રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનનો મોટો દાવો, પુતિનના 800 સૈનિકો માર્યા છે

  • by

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે આ લડાઈમાં તેઓએ 800 રશિયન સૈનિકોને માર્યા છે.

Image Source

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેન નો દાવો છે કે તેમની સેના એ દુશ્મન દેશ રશિયાના લગભગ 8000 સૈનિકો માર્યા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય ડેપ્યુટી મિનિસ્ટર હેન્ના મલયારે દાવો કર્યો કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં યુક્રેને રશિયાના લગભગ 800 જેટલા સૈનિકો માર્યા છે. સાત રશિયન વિમાનો તોડવામાં આવ્યા છે. રશિયાના 6 હેલિકોપ્ટર અને 30 ટેન્ક નાશ પામ્યા છે. યુક્રેને યુદ્ધમાં ઉપયોગ થતા 130 BBM મશીન પણ નાશ કરવાનો દાવો કર્યો છે.

આ પહેલા શુક્રવારે યુક્રેનિયન આર્મીના કમાન્ડર ઇન ચીફ વેલેરી ઝાલુઝનીએ દાવો કર્યો છે કે રશિયાના 25 સૈનિકોએ યુક્રેનની સેના સામે સરેન્ડર કર્યું છે. તેણે કહ્યું કે યુક્રેનની સેના ખેરસોનને બચાવવા માટે લડી રહી છે. ઉત્તર યુક્રેનના ગ્લુખોવ અને પોબેડાના વિસ્તારોમાં યુદ્ધ ચાલુ છે. અહીં રશિયન સેનાને રોકી દેવાય છે.

આ ઉપરાંત ચેરનીગોવ ની દિશામાં રશિયાની સેનાને બેલૌસ નદીના કિનારે યુક્રેનની સેનાને રોકી રાખી છે. આ સિવાય યુક્રેનની સેના ડોવઝાંકા, ખાર્કિવ, અખ્તિરકા અને સુમી વિસ્તારોની સુરક્ષા કરી રહી છે.

Image Source

રશિયાનો દાવો – અમારી સેના કિવ પર કબજો કરવાની ખૂબ જ નજીક છે

બંને દેશો વચ્ચે અત્યાર સુધી લડવામાં આવેલા યુદ્ધ વચ્ચે ઘણી દર્દનાક તસવીરો સામે આવી છે. તેમાં જોવા મળે છે કે રશિયાના હવાઈ હુમલાથી યુક્રેનમાં ઘણા ઘરો તબાહ થઈ ગયા છે. યુક્રેનના શહેરોમાં અફરા તફરીનું વાતાવરણ સર્જાયું છે. જણાવી દઈએ કે યુક્રેનની રાજધાની કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર પણ બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

રશિયાનો દાવો છે કે યુક્રેનની સેના કિવને કબજે કરવાની ખૂબ નજીક છે. યુક્રેને પણ રશિયાના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કરવાની વાત સ્વીકારી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર, માઈખાઈલો પોડોલિકે ગુરુવારે જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. પોડોલિકે કહ્યું હતું કે ચેર્નોબિલ પર રશિયાનો કબજો યુરોપના દેશો માટે મોટો ખતરો છે.

Image Source

બાઈડેનની રશિયાને ધમકી – પરિણામ ભોગવવા તૈયાર રહો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા-યુક્રેનના યુદ્ધને યુક્રેન પર રશિયાનો પૂર્વ આયોજિત હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પુતિન ઇચ્છતા તો શાંતિનો માર્ગ પસંદ કરી શક્યા હોત, પરંતુ તેમણે યુદ્ધ પસંદ કર્યું. હવે રશિયાને તેનું પરિણામ ભોગવવું પડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *