કપાળ ઉપર ઉઠીને આવતા ઝીણા ઝીણા દાણાને સમાપ્ત કરે છે આ ઘરેલૂ ઉપાય, આજે જ અપનાવો અને જુઓ તેની અસર

  • by

કપાળ ઉપર ઘણા બધા કારણોથી દાણા ઉપસી શકે છે. અને સફાઈનું ધ્યાન ન રાખવાથી તથા શરીરમાં હોર્મોન્સમાં બદલાવ થવાથી અને તણાવ લેવાના કારણે માથા ઉપર ઝીણા ઝીણા દાણા ઉઠી જાય છે. કપાળ ઉપર થતા આ દાણા ત્વચાની ઉપરના પડની બિલકુલ નીચે હોય છે. જે તેમાં બ્લોક થઈ જાય છે અને તે ઉપસેલા દેખાય છે. તે ચહેરા ઉપર ખરાબ અને અનાકર્ષક દેખાય છે. જેના કારણે લોકો ખૂબ જ જલ્દી તેનાથી છુટકારો મેળવવા માંગે છે. પરંતુ તેનો કોઇ જ અસરદાર ઉપાયની તેમને જાણકારી હોતી નથી. જો તમે પણ આ દાણા થી ખૂબ જ પરેશાન છો તો આ ઘરેલૂ ઉપાય દ્વારા તેમાંથી તમે છુટકારો મેળવી શકો છો.

તમે કપાળ ઉપર એલોવેરા નુ તેલ લગાવી શકો છો તેનાથી ફાયદો થાય છે. ટી ટ્રી ઓઇલ ના અમુક ટીપા પાણીમાં ઉમેરો અને રુની મદદથી કપાળ ઉપર લગાવવો.

Image Source

લીંબુના રસના અમુક ટીપા કપાળ ઉપર તે દાણા ઉપર લગાવો અને પાંચ મિનિટ રાખ્યા બાદ તેને ધુઓ, તેનાથી થોડી બળતરા થશે પરંતુ તે દાણાથી છુટકારો મળશે.

Image Source

તરબૂચના ટુકડા ને રાત્રે સુતા પહેલા કપાળ ઉપર ઘસો અને સવારે ઊઠીને પાણીથી ધુઓ તેનાથી તમારા દાણા દૂર થઈ જશે અને ત્વચા પણ ખૂબ જ મુલાયમ થશે.

ચણાના લોટ અને બદામના પાવડરની બરાબર માત્રામાં લઈને તેમાં એક ચપટી હળદર ઉમેરો, અને પાણી નાખીને એક પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ આ પેસ્ટને 15 મિનિટ તમારા કપાળ ઉપર લગાવીને રહેવા દો, ત્યારબાદ તેને ધુઓ. આ ઉપાય કરવાથી કપાળના દાણા ઓછા થઇ જશે.

એલોવેરા જેલ માં અમુક ટીપા ટી ટ્રી ઓઇલ નાખી કપાળ ઉપર દરરોજ રાત્રે લગાવવાથી તે દાણાં દૂર થઈ જાય છે. તેને પંદરથી વીસ મિનિટ સુધી લગાવી રાખી ને ધોઈ લેવું. દરરોજ ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જ્યાં સુધી તમારા કપાળના દાણા સમાપ્ત ન થઈ જાય.

Image Source

ચહેરાને સ્ક્રબની મદદથી અઠવાડિયામાં એક વખત એક્સ્ફોલિએટ કરો. તમે કોફીથી પણ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : આ દરેક સામગ્રી માત્ર જાણકારી પ્રદાન કરવા માટે છે તે કોઈપણ પ્રકારના ચિકિત્સાનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા વિશેષજ્ઞ અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *