ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના કાયા ગામ જ્યાં દરેક ક્ષણમાં દેશપ્રેમ અને દેશ ભક્તિ જોવા મળે છે. ખરેખર આ ગામના દરેક ઘરમાંથી લોકો ભારતીય સેનામાં છે. અને દેશની સેવા કરી રહ્યા છે.
મોટા ગામમાંથી છે એક
ઉત્તરપ્રદેશ અને બિહારની સીમા ઉપર આવેલા ગામ એશિયા મહા દેશના મોટા ગામ માંથી એક છે. ગાજીપુર શહેરથી લગભગ 40 કિ.મી દૂર ગહમરગામ લગભગ 8 વર્ગ મીલમાં ફેલાયેલું છે. આ ગામની આબાદી લગભગ એક લાખ છે.
શહેર જેવી છે સુવિધા
ભલે કહેવા માટે એક ગામ છે પરંતુ અહીં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. દરેક જગ્યાએ સ્મારક બનેલા છે. અને શહીદો ની મૂર્તિ છે. તથા અશોક સ્તંભ હજાર સૈનિક ની પ્રેરણાથી દેશભક્તિ નો સંચાર થતો રહે છે.
દેશભક્તિ માં ડૂબેલા રહે છે
ગામના પ્રધાન કિરણસિંહ અનુસાર આ ગામના લોકો દેશભક્તિ માને રીતે ડૂબેલા રહે છે. કે જાણે યુદ્ધ હોય અથવા કોઈ પ્રાકૃતિક તકલીફ અહીંની મહિલાઓ પણ પુરુષોને જવા માટે રોકતું નથી અને તેમને પ્રોત્સાહિત કરે છે. આ ગામમાં એવું કોઈ ઘર નથી જેમાં રહેતા લોકો સેના માં નથી.
ઘણા લોકો છે સેનામાં સામેલ
વર્તમાન સમયમાં આ ગામમાંથી લગભગ 10 હજારથી વધુ લોકો ભારતીય સેનામાં અલગ-અલગ પદ ઉપર પોતાની સેવા આપી રહ્યા છે. અને તેની સાથે જ લગભગ 5 હજાર લોકો ભૂતપૂર્વ સૈનિક છે. આ ગામના દરેક યુવાનો ની ઈચ્છા હોય છે. કે તે ભારતીય સેનામા પસંદગી પામે.
રેલવે સ્ટેશન બની જાય છે છાવણી
આ ગામમાં 10 હજારથી વધુ ફોજી રજાના સમયે આ ગામમાં આવે છે. ત્યારે રેલવે સ્ટેશન પર સૈનિક છાવણી જેવો માહોલ જોવા મળે છે.
લોકો બતાવી ચૂક્યા છે પરાક્રમ
આઝાદી પહેલાંથી જ આ ગામના સપૂત દેશની રક્ષા માટે પોતાના પ્રાણ આપી રહ્યા છે. અને આ ગામના લોકો પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ પોતાનું પરાક્રમ બતાવી ચૂક્યા છે. સ્વતંત્રતા પછી પણ બીજા યુદ્ધમાં અહીંથી રહેના સૈનિકો પોતાની માતૃભુમિની રક્ષા માટે વિદેશી આક્રમણકારીઓ થી પોતાના દેશની રક્ષા કરે છે.
છે દેશની સેવા કરવાની ઇચ્છા
આ ગામમાં પ્રવેશ કરતા જ અહીંના દરેક યુવકો અને યુવતીઓમાં દેશસેવાની ઈચ્છા જોવા મળે છે. સવારે અને સાંજના સમયે દરેક જગ્યાએ સેનામાં જવા માટે દરેક માપદંડો પર ખરા ઉતરવા માટે પોતાને તૈયાર કરતા યુવાઓની ટોળી ખૂબ જ સહજતાથી જોવા મળે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team