ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે સારી ગુણવત્તાનું દૂધ લેવા છતાં તેમાં મલાઈ જાડી જામતી નથી. જ્યારે કેટલાક ઘરમાં એક લીટર દૂધમાંથી પણ સારી એવી મલાઈ ઉતરે છે અને દર અઠવાડિયે ઘી પણ બને છે. ઘી સારું બને તે માટે ઘણી વખત લોકો ફુલ ક્રીમ મિલ્ક પણ લેતા હોય છે પરંતુ તેમ છતાં દૂધ પર જામતી મલાઈ પાતળી હોય છે.
દૂધ ઉપર જાડી મલાઈ જામે તે માટે તમે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચાર વર્ષોથી આપણા દાદીનાની અજમાવતા આવ્યા છે અને દૂધમાંથી જાડી મલાઈ ઉતારતા આવ્યા છે. આજે તમને આવી જ કેટલીક ટ્રિક્સ વિશે જણાવીએ. જેને ફોલો કરીને તમે પણ ઘરે જાડી મલાઈ ઉતારી શકો છો.
દૂધમાંથી મલાઈ જાડી નીકળે તે માટે કેટલીક વસ્તુઓ ખૂબ જ મહત્વની હોય છે. કેમ કે દૂધની ગુણવત્તા, દૂધને ઉકાળવાની રીત અને તેને સ્ટોર કરવાના વાસણની પસંદગી.
1. જો તમે જાડી મલાઈ ઈચ્છો છો તો તમારે એવું દૂધ લેવું પડશે જેમાં ફેટ વધારે હોય. ટોંડ મિલ્ક કે ગાયના દૂધ ને બદલે ફુલ ક્રીમ મિલ્ક લેશો તો મલાઈ જાડી ઉતરશે.
2. મોટાભાગના લોકો દૂધ ઠંડુ હોય ત્યારે જ તેને સીધો જ ઉકાળવા મૂકી દે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવાથી દૂધમાં સારી મલાઈ જામતી નથી. તેના માટે ફ્રીજમાંથી કાઢીને દૂધને 20 મિનિટ માટે સામાન્ય તાપમાન પર રહેવા દેવું પછી જ તેને ઉકાળવા મૂકવું.
3. જ્યારે પણ તમે દૂધ ઉકાળો તો દૂધ ઉકળી ગયા પછી તેને ઢાંકીને રાખી દેવું જોઈએ. શરૂઆતમાં જાળીવાળા ઢાંકણાથી દૂધને ઢાંકવું જ્યારે દૂધ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય પછી તેને સાદી પ્લેટથી ઢાંકી શકાય છે. આ રીતે રાત્રે દૂધ રાખી દેવાથી સવારે તેના પર મલાઈ જાડી જામશે.
4. ગેસ પર મૂકેલું દૂધ એકવાર ઉકળવા લાગે એટલે ગેસની આંચ ધીમી કરી દેવી. ત્યારબાદ ચમચી વડે તેને થોડીવાર માટે સતત હલાવતા રહેવું. પાંચ મિનિટ પછી જ્યારે દૂધ ઉપર બબલ્સ બનવા લાગે તો ગેસ બંધ કરી દેવો. ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર દૂધ આવે પછી તેને ફ્રિજમાં રાખી દેવું. આ રીતે તમે દૂધ ઉકાળશો તો દૂધ ઉપર જાડી મલાઈ જામશે.
5. જ્યારે દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો પછી તેને માટીના વાસણમાં કાઢી લેવું. માટીના વાસણમાં દૂધને ઠંડુ કરીને રાખવાથી દૂધ જાડું થાય છે અને મલાઈ પણ સારી જામે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team