વાસુકી ટ્રેન : ભારતની સૌથી લાંબી માલગાડી જેની લંબાઈ 1 કે 2 કિલોમીટર નહીં પણ 3.5 km છે

Source: twitter

ભારતીય રેલવે ભારતની શાન સમાન છે. દરરોજ લાખો લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેન પહેલી પસંદ હોય છે. અહીં ક્યારેક શ્રમિકો માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવે છે તો ક્યારેક ચાર ટ્રેનને જોડીને બનાવેલી શેષનાગ ટ્રેન ચલાવવામાં આવે છે. એક સમયે એનાકોન્ડા નામથી ટ્રેન ચલાવવામાં આવી હતી જે 3 ટ્રેન ને જોડીને બનાવવામાં આવી હતી. હવે આ બંને પ્રકારની ટ્રેનને પાછળ છોડીને વાસુકી ટ્રેન ચલાવવામાં આવી છે.

Source: twitter

વાસુકી ટ્રેન ભારતની સૌથી લાંબી ટ્રેન હોવાનો રેકોર્ડ બનાવે છે. આ ટ્રેનમાં 295 ડબ્બા છે. આ એક માલગાડી છે જેમાં સામાનની આયાત અને નિકાસ થાય છે. આ ટ્રેનની લંબાઈ 3.5 km છે. આ ટ્રેન ને ચલાવવા માટે પાંચ એન્જિન જોડવામાં આવ્યા છે. આ ટ્રેન રાયપુર રેલ મંડલના ભિલાઈથી વિલાસપુર રેલ મંડલના કોરબા માટે ચાલે છે.

Source: twitter

વાસુકી ટ્રેનની દુનિયાની સૌથી લાંબી ટ્રેન માનવામાં આવી રહી છે. આ ટ્રેનને ચલાવવામાં કોઇપણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે એન્જિનને ઇલેક્ટ્રીક સિગ્નલ સાથે જોડવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એ પણ આ ટ્રેન વિશે ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે,

255 ડબ્બા અને પાંચ ઇન્જીન વાળી 3.5 km લાંબી વાસુકી ટ્રેનનું સંચાલન કરીને ભારતીય રેલવે નવો કીર્તિમાં સ્થાપિત કર્યો છે. ભારતીય રેલવે પોતાના ઓછા ખર્ચ, વધારે સુવિધા અને સુરક્ષાની દ્રષ્ટિએ સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનું પ્રાથમિક સાધન બનતું જાય છે.

મહત્વનું છે કે આ ટ્રેન સૌથી લાંબી હોવાના કારણે તેને ચલાવવા માટે રેલ્વે ટ્રેક પણ અલગ બનાવવામાં આવ્યા છે. વાસુકી માલગાડી માટેના ટ્રેકને ડેડીકેટેડ ફ્રન્ટ કોરિડોર નામ આપવામાં આવ્યું છે. કોરિડોર નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ કોરીડોર નું કામ છે કે દેશની એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ પ્રકારની રૂકાવટ વિના માલગાડીનું સંચાલન કરવું અને સામાન્ય બરાબર રીતે સમયસર પહોંચાડવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *