આજના સમયમાં દરેક શહેરના ચાર રસ્તા કે હેવી ટ્રાફિક વાળા રસ્તા ઉપર સિગ્નલની લાઈટ જોવા મળે છે. સિગ્નલ ઉપર જ્યારે લાલ લાઈટ થાય છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની ગાડીને અટકાવી દે છે. આ લાઈટને જોઈને શું તમને ક્યારેય વિચાર આવ્યો કે આ લાઈટ નો ઉપયોગ પહેલી વખત ક્યાં અને કેવી રીતે થયો હશે ? શાળામાં અભ્યાસ કરતી વખતે આપણે સૌ લાલ પીળી અને લીલી લાઈટ વિશે ભણી ચૂક્યા છીએ. ટ્રાફિક સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ટ્રાફિક સિગ્નલ થી ખૂબ જ મદદ મળી છે. તો આજે ચાલુ જાણીએ કે આ ટ્રાફિક લાઈટ નો ઉપયોગ સૌથી પહેલા ક્યાં થયો હતો.
સૌથી પહેલા ટ્રેન માટે થયો હતો ઉપયોગ
ટ્રાફિક લાઈટ ની શરૂઆત સૌથી પહેલા ટ્રેન માટે થઈ હતી. તે સમયે રેલ્વે સિગ્નલ લાઇન પર ચાલતી હતી. તે સમયે રેલવેનું આવવા અને જવાનો સમય નિર્ધારિત રહેતો નહીં તેના કારણે અકસ્માત થવાનું જોખમ સતત રહેતું. આ જ કારણથી અહીં સિગ્નલ લગાડવામાં આવ્યા હતા. તે સમયે સિગ્નલ બોલ અને પતંગ ના આકારના હતા. જો સિગ્નલમાં પતંગ દેખાઈ તો તે જોખમનું સંકેત હતું અને બોલ દેખાય તો રસ્તો સાફ હોય. રેલવેમાં સિગ્નલ સિસ્ટમની શરૂઆત થયા પછી લંડન ના રસ્તા ઉપર સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.
ગેસથી ચાલતી લાઈટ
ગેસથી ચાલતી સૌથી પહેલી રેડ લાઈટ 1868 માં લંડનમાં લગાડવામાં આવી હતી. પરંતુ તે સુરક્ષિત હતી નહીં કારણ કે તેમાંથી ગેસ લીક થતા તેમાં ધમાકો થઈ જતો. આ ટ્રાફિક લાઈટ નો ઉપયોગ ઘોડાગાડી અને રેકડીઓ માટે અથવા તો પદયાત્રીઓ માટે થતો. 1914 માં 5 ઓગસ્ટના રોજ અમેરિકાના ઓહાયોમાં સૌથી પહેલા ઈલેક્ટ્રીક ટ્રાફિક લાઈટ નો ઉપયોગ થયો હતો. જેનો આવિષ્કાર મિશેગનના પોલીસ ઓફિસર વિલિયમ પોટશે એ કર્યો હતો.
પહેલીવાર ઇલેક્ટ્રોનિક રીતે લાઈટને જોડવામાં આવી
વર્ષ 1920માં વિલિયમે વુડવઈ અને મિસિગન ની ગલીઓમાં સૌથી પહેલી વખત એવી ટ્રાફિક લાઈટનો પ્રયોગ કર્યો જેમાં લાલ અને લીલા રંગની લાઈટ થતી. તેને ઇલેક્ટ્રોનિક રીતે જોડવામાં આવી હતી. અમેરિકી ટ્રાફિક સિગ્નલ કંપનીએ ઓહાયોની ક્વિલેન્ડમાં ઇસ્ટ 105 સ્ટ્રીટ અને યુસ્લીડ એવન્યુ વચ્ચે પહેલી ટ્રાફિક લાઈટ લગાવી હતી. તે સમયે તેમાં લાલ અને લીલી બે પ્રકારની જ લાઈટ થતી હતી. તેમાં એક બઝર હતું જે લાઈટ બદલવા પહેલા સંકેત તરીકે વાગતું.
હવે ટ્રાફિક લાઈટમાં ત્રણ રંગ થયા છે. ઘણા દાયકાઓથી લાલ પીળી અને લીલી લાઈટ આપણા શહેરમાં ટ્રાફિક સિસ્ટમને સંભાળે છે. ભારતમાં પહેલીવાર 1953 માં ચેન્નઈના એક શહેરમાં પહેલી વખત ટ્રાફિક લાઈટ નો ઉપયોગ થયો હતો. ત્યાર પછી લગભગ 10 વર્ષ પછી બેંગલુરુ માં પહેલી વખત ટ્રાફિક લાઈટ નો ઉપયોગ થયો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team