બેસનનો આ રીતે ઉપયોગ કરવાથી ડ્રાય સ્કિન હોય અથવા પિમ્પલ્સ દરેક બ્યુટી પ્રોબ્લેમ્સથી મળશે છૂટકારો

  • by

Image Source

બેસન ત્વચાની રક્ષા કરવા માટે ઉપયોગમાં લેવાતી સૌથી જૂની વસ્તુઓમાંથી એક છે. દરેક ઘરની રસોઈમાં આસાનીથી મળનારા વસ્તુ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓમાં બેસન નો લેપ કરવાથી આરામ મળી શકે છે. ત્વચા ઉપર બેસન લગાવવાથી કઈ ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે, અને ઘણી બધી ત્વચાની તકલીફમાં રાહત મેળવી શકાય છે. તેની જાણકારી આપણે મેળવીશું તથા તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે તે પણ જાણીશુ.

Image Source

ડલ સ્કિનની સમસ્યા

જ્યારે પણ ત્વચા ઉપર મૃત ત્વચા ના સેલ્સની પરત જમા થવા લાગે છે ત્યારે ત્વચાની રોનક ઓછી થવા લાગે છે અને તેનાથી ત્વચા કાળી, સખત અને જૂની દેખાવા લાગે છે. ત્યારે બેસન નો ઉપયોગ કરવાથી તમારી ત્વચાની ખોવાયેલી રોનક ફરી મેળવી શકાય છે. તેની માટે પાણી અથવા ગુલાબજળની સાથે બેસન મિક્સ કરો અને પસંદ અનુસાર તેમાં હળદર અને મુલતાની માટી પણ ઉમેરી શકો છો. ત્યારબાદ તેને તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવવો તથા ત્વચાની હલકા હાથથી માલિશ કરો. 10 15 મિનિટ સુધી તેને ત્વચા પર લગાવીને રહેવા દો, ત્યારબાદ ચહેરાને સાદા પાણીથી ધૂઓ.

Image Source

પિમ્પલ્સ

આ એક ત્વચાથી જોડાયેલી એવી સમસ્યા છે કે જેનાથી ઘણા બધા લોકો પરેશાન રહે છે. અને ત્વચા ઉપર જ્યારે પિમ્પલ્સ દેખાય છે ત્યારે લોકો અલગ-અલગ પ્રકારના લોશન અને ક્રીમનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ આમ કરવાની જગ્યાએ તમારે બેસન જેવી નેચરલ વસ્તુઓ નો ઉપયોગ કરવો જોઈએ. બેસનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ત્વચામાં છુપાયેલા બેક્ટેરિયાને સમાપ્ત કરી શકે છે અને પિમ્પલ્સ ની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.

Image Source

ત્વચાની ચીકણાહટ થાય છે ઓછી

જે લોકોને ત્વચા ચીકણી અને ડલ ત્વચાની સમસ્યા હોય છે. ત્યારે તેવી ત્વચા ઉપર પિમ્પલ્સ પણ વધુ થાય છે અને આ દરેક પ્રોબ્લેમ થી છુટકારો મેળવવા માટે બેસન અને દહીંનો લેપ લગાવી શકાય છે. આ બન્ને વસ્તુ ત્વચાને ચોખ્ખી કરવા માટે તથા તેને મુલાયમ બનાવવા નું કામ કરે છે, તેની સાથે જ ત્વચા માં વધારે પડતું તેલ બનવાના કારણે થતી ચીકણાહટ પણ ઓછી થાય છે.

Image Source

ત્વચાની ડ્રાયનેસ થાય છે ઓછી

વાતાવરણમાં બદલાવ આવવા ના કારણે ત્વચાનું ટેક્સચર બદલાવા લાગે છે, અને ત્વચા પણ રૂક્ષ થઈ જાય છે. ત્વચાની ડ્રાયનેસ ને ઓછી કરવા માટે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે. બેસન ત્વચાને નેચરલ રીતે મુલાયમતા પ્રદાન કરે છે અને ત્વચાને સ્વસ્થ તથા હેલ્ધી બનાવે છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *