અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ માં લાગતા લંગર વિશે જાણો અનોખા તથ્ય 


અમૃતસર ગોલ્ડન ટેમ્પલ માં થતા લંગર દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આવો જાણીએ તેનાથી જોડાયેલી અમુક રોચક વાતો.
શીખ ધર્મના પહેલા ગુરુ હતા ગુરુ નાનકજી. તેમના જન્મદિવસ ઉપર સંપૂર્ણ દેશમાં ગુરુ પર્વનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે ૧૯ નવેમ્બરે આ તહેવાર મનાવવામાં આવશે. આ દિવસે લોકો ગુરુદ્વારા માથુ ટેકવા માટે જરૂરથી જાય છે. તમને જણાવી દઈએ કે ભારતમાં એવા ઘણા બધા પ્રસિદ્ધ ગુરુદ્વારા જ્યાં લોકો દૂર-દૂરથી જાય છે પરંતુ એમાં અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ખૂબ જ પ્રસિદ્ધ છે ગોલ્ડન ટેમ્પલ ખૂબ જ ભવ્ય છે અને તેની સાથે જ અહીં હજારો લોકોના લંગરનું પણ આયોજન કરવામાં આવે છે.

ગોલ્ડન ટેમ્પલ માં ઉપસ્થિત સામુદાયિક રસોઈઘર દુનિયાના સૌથી મોટા રસોઈ ઘરોમાંથી એક છે. ગોલ્ડન ટેમ્પલમાં થતાં લંગર ને ગુરુ નું લંગર પણ કહેવામાં આવે છે. શીખ ધર્મના ઉપદેશના આધાર ઉપર ગુરુદ્વારામાં દરેક તરફથી પ્રવેશ દ્વાર છે. જે એ વાતને દર્શાવે છે કે અહીં જાતિ, રંગ, ધર્મ,અથવા કોઈપણ લિંગના વ્યક્તિની ચિંતા કર્યા વગર દરેક વ્યક્તિનુ સ્વાગત કરવામાં આવે છે. અહીં કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવતો નથી.

અને દરેક વ્યક્તિ સાથે એક સરખો જ વ્યવહાર કરવામાં આવે છે અને તેમની હૃદય પૂર્વક સેવા કરવામાં આવે છે. ગોલ્ડન ટેમ્પલનું લંગર હંમેશા સ્વાદિષ્ટ અને પેટ ભરાઈ જાય તેવું ભોજન કરાવે છે. અહીંના લોકોની સેવામાં ત્યાંના સ્વયંસેવકો હંમેશા ઉપસ્થિત રહે છે. લોકોને ભોજન આપવા સિવાય તે રસોડાથી જોડાયેલા દરેક કામ ખૂબ જ મનથી કરે છે. ગોલ્ડન ટેમ્પલ માં થતા લંગર થી જોડાયેલી ઘણી બધી એવી રોચક વાતો છે જે તમારે જરૂરથી જાણવી જોઈએ.


કોઈની પણ સાથે થતો નથી ભેદભાવ
ગુરુદ્વારામાં દરેક વ્યક્તિ સાથે એક સરખો અને સમાન વ્યવહાર કરવામાં આવે છે કહેવામાં આવે છે કે એક સામાન્ય દિવસમાં ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ થી વધુ લોકો ગોલ્ડન ટેમ્પલ માંથી લંગર ખાવા માટે આવે છે.પરંતુ ધાર્મિક સમારોહ દરમિયાન આ સંખ્યા વધી પણ શકે છે. ધાર્મિક સમારોહમાં અહીં એક લાખથી વધુ લોકો લંગર ખાવા માટે આવે છે.

અહીં પીરસવામાં આવતું ભોજન સંપૂર્ણ રીતે સાદુ અને શાકાહારી હોય છે. તથા એટલું જ નહીં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. ગોલ્ડન ટેમ્પલ માં બે સામુદાયિક હોલ છે જ્યાં દરેક ફર્શ ઉપર બેસીને લંગર ખાવામાં આવે છે. સ્વયંસેવક હોલમાં ઉપસ્થિત દરેક લોકોને ભોજન પીરસી રહ્યા બાદ મોટેથી બૂમ પાડે છે ‘જો બોલે સો નિહાલ’ અને ત્યારબાદ લોકો બોલે છે કે ‘સત શ્રી અકાલ’ આ બોલ્યા બાદ લોકો ભોજન કરવાનું શરૂ કરે છે.


300 થી વધુ સેવાદાર હોય છે ઉપસ્થિત
ગોલ્ડન ટેમ્પલ માં થતા લંગરમાં મોટી સંખ્યામાં લોકો ભોજન કરે છે. લોકો સુધી ભોજન પહોચાડવામાં ખુબ જ મોટા ટ્રક ની જરૂર હોય છે લગભગ 300 સેવાદાર સિવાય ગોલ્ડન ટેમ્પલ માં સેંકડો અન્ય સ્વયંસેવક પણ હોય છે જે દરેક રાઉન્ડ પછી ભોજન બનાવવું પીરસવું અને વાસણ ધોવાનું કામ કરે છે, વાસણને ધોવા આ સિવાય ખાવા બનાવવામાં પણ તે ખાસ હાઈજીન નું ધ્યાન રાખે છે.ત્યાં જ તે સ્વયં સેવકો ગોલ્ડન ટેમ્પલ માં અમુક કલાક માટે કામ કરે છે અને અમુક લોકો સેવા કરવા માટે ઘણા દિવસો સુધી જાગતા પણ રહે છે.


મફતમાં મળે છે હજારો લોકોનું ભોજન
મોટી સંખ્યામાં લંગર ખાતા લોકો અહીં દાન પણ એટલું જ કરે છે. ગુરુદ્વારા પ્રાપ્ત કરેલા ડોનેશનના આધાર ઉપર ચલાવવામાં આવે છે. અહીં આવતા લોકો પ્રસાદ ના સ્વરૂપમાં લંગર ખવડાવવામાં આવે છે. ડોનેશન ના સ્વરૂપ માં કેટલાક રૂપિયા અથવા બીજી બધી રીત પણ અજમાવે છે. ખાસ કરીને ગોલ્ડન ટેમ્પલમાં લંગર દરેકના હાથનું બનેલું હોય છે.

પરંતુ ગુરુદ્વારામાં એક ઓટોમેટીક રોટલી બનાવવાનું મશીન પણ છે. જેમાં દર કલાકે 25000 રોટલી બનાવી શકાય છે અને તેના આધાર પર એક જ કલાકમાં વધુમાં વધુ રોટલી લોકો સુધી ઉપલબ્ધ કરાવી શકાય છે.અને ત્યાજ આ ભોજન કરવા માટે લોકો પાસેથી કોઈપણ પ્રકારના પૈસા નો ચાર્જ લેવામાં આવતો નથી. જે સંપૂર્ણ રીતે મફત હોય છે.આ લંગર દરેક વ્યક્તિઓ માટે હોય છે અને કોઈ પણ વ્યક્તિ અહીં આવીને ફ્રીમાં ભોજન કરી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *