મકરસંક્રાંતિ હિન્દુઓ નો મુખ્ય તહેવાર છે. અને આ તહેવાર પ્રમુખ દેશના ઘણા બધા શહેરમાં પતંગ ઉડાવવાની પણ એક વિશેષ પરંપરા છે. ગુજરાતમાં આ દિવસ પતંગોત્સવ તરીકે ખૂબ જ મશહૂર છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે મકરસંક્રાંતિના દિવસે પતંગ કેમ ઉડાવવામાં આવે છે અને કેવી રીતે શરૂ થઈ આ પરંપરા.
આ પરંપરા ની પાછળ સારા સ્વાસ્થ્યનો રહસ્ય છુપાયેલું છે. ખરેખર તો આ દિવસોમાં સૂર્યથી મળતો તાપ લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ દિવસે સૂરજની કિરણોનો પ્રભાવ અમૃત સમાન હોય છે. જે અલગ-અલગ પ્રકારના રોગોને દૂર કરવા માટે ખૂબ જ પ્રભાવી છે.
કહેવામાં આવે છે કે શિયાળામાં આપણું શરીર શરદી, ઉધરસ અને તાવ જેવા ઘણા બધા સંક્રમણથી પ્રભાવિત થાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉતારાયણ હોય છે સૂર્યના ઉતરાયણ માં જવાના સમયે કિરણો માનવ શરીર માટે દવાનું કામ કરે છે. તેથી જ મકરસંક્રાંતિના દિવસે સંપૂર્ણ દિવસ પતંગ ઉડાવવાથી શરીર લગાતાર સૂરજની કિરણોના સંપર્કમાં રહે છે અને તેનાથી શરીર સ્વસ્થ રહે છે.
એક માન્યતા અનુસાર ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે મકરસંક્રાંતિના દિવસે જ પોતાના ભાઈઓ અને શ્રી હનુમાનની સાથે પતંગ ઉડાવી હતી. અને ત્યારથી જ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની પરંપરા શરૂ થઈ ગઈ. હિંદુ પંચાંગ અનુસાર પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે, ત્યારે આ પર્વ મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન પૂજા અને દાન-પુણ્યનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.
વર્તમાન સમયમાં ભારતમાં 14 મી જાન્યુઆરીએ પતંગ ઉડાડવાનો રિવાજ છે. મકરસંક્રાંતિના દિવસે ઘણા બધા શહેરમાં પતંગોત્સવની પ્રતિયોગિતા પણ આયોજિત કરવામાં આવે છે. જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. ગુજરાત જયપુર અને પંજાબ જેવા રાજ્યોમાં પતંગોત્સવ ખૂબ જ ધૂમધામ સાથે મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિ સિવાય પોંગલ અને સ્વતંત્રતા દિવસના તહેવાર ઉપર પણ પતંગ ઉડાવવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team