રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં ભારે તબાહી થઈ છે. યુક્રેનમાં લગભગ 16 હજાર ભારતીયો ફસાયેલા છે. હરિયાણાના ફતેહાબાદની સુપ્રિયા અને નિશા પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકારને પરત લાવવા વિનંતી કરી રહ્યા છે.
રશિયાના હુમલાથી યુક્રેન પર હાહાકાર મચી ગયો છે. એક પછી એક યુક્રેનના તમામ મોટા શહેરો અને સંરક્ષણ મથકોને રશિયાએ નિશાન બનાવ્યા. રાજધાની કિવને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યું. પરમાણુ પ્લાન્ટ ચેર્નોબિલ ઉપર પણ રશિયા નો કબજો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ મુજબ, 137 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે યુક્રેનનો દાવો છે કે 50 રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે.
NATO એ યુક્રેનને એકલો છોડી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે NATO સેના યુક્રેનમાં નહીં જાય. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કાલે રાત્રે 25 મિનિટ સુધી વાત કરી હતી. યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેને સ્વદેશ પાછા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રશિયાની સૈન્ય કાર્યવાહી પછી યુક્રેનના નાગરિકોએ બંકરમાં આશરો લીધો છે. કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ પોતાનો વીડિયો શેર કરીને ભારત સરકારને બહાર નીકળવાની અપીલ કરી રહી છે. અરજી કરનારાઓ માં હરિયાણાના ફતેહાબાદની સુપ્રિયા અને નિશા પણ છે. યુક્રેનની સ્થિતિનું વર્ણન કરતી સુપ્રિયા અને નિશાએ કહ્યું, “અમારી ઉપર ક્યારેય બોમ્બ પડશે તે ખબર નથી.”
નિશા અને સુપ્રિયાની અપીલ- બંને વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે ગઈ છે. રશિયાના હુમલાથી થયેલી તબાહીને નિશા અને સુપ્રિયા નજીક થી જોઈ રહી છે. આજતક સાથે વાત કરતાં વિદ્યાર્થીનીઓએ પોતાની સ્થિતિનું વર્ણન કર્યું. ભારત સરકાર સાથે બંને વિદ્યાર્થીનીઓએ અપીલ કરી કે તેમને અને તેમના જેવા દરેક બાળકોને વહેલી તકે યુક્રેન માંથી બહાર કાઢવામાં આવે.
સુપ્રિયા એ કહ્યું,”અમે અહીં ફસાયેલા છીએ અને આ શહેરમાં લગભગ એક હજાર જેટલા ભારતીય બાળકો છે. ભારત સરકાર અમને સુરક્ષિત અહીંથી બહાર કાઢે કારણકે હુમલાને કારણે અમે અહીં એક ફ્લેટમાં બંધ છીએ.”
યુક્રેનમાં 16000 ભારતીયો ફસાયેલા છે – આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પરેશાન ન થાવ… તેઓને સુરક્ષિત સ્વદેશ પાછા લાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની સૌથી મોટી પ્રાથમિકતા હાલમાં યુદ્ધમાં ફસાયેલા પોતાના નાગરિકોને યુક્રેન માંથી બહાર કાઢવાના છે. સરકારના મતે હાલના સમયમાં યુક્રેનમાં સોળ હજાર વિદ્યાર્થીઓ ફસાયેલા છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team