ક્યાં શહેરો છે?? જેની હવા સૌથી શુધ્ધ છે, જાણો તેના વિશે

  • by


Image Source : Getty images

જેમ હાલના સમયે દિલ્લીની હવા ઝેરીલી બની રહી છે, તેમજ ભારતના ઘણા એવા શહેરો પણ છે જ્યાં હવાની ગુણવત્તા સૌથી સારી છે.

આજકાલ ઉત્તર ભારતમાં પ્રદૂષણ ચર્ચાનો વિષય બન્યો છે. અહી શહેરોની હવા એટલી ઝેરિલી થઈ ગઈ છે કે લોકોને શ્વાસ સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરરોજ સરકાર કોઈને કોઈ પ્રકારના પ્રદૂષણ ઓછા કરવાના ઉપાય વિચારી રહી છે, તેમ છતાં પણ પ્રદૂષણથી લોકોને કોઈ રાહત જોવા મળતી નથી. સામાન્ય રીતે 50 AQI થી ઓછી હવાને સારી ગુણવત્તા માનવામાં આવે છે, તેમજ 50 થી 100 સુધીની હવાને મધ્યમ અને 100 AQI થી ઉપરની હવાને જોખમી માનવામાં આવે છે.

જ્યાં હાલના સમયે દેશની રાજધાની અને તેની આજુબાજુના વિસ્તારોમાં એટલું પ્રદૂષણ ફેલાયેલું છે, તેમજ દેશમાં ઘણા સ્થળ એવા છે જ્યાં હવાની ગુણવત્તા હાલના સમયે ખૂબ સારી છે.

આજના આ લેખમાં અમે તમને તે શહેરો વિશે જણાવીશું જ્યા હવાની ગુણવત્તા અન્ય શહેરોની સરખામણીએ ખૂબ સારી છે. આ શહેરોમાં પ્રદૂષણ નહિવત છે. તેટલું જ નહીં જ્યાં દિલ્લીની હવાની ગુણવત્તા આ સમયે 350 થી 500 AQI ની વચ્ચે છે, તેમજ ઘણા શહેર પણ એવા છે જેની હવાની ગુણવત્તા 10 થી 20 જેટલી છે. તો ચાલો જાણીએ તે શહેરો વિશે જ્યાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ છે.


Image Source

કોઇમ્બતુર, તમિલનાડુ
કોઇમ્બતુર ભારતના દક્ષિણ તમિલનાડુમાં આવેલ રાજ્ય છે. જ્યાં દિલ્લીની હવાની ગુણવત્તા હાલના સમયે જોખમના નિશાન ઉપર છે, ત્યાં કોઇમ્બતુર સૌથી ઓછા હવા પ્રદૂષિત શહેરોમાનું એક છે. હાલના સમયે કોઇમ્બતુર શહેરની હવાની ગુણવત્તા 18 AQI છે, જે ઉત્તર ભારતની હવાની સરખામણીએ ખૂબ ઓછી છે. આ કારણે ત્યાંના લોકો હાલના સમયે સ્વચ્છ હવા લઈ શકે છે.


Image Source

આઈઝોલ, મિઝોરમ
ભારતના નોર્થ ઇસ્ટમાં આવેલ આઈઝોલ મિઝોરમ રાજયની રાજધાની છે. હાલના સમયે આઈઝોલ શહેરની હવા સૌથી ઓછી પ્રદૂષિત શહેરોમાં ગણવામાં આવે છે. ઓછી જનસંખ્યા, પહાડ અને ઓછા વૃક્ષો અને છોડના કારણે અહીંનું વાતાવરણ ભારતના સૌથી શ્રેષ્ઠ આબોહવામાં એક છે. હાલના સમયે આઈઝોલ હવાની ગુણવત્તા લગભગ 13 AQI ની આજુબાજુ છે, જેના કારણે અહી તમને તાજી હવા મળશે.


Image Source

અમરાવતી, આંધ્રપ્રદેશ
ભારતની રાજધાનીની હવાને દુનિયાની સૌથી ઝેરિલી હવામાં ગણવામાં આવે છે, ત્યાં આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીની હવા હાલના સમયે ખૂબ સ્વસ્છ છે. હાલમાં, અમરાવતી શહેરની હવાની ગુણવત્તા લગભગ 23 AQIની આજુબાજુ છે, જે જોખમના નિશાનથી ઘણી નીચી છે.


Image Source

મૈસુર, કર્ણાટક
કર્ણાટક રાજ્યમાં આવેલ મૈસુર ભારતના જૂના શહેરોમાંથી એક છે. આ ઉપરાંત પણ આ શહેરમાં ખૂબ ઓછું વાયુ પ્રદૂષણ જોવા મળે છે. મૈસુર શહેરની હવાની ગુણવતા હાલમાં લગભગ 40 AQIની આસપાસ છે. જે કોઈપણ મોટા શહેરની સરખામણીમાં ખૂબ ઓછી છે. માપન મુજબ 100 AQI થી ઉપરની હવાને જોખમી ગણવામા આવે છે, તેમજ મૈસુર શહેરની હવા સ્વચ્છ ગુણવત્તામાં ગણવામાં આવે છે.


Image Source

તિરુવનંતપુરમ, કેરળ
ભારતના સૌથી દક્ષિણમાં આવેલ શહેર અને કેરળ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ ભારતનું સૌથી દક્ષિણ નું શહેર અને કેરળ રાજ્ય ની રાજધાની હાલમાં સૌથી ઓછી પ્રદૂષિત રાજધાનીઓ માંથી એક છે. અહી હવાની ગુણવત્તા હાલમાં 38 AQIની આજુબાજુ છે, જે એક મોટી રાજધાનીની સરખામણીએ ઘણી ઓછી છે.


Image Source

વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમની હવા પણ હાલમાં ભારતની સૌથી સ્વચ્છ હવાઓમાંથી એક છે. અહી હવાની ગુણવત્તા હાલમાં 26 AQIની આજુબાજુ છે, જે ઘણા પ્રદૂષિત રાજ્યોથી ખૂબ ઓછી છે. તમને જણાવી દઇએ કે ઉત્તર ભારતમાં જ્યાં પ્રદૂષણ છે ત્યાં મોટાભાગે સૌથી ઓછા પ્રદૂષિત શહેરો દક્ષિણમાં આવેલા છે.

આ કારણ છે કે લોકો પ્રદૂષણ દરમિયાન આ સ્થળોની મુલાકાત લઇને થોડો સારો અનુભવ કરી શકે છે. આ ઉપરાંત ભારતના ઘણા અન્ય શહેરો પણ છે જેને આ યાદીમાં શામેલ કરી શકાય છે.

તમને જો અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *