પાલક કોર્ન ચીઝ મોમોસ : મોમોસ માં લગાવો ઇન્ડિયન તડકા, ટ્રાય કરો પાલક કોર્ન ચીઝ મોમોસ

તમે મોમોજ તો ઘણી વાર ખાધા હશે. હવે મોમોજમાં સ્વાદ વધારવા માટે તડકો લગાવી પાલક કોર્ન ચીઝ મોમોજ ટ્રાય કરી શકો છો.

સામગ્રી :

  • મેંદો 1 કપ
  • મીઠુ સ્વાદપ્રમાણે
  • પાણી
  • ઓલિવ ઓઇલ – 1 ચમચી
  • પાલક 1 કપ
  • સ્વીટ કોર્ન 1/2 કપ
  • બારીક કાપેલું લસણ 3 કળી
  • મીઠુ સ્વાદપ્રમાણે
  • મરી 1/2 કપ
  • ચીલી ફ્લેક્સ 1/2 ચમચી

બનાવવાની પધ્ધતિ :

  • મેંદામાં મીઠુ મેળવો અને જરૂર મુજબ પાણીની મદદ થી લોટ બાંધી 2 કલાક માટે ઢાંકીને મૂકી દો.
  • પાલકને સરખી રીતે ધોઈ બારીક કટ કરી લો.
  • કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લસણની કાળીઓ નાંખો.
  • 2 થી 3 મિનિટ ચડવો.
  • હવે કઢાઈમાં પાલક અને કોર્ન નાંખો અને 5 થી 6 મિનિટ ચડવો.
  • મીઠુ, મરી પાઉડર અને ચીલી ફ્લેક્સ નાખી મેળવો અને ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો.
  • મોમોઝ સ્ટીમર અથવા ઈડલી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દો.
  • મેંદાના લોટની નાની નાની લોઈ કાપી તેને વણીને બનાવી દો. તેમાં એક એક ચમચી તૈયાર માવો મુકો.
  • તેના ઉપર થોડું કદ્દુકસ કરેલુ ચીઝ મૂકી મોંમો ને ઈચ્છા પ્રમાણે આકર આપો.
  • ભરેલા મોમો ને કપડાથી ઢાંકી દો જેથી મોમો સુકાઈ ના જાય.
  • મોમો સ્ટીમર પર હલકું તેલ લગાવો અને તેમાં મોમોને મૂકી 10 થી 15 મિનિટ સુધી ચડવો. ચટણી સાથે ગરમાગરમ પીરસો.

જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *