વૉકિંગના મહત્વ વિશે આપણે વધારે વિચારતા નથી, પરંતુ વિશેષજ્ઞોના મતે તે વિશ્વની શ્રેષ્ઠ કસરતોમાંની એક છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વોકીંગ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ફક્ત માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ કમ્યુનિકેશન સ્કિલ્સ મા પણ સુધારો થાય છે.
ચાલો ચાલવાના એવા ફાયદાઓ વિશે જાણીએ જે આપણું જીવન લાંબુ અને સારું બનાવે છે.
1.ચાલવાથી યાદશક્તિમા સુધારો થાય છે
ચાલવું એ બ્રેન બૂસ્ટર છે. તેનાથી ભૂલવાની બીમારીનું જોખમ ઓછું થાય છે અને યાદશક્તિમાં સુધારો થાય છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એક સંશોધન મુજબ વોકિંગ વૃદ્ધ પુરુષોમાં ડિમેન્શિયા અને અલ્ઝાઇમર નું જોખમ ઓછું કરે છે.
2. ચાલવાથી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે
ચાલવાથી મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ સાથે ચાલવાથી ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગ પણ દૂર રહે છે. હાવર્ડ મેડિકલ સ્કૂલ મુજબ, અઠવાડિયામાં લગભગ અઢી કલાક ચાલવાથી હૃદય રોગનું જોખમ 30 ટકા સુધી ઓછું થાય છે.
3. ચાલવાથી તણાવ ઓછો થાય છે
દિવસમાં થોડી મિનિટો ચાલવાથી તમારો મૂડ સુધરી શકે છે અને ચિંતા ઓછી થઈ શકે છે. ચાલવાની અસર ત્યારે વધુ જોવા મળે છે જ્યારે તમે પ્રકૃતિમાં જાઓ છો. ચાલવાથી તમારા સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય છે. તેમના પર પડતો તણાવ પણ ઓછો થાય છે.
4. વોકિંગ એનર્જી બુસ્ટર છે, તે ઊંઘમાં મદદ કરે છે
ચાલવાથી આપણી એનર્જી ને બુસ્ટ મળે છે. આ સાથે તે ઉંઘની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે. આર્થરાઈટીસ ફાઉન્ડેશનના મતે, જો 50 થી 75 વર્ષની મહિલાઓ દરરોજ થોડો સમય ચાલશે તો તેમને ઉંઘ ન આવવાની તકલીફ નહી થાય.
5. વોકિંગ સારું વર્કઆઉટ છે
વોકિંગ અને ફક્ત સામાન્ય ચાલવું માનવું ખોટું છે. ઝડપથી ચાલવાથી તમારા આખા શરીરની કસરત થાય છે. વૉકિંગને ઉચ્ચ તીવ્રતાની કસરત બનાવવા માટે, તમે ભારે બેગ સાથે ચાલી શકાય છે.
6. વોકિંગ થી સંબંધો સુધરે છે
તમારા જીવનસાથી કે બાળકો સાથે ચાલવાથી તમારા જટિલ સંબંધો ઉકેલાય છે. સાથે ચાલતી વખતે તમે તમારા મનની વાત કરીને સંબંધોમાં વાતચીત વધારી શકો છો. ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ તેમના ઘરની આસપાસ ફરે છે, તેમના સામાજિક સંબંધો પણ ખૂબ સારા હોય છે.
7.વોકિંગ ગમે ત્યાં ગમે ત્યારે ફ્રી માં કરી શકો છો
ચાલવા માટે જિમની જેમ કોઈ મેમ્બરશીપની જરૂર નથી હોતી. તમે ગમે ત્યારે ગમે ત્યાં ફ્રી માં મુસાફરી કરી શકો છો. નિષ્ણાતોના મતે,દિવસમાં 30 મિનિટના વોકને પણ તમે ટુકડે ટુકડે કરી શકો છો. ઉદાહરણ તરીકે, 10-મિનિટ વૉક કામ કર્યા પછી,10-મિનિટ વૉક જમ્યા પછી અને કોઈની સાથે વાત કરતી વખતે 10-મિનિટ વૉક.
8. દિવસમાં 10 હજાર ડગલા ચાલવાની જરૂર નથી
ઘણા લોકો કહે છે કે એક દિવસમાં 10,000 ડગલાં ચાલવા જોઈએ, પરંતુ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક રિસર્ચ મુજબ તે જરૂરી નથી. 2019માં થયેલું આ સંશોધન કહે છે કે દરરોજ 4-8 હજાર ડગલા ચાલવાથી તમારા મૃત્યુનું જોખમ ઓછું થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team