Image Source
મોરાચી ચિંચોલી ભારતનું ખૂબ સુંદર ગામ છે, જ્યાં તમે એક સાથે ઘણા મોરને નાચતા જોઈ શકો છો. આ ઉપરાંત તે એક સારું ફરવાલાયક સ્થળ પણ છે.
ભારતમાં એવા ઘણા ગામ છે, જે ત્યાંની પ્રાકૃતિક સુંદરતા અને અનોખી પરંપરા માટે જાણવામાં આવે છે. પ્રાકૃતિક દ્રશ્યો સાથે ગામમાં પશુ-પક્ષીઓને જોવા ઘણા સારા લાગે છે. હંમેશા શહેરોમાં રેહતા આપણે પશુ-પક્ષીઓને ટીવી પર જ જોઈ શકીએ છીએ, ખાસકરીને મોરને. એક સાથે અસંખ્ય મોરને જોવા ખરેખર સુંદર નજારાથી ઓછું નથી. ભારતમાં એવા ઘણા ગામ છે, જ્યાં અસંખ્ય મોર એક સાથે જોવા મળે છે. આ ગામ મોરના કારણે દેશભરમાં પ્રખ્યાત છે.
પુણે થી 50 કિલોમીટર દૂર આ એક એવું ગામ છે જ્યાં લગભગ 2500 મોર રહે છે. આ ગામનું નામ ‘મોરાચી ચિંચોલી’ છે. આ ગામ ગ્રામીણ મહારાષ્ટ્રમાં વસેલા આકર્ષક સ્થાનમાંથી એક છે. તમે ગામડાના પ્રાકૃતિક દ્રશ્યો જોવાનું ચૂકી ગયા હો અને મોર-મોર નાચતા જોવાનું પસંદ કરો છો, તો ચોક્કસપણે મોરાચી ચિંચોલીની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. આ ગામ પરંપરાગત સંસ્કૃતિ સાથેનું સાચુ અને આદર્શ ગામ દર્શાવે છે. આવો જાણીએ આ ગામ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો-
Image Source
મોરાચી ચિંચોલી શ્રેષ્ઠ પિકનિક સ્પોર્ટ છે
મોરાચી ચિંચોલી એક મરાઠી શબ્દ છે, જેનો અર્થ મોરોનું ગામ અને આમલીના વૃક્ષ. આ ગામમાં મોર ચાલતા કોઈપણ જગ્યાએ જોઈ શકાય છે. ક્યારેક ઘરની છત પર તો ક્યારેક ખેતરમાં. વરસાદની ઋતુમાં આ ગામનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે. લીલાછમ ખેતરમાં મોરને સરળતાથી નાચતા જોઈ શકાય છે. જો તમને આ નજારો રોમાંચક લાગે છે તો આ ગામમાં એક વાર જરૂર ફરવા આવો.
આ ગામને લઈને તેમ કેહવામા આવે છે કે અહી બાજીરાવની સેના રોકાઈ હતી અને ત્યારે તેમણે અહી આમલીના ઘણા બધા વૃક્ષ લગાવ્યા હતા. આમલીના કારણે અહી મોર આવ્યા અને અહીંના થઈને રહી ગયા પરંતુ, સ્થાનિક લોકો માટે આ એક સારું પિકનિક સ્થળ માનવામાં આવે છે. મહારાષ્ટ્રના લોકો મોરાચી ચિંચોલીમાં પિકનિક મનાવવા અને વિકેન્ડ પર આવવાનું પસંદ કરે છે.
Image Source
મોર અભયારણ્ય આકર્ષણનું કેન્દ્ર છે
ભારતમાં પશુ પક્ષીઓને લઈને નિયમ ઘણા કડક કરી દેવામાં આવ્યા છે. તેટલું જ નહીં ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેની સંખ્યામાં ઘણો ઘટાડો આવ્યો છે, પરંતુ આ ગામમાં આટલા બધા મોર હોવાને કારણે લોકો આશ્ચર્યમાં પડી જાય છે. તેટલું જ નહિ આટલા બધા મોર હોવાને કારણે આ ગામ પીકોક સેંચૂરીમાં બદલાઈ ગયું છે. મયુર બાગ પીકોક સેંચૂરીમાં મોરને જોવા ઉપરાંત અહી પ્રવાસીઓ ઘોડે સવાર, કેમ્પિંગ, ટેન્ટ વગેરેનો પણ આનંદ માણી શકે છે.
જો વિકેન્ડ અથવા તો થોડા દિવસોની રજાઓ માટે કોઈ શાંત સ્થળની શોધ કરી રહ્યા છો તો તેના માટે મોરાચી ચિંચોલી ગામ શ્રેષ્ઠ છે. ખાસ વાત એ છે કે પીકોક સેંચૂરીની સંભાળ ગામના લોકો જ કરે છે. તેમજ અહી આવવા પર મોરને પકડવા અથવા તો શિકાર કરવા સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. સુરક્ષા કર્મી તે વાતનું ધ્યાન રાખે છે કે આવનારા પ્રવાસીઓ તેમ કરે નહિ.
Image Source
કેવી રીતે મોરાચી ચિંચોલી ગામ સુધી પહોંચવું
મોરાચી ચિંચોલી ગામ પહોંચવા માટે તમે ટ્રેન અથવા તો હવાઈ જહાજ બંને યંત્ર પસંદ કરી શકો છો. તેના માટે તમારે સૌથી પેહલા પુણે પહોંચવું પડશે. પુણે હવાઈ મથક થી મોરાચી ચિંચોલી ગામ 48 કિલોમીટર દૂર આવેલ છે, જ્યારે પુણે જંક્શન થી 52 કિલોમીટર. પુણે પહોંચ્યા પછી તમને અહીંથી મોરાચી ચિંચોલી માટે બસ સેવા સરળતાથી મળી જશે. લોકલ બસ દ્વારા ગામ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.