શિયાળાની સ્પેશિયલ રેસીપી તલ અને મગફળીના સ્વાદિષ્ટ લાડુ વિશે જાણો


તલ અને શેકેલી મગફળીને પીસીને બનાવેલ તલ અને મગફળીના સ્વાદિષ્ટ લાડુ. તલ અને મગફળીની તાસીર ગરમ હોય છે જેની શિયાળામાં ખૂબ જરૂર હોય છે. શિયાળાની ઋતુમાં તલ અને મગફળી ઇમ્યુનીટીને વધારે છે જે ઠંડીથી બચવામાં ઘણી મદદરૂપ થાય છે. તો આ ઠંડીમાં ઘરે જ બનાવો. તલના લાડુ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ ઘણા ઉતમ છે.

જરૂરી સામગ્રી
સફેદ તલ – 1 કપ ( 150 ગ્રામ) |  મગફળી – 1 કપ ( 175 ગ્રામ ) | બદામ – 1/2 કપ ( 80 ગ્રામ ) | ઘી – 1/2 કપ ( 100 ગ્રામ ) | ખાંડ – 2 કપ ( 280 ગ્રામ ) | એલચી – 1 નાની ચમચી

બનાવવાની રીતઃ
તલ અને મગફળીના લાડુ બનાવવા માટે એક વાસણમાં 1 કપ સફેદ તલ નાખીને હલાવીને ધીમા તાપે આછા ભૂરા થવા સુધી શેકી લો. હવે એક કપ મગફળીના શેકેલા દાણા લઈને તેને મિક્સરમાં નાખી જીણું પીસી લો.

આ રીતે 1/2 કપ બદામ લઈને તેને પણ જીણું પીસી લો અને અલગ વાસણમાં કાઢી લો. હવે શેકેલ તલમાંથી થોડા તલ કાઢીને તે તલને પણ જીણા પીસી એક વાસણમાં કાઢી લો.

હવે એક વાસણમાં 1/2 કપ ઘી નાખી ગરમ કરી લો. ઘી ઓગળી જવા પર તેમાં બદામ પાવડર નાખી હલાવી હળવા ભુરા થવા સુધી ધીમા તાપે શેકી લો. બદામનો પાવડર હળવો શેકાય જવા પર તેમાં મગફળીનો પાવડર નાખી હલાવતા શેકી લો. મગફળી સરખી રીતે શેકાઈ જવા પર તાપને બંધ કરીને મિશ્રણને એક મોટા વાસણમાં કાઢી લો.

હવે આ મિશ્રણમાં તલનો પાવડર નાખીને ઉમેરી લો. બધી વસ્તુઓને હળવી ઠંડી થઇ જવા પર તેમાં 2 કપ ખાંડ અને એક નાની ચમચી એલચી નાખી સરખી રીતે મિક્સ કરો. ખાંડ સરખી રીતે ભળી ગયા પછી આ મિશ્રણમાં 2 મોટી ચમચી તાજી મલાઈ નાખી હાથથી સરખી રીતે ઉમેરી લો. મલાઈ સરખી રીતે મિક્સ થયા પછી લાડુનું મિશ્રણ બનીને તૈયાર છે.

લાડુ બનાવવા માટે થોડા લાડુના મિશ્રણને લઈને બંને હાથ વડે દબાવીને એક ગોળ આકાર આપી લાડુ બનાવી લો. લાડુનો આકાર ગોળ થઈ જવા પર લાડુને આખા શેકેલા તલમાં રગદોળી બંને હાથથી ફરી એકવાર દબાવીને ગોળ આકાર આપી દો.

તલ અને મગફળી ના લાડુ બનીને તૈયાર છે. આ રીતે બધા લાડુ બનાવીને તૈયાર કરી લો. આ મિશ્રણમાથી 30 લાડુ બનીને તૈયાર થયા છે. તમે આ લાડુને કોઈપણ કાંચની બરણીમાં રાખી 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

સલાહ:
બુરા ને બદલે તમે પીસેલ ખાંડ ચાળીને પણ ઉપયોગમાં લઇ શકો છો. મલાઈના બદલે તમે 2 ચમચી દૂધનો પણ ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *