કોરોના કાળમાં હળદરનું સેવન કરવાની સલાહ દરેક વિશેષજ્ઞ આપી રહ્યા હતા અને ખાસ કરીને હળદર વાળું દૂધ પીવા માટે ખુબ જ ભાર આપવામાં આવ્યો છે. ખરેખર તો હળદરમાં ઉપસ્થિત કરક્યુમિન તત્વ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનને ઓછું કરવાનું કામ કરે છે. હળદર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને હવે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે એવામાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તો મારે હળદરનું સેવન જરૂરથી કરવું જોઈએ. હળદર જેટલી ફાયદાકારક છે તેની જડ પણ તેટલી જ લાભદાયક હોય છે. તમે રોકવાથી કારક શક્તિને મજબૂત બનાવી રાખવા માટે હળદરની જડ થી બનેલ હર્બલ ચાનું સેવન કરી શકો છો.
રોગ પ્રતિકારક શક્તિ વધારે હળદરના જડ ની ચા
એક પેનમાં દોઢ કપ પાણી નાખો અને તેમાં થોડી હળદર ની જડ મસળીને તેમાં નાખો. તમે સ્વાદ વધારવા માટે ખાંડની જગ્યાએ મધનો ઉમેરો. થોડા કાળા મરી પાવડર પણ નાખી શકો છો અને તેને થોડીવાર માટે ઊકળવા દો, જ્યારે ઉકળીને પાણી અડધું થઈ જાય ત્યારે તેને કપમાં ગાળો અને તેનું ગરમ-ગરમ સેવન કરો.
હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ
હળદર એક ખૂબ જ સ્વસ્થ મસાલો છે. જે દરેક ઘરમાં જોવા મળે છે. હળદરથી ભોજનમાં રંગની સાથે સાથે સ્વાદ પણ આવે છે અને હળદર ઘણા બધા રોગોથી આપણા શરીરની રક્ષા કરે છે. આયુર્વેદમાં હળદરનો ઉપયોગ ઘણાબધા રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. ખાંસીમાં પણ હળદર પાણી અથવા હળદરવાળું ગરમ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. હળદર ની તાસીર ગરમ હોય છે તેથી કફ માં આરામ મળે છે. તેનું સેવન કરવાથી ચહેરા પર ફોલ્લી, ઘા વગેરે જલદી સુકાઈ જાય છે. ગળામાં ખરાશ હોય અથવા તો ઉધરસ થાય ત્યારે હળદરનું સેવન કરવાથી ખાંસીમાં સુધારો આવે છે.
જો તમને પેટમાં દુખાવો થાય છે તો અડધી ચમચી હળદર ને પાણીમાં નાખીને ઉકાળો. તમે તેમાં ગોળ નાખી શકો છો. તેને પીવાથી પેટમાં દુખાવો દૂર થઇ શકે છે. જો તમને કબજિયાતના કારણે બાવાસીર ની તકલીફ થઈ જાય ત્યારે હળદર પાવડર માં સરસવ તેલ ઉમેરીને બાવાસીર માં થતા મસા ઉપર લગાવવાથી રાહત મળે છે.
તમે આ રીતે હળદરનો અને તેની જડનો ઉપયોગ કરીને અલગ અલગ બીમારીને મટાડી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team