શું તમે આવક વધારવા માંગો છો? તો જાણો આવક વધારવાના મલ્ટીપલ સ્ત્રોતો વિશે

  • by


દરેક વ્યક્તિ પોતાની આવક વધારવા ઈચ્છે છે, પરંતુ મોટાભાગના લોકો તેની આવકને તેથી વધારી શકતા નથી કેમકે તે પોતાના એકલા આવકના સ્ત્રોત મા એટલા વ્યસ્ત રહે છે કે કોઈ બીજી આવકના સ્ત્રોત વિશે તે વિચારી શકતા નથી.

પરંતુ આજકાલના ઉપભોક્તાવાદી યુગમાં લોકોની જરૂરિયાત ઝડપથી વધી રહી છે. લોકો નવી વસ્તુઓ અને સેવાઓનો ફાયદા લઈને પોતાના જીવનની ગુણવત્તા વધારવા ઈચ્છે છે. પોતાની જરૂરિયાતોને લોકો એક આવક દ્વારા પૂરી કરી શકતા નથી. તેનું કારણ છે કે લોકો આજકાલ મલ્ટીપલ સોર્સ ઓફ ઈનકમને પોતાના જીવનનો ભાગ બનાવવા ઈચ્છે છે.


ચાલો જાણીએ લોકો ક્યાં કારણોથી મલ્ટીપલ સોર્સ ઓફ ઈનકમમાં વધારે રુચિ લે છે
1- લોકો નવી નવી વસ્તુઓ અને સેવાઓનો આનંદ લેવા ઇચ્છે છે | 2- લોકો વધારે પૈસા કમાઈ તેના ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છે છે. | 3- લોકો ફાઇનાન્સિયલ ફ્રીડમ મેળવવા ઈચ્છે છે. |4- લોકો તેના ફાઇનાન્સિયલ ગોલને પૂરું કરવા ઈચ્છે છે.

5- લોકો આર્થિક રૂપે મજબૂત બની તેના સ્ટ્રેસને દૂર કરવા ઈચ્છે છે. | 6. લોકો પોતાનું દેવું ચૂકવવા માટે પૈસા મેળવવા ઈચ્છે છે.| 7- લોકો અચાનક આવનારી જરૂરિયાતથી બચવા માટે આપતકાલીન ફંડ ભેગો કરવા ઈચ્છે છે.

આ પ્રકારના ઘણા એવા કારણ છે જેમાં લોકોને મલ્ટીપલ સોર્સ ઓફ ઈનકમ બનાવવાની પ્રેરણા મળે છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને તમારી આવક વધારવાની કેટલીક રીત જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે મલ્ટીપલ સોર્સ ઓફ ઈનકમ મેળવી શકો છો અને તમારા સપનાને પૂરા કરી શકો છો.


આવક વધારવાની 6 રીત
કોઈ એક આવકમાં વિશેષજ્ઞ બનો
આજકાલ કોઈપણ ક્ષેત્રમાં નિષ્ણાત લોકોની માંગ ખૂબજ વધી રહી છે. કોઈ એક ક્ષેત્રમાં નિષ્ણાત હોવું એ દર્શાવે છે કે તમારી પાસે તે ક્ષેત્રમાં અન્ય કરતાં વધુ અને વધુ સારું જ્ઞાન છે. આજકાલ લોકો તેમના વિષયના નિષ્ણાત લોકોની સેવા લેવાનું પસંદ કરે છે અને તેમને તેની મનપસંદ ફી પણ આપે છે.

માની લો તમે શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત છો અને તમારા શહેરમાં શાસ્ત્રીય સંગીત શીખવો છો. શહેરના કેટલાક બીજા લોકો પણ શાસ્ત્રીય સંગીત શીખવે છે પરંતુ તે તેના નિષ્ણાત નથી તો લોકો વધારે ફી આપીને પણ તમારી પાસે આવીને શાસ્ત્રીય સંગીત શીખવાનું પસંદ કરશે. તેથી તમારા વિષયના એક્સપર્ટ બનો અને તમારી આવકને વધારો.


તમારા કૌશલ્યો વધારો અને તેનું મુદ્રીકરણ કરો
આજકાલ એવા હજારો કૌશલ્ય છે જેને વધારાના સમયમાં શીખી શકાય છે અને તેનાથી પૈસા કમાઈ શકાય છે. આ કૌશલ્યને તમે કોઈપણ નિષ્ણાત પાસે જઈને શીખી શકો છો અથવા તો તે કૌશલ્ય સાથે જોડાયેલ ઇન્ટરનેટ પર કોર્સ કરી શકો છો. આજકાલ મોબાઈલ બધા લોકોની પાસે હોય છે.

તમને ઇન્ટરનેટ પર ઘણા બધા ફ્રી સામગ્રી જોવા મળશે જે તે નવી કુશળતા શીખવે છે જે શીખીને તમે ઘણાબધા પૈસા કમાઈ શકો છો. વિડિયો એડિટિંગ, ઓનલાઇન ક્લાસ, આર્ટિકલ રાઈટિંગ, નવી ભાષાનું જ્ઞાન, કોડિંગ, સોશિયલ મીડિયા માર્કેટીંગ, ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન સેલિંગ વગેરે હજારો કૌશલ્ય તમે શીખીને તમારી આવકને વધારી શકો છો.


નિષ્ક્રિય આવક ના સ્ત્રોત બનાવો
આજકાલ મોટાભાગના લોકો નિષ્ક્રિય આવક વિશે જાણે છે. જો તમને જાણ નથી તો જાણકારી માટે જણાવુ કે તેવું કોઈપણ કામ જેમાં તમારે એક વાર કામ કરવું પડે પરંતુ તેનાથી થતી આવક જીવન ભર થતી રહે. આ પ્રકારની આવકને નિષ્ક્રિય આવક કેહવાય છે. આ સ્માર્ટ લોકોની સ્માર્ટ આવક હોય છે. બ્લોગિંગ, બુક રાઇટિંગ, રોયલ્ટી આવક, કોઈ ઓનલાઇન કોર્સ બનાવવો, ભાડાની આવક વગેરેને નિષ્ક્રિય આવક કેહવાય છે.

જો તમે તમારી આવક જીવનભર વધારવા ઇચ્છો છો, તે પણ ઘણું ઓછું કામ કરીને તો તમારે વધુથી વધુ નિષ્ક્રિય આવક બનાવી લેવી જોઈએ. દુનિયાના મોટાભાગના પૈસાદાર લોકો આ પ્રકારની આવકથી પૈસાદાર બન્યા છે તો તમે પાછળ કેમ છો?


એક અથવા ઘણા સાઈડ બિઝનેસ કરો
તમે તમારી આવકને વધારવા ઇચ્છો છો તો તમારી જોબની સાથેજ એક અથવા ઘણા સાઈડ બિઝનેસ કરી શકો છો. માનો કે તમે રોજ 8 કલાક જોબ કરીને પૈસા કમાઈ રહ્યા છો. 8 કલાક કામ કર્યા પછી પણ 6 કલાક વધે છે જેનો ઉપયોગ તમે નાનો બિઝનેસ બનાવવામાં કરી શકો છો અને તમારી આવકને વધારી શકો છો.

યુટ્યુબ ચેનલ, કોચિંગ સેન્ટર, વેડિંગ પ્લાન, જનરલ સ્ટોર, ઇવેન્ટ મેનેજર, ઓનલાઇન સેલીંગ વગેરે ઘણા એવા નાના બિઝનેસ છે, જેને તમે ઓછો સમય આપીને પણ ચલાવી શકો છો અને વધારાની આવક મેળવી શકો છો. ઘણા સાઈડ બિઝનેસ એવા હોય છે જે તમારા દરરોજના 2 કલાક લે છે જ્યારે તમારી પાસે 6 કલાક ફ્રી સમય છે તો તમે ઇચ્છો તો આ રીતે સાઈડ બિઝનેસ બનાવીને તમે આવકને વધારી શકો છો.


રોકાણ કરીને આવક કરવી
રોકાણ પૈસા કમાવવાનો એક એવો રસ્તો છે જેમાં તમે તમારા પૈસા અથવા સમયનું રોકાણ કરો છો તેના બદલામાં તમને સમય સમય પર પૈસા રૂપે રિટર્ન મળી રહે છે. અહીંયા અમે ફક્ત પૈસાના રોકાણ વિશે વાત કરીશું. આ રીતને પૈસાથી પૈસા કમાવાની રીત પણ કહેવાય છે. આ પ્રકારના રોકાણમાં તમે તમારા પૈસા કોઈ એવા સ્થળ પર રોકો છો જ્યાથી દર વર્ષે અથવા દર મહિને તમને પૈસા મળતા રહે છે.

તમે ડાયરેક્ટ શેર બજારમાં પૈસાનું રોકાણ કરીને, બેંક ફિક્સ ડિપોઝિટ કરીને, પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં એક સાથે ઘણાબધા પૈસા મૂકીને મહિનાની આવક રૂપે વ્યાજ લઈ શકો છો. કોઈના ધંધામાં પાર્ટનર બનીને અથવા કોઈ ભાડાની આવકને બનાવનાર પ્રોપર્ટીમાં પૈસાનું રોકાણ કરી શકાય છે જેનાથી દર મહિને પૈસા કમાઈ શકાય છે.


તમારો શોખ પૈસામાં ફેરવો
જો તમને કોઈ એવા કામ અથવા વસ્તુનો શોખ છે જેને પૈસામાં બદલી શકાય છે તો આજે જ તેના પર કામ કરવાનું શરૂ કરી દો. શોખને પૈસામાં બદલવાનો બિઝનેસ 100 % ચાલે છે કેમકે તેમાં તમારે પૈસા કમાવવા માટે ઓછામાં ઓછો પ્રયત્ન કરવો પડે છે.

એવું એટલા માટે થાય છે કેમકે તમારા શોખમા તમને થાક અનુભવાતો નથી અને તેનાથી તમે લાંબા સમય સુધી કામ કરી તાજગી અનુભવી શકો છો અને વધુમાં વધુ પૈસા પણ કમાઈ શકો છો. ઉદાહરણ તરીકે જો તમને લખવાનો શોખ છે તો તમે બ્લોગ અથવા બુક લખીને પૈસા કમાઈ શકો છો. જો તમને વાતો કરવી સારી લાગે છે તો તમે એક સારા પોડકાસ્ટર બની શકો છો.

તો આજથી જ તમારા શોખને પૈસામાં બદલવાનું શરુ કરી દો. આનંદ પણ આવશે અને પૈસા પણ મળશે, સાથેજ તમારી આવક પણ વધી જશે. આ રીતે તમે તમારા માટે આવકના બહુવિધ સ્ત્રોતો બનાવી શકો છો અને તમારી આવક વધારીને દેવું ચૂકવી શકો છો, ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો, મનપસંદ વસ્તુ અને સેવાઓ લઈ શકો છો, ધનવાન બની શકો છો અને સૌથી મહત્વની વાત તમે નાણાંકીય સ્વતંત્રતા મેળવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *