ચપટીમાં ગાયબ થશે શરીર અને પેટની વધારાની ચરબી, સેવન કરો આ હોમમેડ ડ્રિંક

  • by


ભારે ભરખમ શરીર અને પેટની વધતી ચરબી દરેક વ્યક્તિને ખૂબ જ પરેશાન કરે છે, વધતા વજનને કારણે લગભગ લોકો ખૂબ જ ચિંતિત રહે છે. પછી ભલે તે પુરૂષ હોય કે પછી મહિલા બંનેને પેટ સપાટ કરવા માટે ઘણા બધા પ્રકારના ઉપાયો અજમાવતા રહે છે, પરંતુ પેટની ચરબી ઓછી કરવી એટલી પણ આસાન હોતી નથી, જો તમે ખરેખર પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો તેની માટે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

વજન ઓછું કરવાની સાથે સાથે શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ, વર્કઆઉટ ની સાથે સાથે ખાણીપીણી એનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જંક ફૂડ અને ઓઈલી ફૂડ થી અંતર રાખીને તમારી થાળીમાં હેલ્ધી વસ્તુઓને સામેલ કરો. તેની સાથે સાથે જ દિવસની શરૂઆત આ હેલ્ધી ડ્રિંક્સ સાથે કરી શકો છો, તેનાથી વજન ઓછું થવાની સાથે સાથે શરીર ઉર્જાથી ભરપૂર રહેશે. જાણો ઘરે કેવી રીતે બનાવી આ સ્મુધી.


કાકડી-સેલેરી થી બનેલ ડ્રિંક

સામગ્રી
અડધી કાકડી | એક લીલુ સફરજન | સેલરિનો એક નાનો ગઠ્ઠો | અડધા લીંબુનો રસ | એક ટીસ્પુન વાટેલું આદુ | 6થી7 ફુદીનાના પાન

આ રીતે કરો સેવન
આ દરેક વસ્તુને ગ્રાઈન્ડરમાં નાખીને ગ્રાઈન્ડ કરીને એક સ્મુધી બનાવો, ત્યારબાદ દરરોજ સવારે તેનું સેવન કરો, લગભગ 20 થી 25 દિવસ તેનું સેવન કરવાથી તમને જરૂર અસર દેખાશે.

કઈ રીતે કામ કરશે આ ડ્રિંક
સેલેરી માં વધુ માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે. જેનાથી તમારી ભૂખ લાંબા સમય સુધી નિયંત્રિત રહે છે. ત્યાં જ સફરજન શરીરને એનર્જી આપવાની સાથે સાથે પાચન તંત્રમાં પણ સુધારો કરે છે. કાકડી ની વાત કરીએ તો તેમાં 90 ટકા પાણી જોવા મળે છે. જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે, અને તેની સાથે જ તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને કસરત કરવા જરૂરી પોષક તત્વો ઉપસ્થિત હોય છે. જે વજન ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે. ત્યાં જ આદુ ની વાત કરીએ તો તેમાં વિટામીન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિન્ક,કોપર મેન્ગેનીઝ અને ક્રોમિયમ જોવા મળે છે. તેની સાથે જ તેની સાથે ગરમ હોવાના કારણે મેટાબોલિઝમને વધારવામાં પણ મદદ કરે છે.


કિવી-પાલક થી બનેલ ડ્રિંક
1 કિવિ | 1 કપ પાલકના પાન | એક લીલું સફરજન | અડધા લીંબુનો રસ | થોડું દૂધ

આ રીતે કરો સેવન
આ દરેક વસ્તુને ગ્રાઈન્ડ કરીને સ્મુધી બનાવો. દરરોજ સવારે તેનું સેવન કરો તેનાથી તમારું વજન ઓછું થવાની સાથે-સાથે પેટની ચરબી પણ ઓછી થઈ જશે.

કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વધુ માત્રામાં વિટામિન સી, વિટામિન ઈ અને ફોલેટની સાથે સાથે ફાઈબર પણ જોવા મળે છે જે વજન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેની સાથે જ તેમાં કેલેરી ખૂબ ઓછી માત્રામાં હોય છે અને પાલકમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી પેટ અને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે.

આ લેખમાં ઉપસ્થિત ઉપાયો માત્ર સામાન્ય જાણકારી ના ઉદ્દેશ્ય માટે છે. તેને ચિકિત્સાના સલાડના રૂપમાં લેવામાં આવતું નથી કોઈ પણ ફિટનેસ વ્યવસ્થા અથવા ચિકિત્સકીય સલાહ શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *