ચહેરાને ચમકીલો અને ગોરો બનાવવા માટે અજમાવો આ ફેસપેક, જે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવેલો છે

  • by

Image Source

ઘણીવાર ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ સુંદર અને આકર્ષક ચહેરો મેળવવા માટે મોટા વાયદાઓ આપે છે, પરંતુ જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે તેનું પરિણામ મેળવી શકતા નથી. જેના કારણે માત્ર નિરાશા જ મળે છે, જેના લીધે મન કોઈ પર વિશ્વાસ કરી શકતું નથી. આજકાલ દરેક વ્યક્તિને એક ચમકતો ચહેરો મેળવવાનું સપનું હોય છે, પછી તે છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ પોતાના ચહેરાની સુંદરતા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવે છે.

પરંતુ એ વાત પણ એકદમ સાચી છે કે છોકરીઓ પોતાના ચહેરા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. અને તેથી જ તે ન જાણે કેટલાય પ્રકારની બ્યુટી ટિપ્સ, તમામ પ્રકારના ફેસ પેક, બ્યુટી ક્રિમ, ટોનર, મેકઅપ અને ન જાણે એવું કેટલુંય, આટલું જ નહીં છોકરીઓ પોતાના ચહેરાની ચમક મેળવવા માટે અઠવાડિયામાં 3 થી 4 વખત બ્યુટી પાર્લરમાં પણ જાય છે. આ સાથે જ ઘણી છોકરીઓ પોતાની સુંદરતા વધારવા માટે ઘરેલું ઉપચાર પણ કરે છે અને તેમાં ઘણો સમય પણ લાગે છે, તેમ છતાં તેને બહુ સારું પરિણામ નથી મળતું.

એટલા માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો એકવાર ઉપયોગ કર્યા પછી, તમે અન્ય તમામ બ્યુટી પ્રોડક્ટ્સ ભૂલી જશો અને તે તમને તમારા ઘરમાં સરળતાથી મળી જશે.

અમે તમને ઘરેલુ રીતે ફેસ પેક કેવી રીતે બનાવવો તેના વિશે જણાવવા જઈ જે તમે તમારા ઘરે જ બનાવી શકો છો.આ ફેસ પેક બનાવવા માટે તમારે ફક્ત ત્રણ વસ્તુઓની જરૂર પડશે.

જેમાં લીંબુ, ખાંડ અને એલોવેરા. તમને જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન સી મળી આવે છે અને સાઇટ્રિક એસિડ પણ મળી આવે છે જે ચહેરા પર ચમક લાવવામાં મદદ કરે છે. એલોવેરાને તો સુંદરતાનો ભંડાર કહેવામાં આવે છે અને તેમાં એવા અનેક પ્રાકૃતિક ગુણો પણ જોવા મળે છે, જે તમારા ચહેરા પરથી ખીલ દૂર કરે છે અને ચહેરાને ડાઘ રહિત અને ગોરો બનાવે છે. ખાંડમાં આવા ઘણા ગુણો જોવા મળે છે અને સાથે જ ખાંડ કુદરતી સ્ક્રબ તરીકે પણ કામ કરે છે, તેનાથી ચહેરા પર જામેલા મૃત કોષો દૂર થાય છે અને સાથે સાથે કાળાશ પણ દૂર થાય છે.

Image Source

ફેસપેક બનાવવાની રીત

આ પેક બનાવવા માટે સૌથી પહેલા તમારે એલોવેરા લેવાનું છે જે બજારમાં સરળતાથી મળી રહે છે અને જો ઘરે એલોવેરાનો છોડ હોય ત્યારે તો વધુ સારું છે, તમારે તેનું એક પાન તોડવાનું છે અને તેની ઉપરની છાલ કાઢીને તેની અંદરથી જેલ કાઢવાનું છે. તે પછી એલોવેરા જેલ પર લીંબુના થોડા ટીપાં નાખો અને પછી તેના પર ખાંડ નાખો. હવે એ જ એલોવેરાથી તમારા ચહેરાને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી મસાજ કરો. ત્યાર બાદ 15-20 મિનિટ સુધી આ ફેસપેક ને લગાવેલું રહેવા દો અને જ્યારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમારે આ ઉપાય અઠવાડિયામાં 3 થી 4 વખત કરવાનો છે, જેથી તમને સારું પરિણામ મળશે જે તમે જાતે જ જોઈ શકશો.

આ ઉપાય સંપૂર્ણપણે પ્રાકૃતિક વસ્તુઓ ઉમેરીને બનાવેલો છે, તેથી જ તમે એકવાર ચોક્કસ અજમાવી જુઓ, તે ચોક્કસપણે તમારા ચહેરા પર ચમકશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *