હિન્દુ ધર્મમાં સ્વસ્તિકના ચિન્હ ને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. સ્વસ્તિકને શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. સ્વસ્તિકને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો સ્વસ્તિકનું ચિન્હ સૌથી પહેલા બનાવવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ સુ, અસ, ક સાથે મળીને બન્યો છે. જેમાં સુનો અર્થ શુભ થાય છે. અસનો અર્થ અસ્તિત્વ, કનો અર્થ કરતા થાય છે. કોઈપણ શુભ કાર્યમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા હિન્દુ ધર્મમાં વર્ષોથી ચાલી આવે છે.
માન્યતા છે કે સ્વસ્તિક બનાવતી વખતે ચારભુજા સમાંતર રહે છે અને આ ચારભુજા નું ધાર્મિક મહત્વ છે. આ ચારભુજા ચાર દિશાનું પ્રતીક છે.
પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક
મોટાભાગના લોકોના ઘરના પ્રવેશ દ્વાર ઉપર સ્વસ્તિક બનેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક નું ચિન્હ શુભ માનવામાં આવે છે. મને તો છે કે જે ઘરના દરવાજા પર સ્વસ્તિક હોય ત્યાં કોઈની ખરાબ નજર અસર કરતી નથી અને ઘરને કોઈ પણ દોષ પ્રભાવિત કરી શકતા નથી. ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં ક્યારેય દુઃખદારી આવતા નથી. ઘરના દરવાજા ઉપર હળદર થી બનાવેલું સ્વસ્તિક શુભ માનવામાં આવે છે.
ઘરના મંદિરમાં બનાવો સ્વસ્તિક
ઘરના મંદિરમાં પણ સ્વસ્તિક નું ચિન્હ બનાવવું જોઈએ. આ ઉપરાંત જે સ્થાન ઉપર દેવી-દેવતાની મૂર્તિ સ્થાપિત કરવાની હોય ત્યાં સ્વસ્તિક બનાવી તેના ઉપર મૂર્તિ સ્થાપિત કરવાથી તેમની કૃપા સદા વરસથી રહે છે. ઇષ્ટદેવની આરાધના કરવાની હોય તે જગ્યાએ પણ આસનની પહેલા સ્વસ્તિક બનાવવું જોઈએ.
ઘરની તિજોરીમાં સ્વસ્તિક
ઘરની તિજોરીમાં સ્વસ્તિક નું ચિન્હ બનાવવાથી સમૃદ્ધિ વધે છે. તિજોરીમાં સ્વસ્તિક બનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધનહાની થતી નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team