ઓછા ખર્ચે સુંદર અને સસ્તું ઘર કેવી રીતે બનાવવું!!! તે માટેની કેટલીક ટિપ્સ જાણીએ

ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક છે. આજકાલ ઘર બનાવવું ઘણું મોંઘું થઈ ગયું છે, પરંતુ એટલું મોંઘું પણ નહી જેટલું લોકોએ તેને બનાવી દીધું છે. જો આયોજનબદ્ધ રીતે ઘરનું નિર્માણ કરવામાં આવે તો ઓછા બજેટમાં પણ ઘર બનાવી શકાય છે. આમ કરવાથી લગભગ 10 થી 15 ટકા પૈસા આપણે બચાવી શકીએ છીએ. ઘણીવાર લોકો જમીન ખરીદી અને મકાન બાંધવાનો કોન્ટ્રાક્ટ આપી દે છે. આવી સ્થિતિમાં, ખર્ચ વધુ આવે છે અને તેની ગુણવત્તાની પણ ગેરંટી નથી રહેતી. એટલા માટે ઘર બનાવતા પહેલા પ્લાનિંગ કરવું જરૂરી છે. ચાલો જાણીએ કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિશે જે ઓછા ખર્ચે ઘર બનાવવામાં ઉપયોગી થશે.

Image Source

ખર્ચાને ઓછો કેવી રીતે કરવો??

જો તમારે ઘર બનાવવાનો ખર્ચો ઓછો કરવો હોય તો તમે કોઈ સારા સિવિલ એન્જિનિયર પાસે સૌથી પહેલા ઘરનો નકશો બનાવો અને ઘરના ખર્ચાની વિગતો લો. તેનાથી તમને ખબર પડશે કે તમારા ઘરમાં કેટલો કાચો માલ વપરાવાનો છે. આ સ્થિતિમાં, જો તમે બધી સામગ્રી એક સાથે લઈ લો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળશે.

Image Source

આર્કિટેક્ટ/સિવિલ એન્જિનિયરની સલાહ લો

જ્યારે પણ લોકો નકશા બનાવ્યા વગર કે કોઈ પ્લાન કર્યા વગર મિસ્ત્રીના ભરોસે મકાન બનાવે છે ત્યારે ઘણી વખત એવું નિર્માણ થઈ જાય છે કે પછી તેને તોડીને રિપેર કરવું પડે છે. આવી સ્થિતિમાં, તમારા બીજીવાર ખર્ચાઓ થાય છે. જ્યારે તમે કોઈ સારા આર્કિટેક્ટ અથવા સિવિલ એન્જિનિયર દ્વારા ઘરનું નિર્માણ કરાવો છો, તો તમે કલ્પના કરી શકો છો કે ઘર કેવું દેખાશે અને બિનજરૂરી તોડ ફોડ નો ખર્ચ પણ બચાવી શકાય છે.

Image Source

બાંધકામ પછી ફેરફાર ન કરવો

આપણે લોકો આપણા ઘરનો નકશો તૈયાર કરાવી લઈએ છીએ અને તેના દ્વારા નિર્માણ કાર્ય પણ કરાવીએ છીએ, પરંતુ મન બદલીને આપણે બાથરૂમ, બેડરૂમ અને રસોડામાં ફેરફાર કરીએ છીએ, જેના કારણે ખર્ચ વધુ વધી જાય છે. તેનાથી બચવા માટે આપણે ઘરના નકશાનું 3D મોડલ અથવા 3D નકશો બનાવી લેવો જોઈએ જેથી કરીને આપણે આપણા ઘરનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકીએ.

Image Source

ઓછી દિવાલોનો ઉપયોગ કરવો

ઘર બનાવતી વખતે યાદ રાખવું કે જેટલી દીવાલો ઓછી હશે તેટલું સારું રહેશે. આ સાથે તે પણ યાદ રાખો કે ઘરની અંદરની દીવાલોની જાડાઈ બહારની દીવાલો કરતા ઓછી હોવી જોઈએ, જેના કારણે ઘરને સ્પેશિયલ લુક મળવાની સાથે પૈસાની પણ બચત થશે.

Image Source

વર્ગકાર મકાનનું નિર્માણ કરવું

જો તમે તમારું ઘર ઓછા બજેટમાં બનાવવા માંગો છો તો ઘરને વર્ગાકાર બનાવવું જોઈએ. ઘર નિર્માણ કરનારાઓના મતે વર્ગાંકાર ડિઝાઈનમાં ઘર બનાવવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને આપણા બજેટમાં જ ઘર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ શકે છે.

Image Source

અન્ય ધ્યાન આપવા જેવી બાબતો

ફ્લાય એશ ઈંટનો ઉપયોગ કરો,વતેની કિંમત બજારમાં 6-7 રૂપિયા છે. આ ઈંટનો ઉપયોગ કરવાથી વધારે કામદારની જરૂર પડતી નથી અને વધુ મોર્ટારની પણ જરૂર પડતી નથી, આ રીતે પૈસાની બચત થાય છે. આ ઈંટ પર પ્લાસ્ટર કરવાની જરૂર પડતી નથી, તમે ડાયરેક્ટ પીઓપી કરી શકો છો.

  • RCC ફ્રેમનો ઉપયોગ કરી શકો છો.
  • માર્બલનો ઉપયોગ ઓછો કરો.
  • શૌચાલય અને બાથરૂમ એકસાથે બનાવો.
  • તૈયાર RCC સેપ્ટિક ટાંકીનો ઉપયોગ કરો. આ મજૂરી ખર્ચ બચશે.
  • ઇલેક્ટ્રિક પોઈન્ટ ઓછા બનાવો
  • જો બાલ્કનીની જરૂર ન હોય તો ન બનાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *