69 વર્ષની ઉંમરમાં પણ જબરજસ્ત ફિટનેસના માલિક છે પુતિન, જાણો આખરે શું છે તેના લાજવાબ ફિટનેસ નો રાઝ યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ સંપૂર્ણ દુનિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આક્રમક વલણના કારણે દરેક જણ ડરી ગયા છે. પુતિનની મિસાઈલો યુક્રેન ઉપર કહેર વરસાવી રહી છે અમેરિકા અને બ્રિટન જેવા તાકાતવાર દેશ પણ પુતિનને આગળ વધવાથી રોકી શકતા નથી.
તે એક શક્તિશાળી રાજનેતાના રૂપે લોકપ્રિય છે, અને તે પોતાની શાનદાર ફિટનેસ ઉપર તેમને ખાસ પહેચાન બનાવી છે, તે માત્ર 69 વર્ષના છે પરંતુ પોતાની ફિટનેસ લેવલ જોઈને યુવાનોને પણ પરસેવો છૂટી જાય, આવો આજે તમને રાષ્ટ્રપતિ પુતિન ની ફિટનેસનો જણાવીએ.
આ વાત ઘણા બધા ઓછા લોકો જાણે છે કે પોતે પોતાના સ્વાસ્થ્ય વિશે કોઈ જ સમાધાન કરતા નથી અને તે પોતાને સંપૂર્ણ દિવસ એક્ટિવ અને ફિટ રાખવા માટે જીમમાં દરરોજ વર્કઆઉટ કરે છે, તેમને સ્વિમિંગ નો પણ ખુબ જ શોખ છે તે દરરોજ સવારે જીમ જાય છે અને રેગ્યુલર સ્વિમિંગ કરે છે.
પુતિનને ઘોડે સવારી નો ખુબજ શોખ છે, અને તે અઠવાડિયામાં એક અથવા બે વખત ઘોડે સવારી માટે પણ જાય છે તે સવાર ની તાજી હવા માં ફરવાનું ખૂબ જ પસંદ કરે છે ચોખ્ખી હવામાં શ્વાસ લેવાથી આપણું હ્રદય અને દિમાગ બંન્ને તંદુરસ્ત રહે છે.
તેમના દરરોજના ડાયટમાં તેમનો નાસ્તો સૌથી ખાસ હોય છે. તે જ્યારે જીમમાંથી પાછા આવે છે ત્યારે પોતાનો નાસ્તો કરવાનું છોડતા નથી નાસ્તા માટે ઈંડા, દલિયા અને જ્યુસ જેવી હેલ્ધી વસ્તુઓને સામેલ કરે છે.
પુતિન જેટલા એક્ટિવ દિવસના કામમાં રહે છે તેટલા જ રાત્રે પણ એક્ટિવ રહે છે તેમને મોડી રાત સુધી જાગીને કામ કરવાનો શોખ છે અને તે દિવસ કરતા રાતની શાંતિમાં ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team