પનીરની ઘણા પ્રકારની વાનગી બનાવી શકાય છે. થ્રેડ પનીર બોલ્સ તેનો ટેસ્ટ પણ દરેક પ્રકારની રેસિપી નો ટેસ્ટ વધારે છે. આજે અમે તમને પનીર માંથી બનતી એક નવા પ્રકારની રેસિપી જણાવી રહ્યા છીએ. જે બનવામાં પણ સરળ છે અને અને ટેસ્ટમાં પણ ખૂબ સારી લાગે છે. આ એક પ્રકાર નો નાસ્તો છે. જે તમે ગમે તે સમયે બનાવી શકો છો. જેને તમે તમારા પરિવારના સભ્યો અને મહેમાનોની બનાવીને ખવડાવી શકો છો જે તેમને ખૂબ જ પસંદ આવશે.
થ્રેડ પનીર બોલ્સ બનાવવા માટેની જરૂરી સામગ્રી
લોટ માટેની જરૂરી સામગ્રી
મેંદો -1 કપ | તેલ – 1 ચમચી | મીઠું – સ્વાદ મુજબ | પાણી – જરૂરિયાત મુજબ
મેરીનેશન માટે જરૂરી સામગ્રી
પનીર – 300 ગ્રામ લાંબા કાપેલા ટૂકડાં | સેઝવાન સોસ – 3 ચમચી | રેડ ચીલી સોસ – 3 ચમચી | સોયા સોસ – 1 ચમચી | વિનેગર – 1 ચમચી | સેલરી – 2 ચમચી | લીલા ધાણા – 2 ચમચી | કોર્ન ફ્લોર – 2 ચમચી | મીઠું – સ્વાદ મુજબ
બનાવવાની રીત
થ્રેડ પનીર બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં સેઝવાન સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, સેલરી, કોર્ન ફ્લોર, મીઠું અને લીલા ધાણા નાખીને સરખી રીતે ભેળવો. ત્યારબાદ તેમાં કાપેલા પનીરના ટુકડા નાખીને સરખી રીતે મેરીનેટ કરી લો. પનીરને સરખી રીતે મેરીનેટ કર્યા પછી તેને એક કલાક સુધી રાખી મૂકો. જેનાથી પનીરમાં દરેક સામગ્રીનો ટેસ્ટ યોગ્ય રીતે આવી જાય.
હવે એક અલગ બાઉલ લઈને તેમાં મેંદો, મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો. લોટ બાંધી લીધા પછી તેમાંથી નાના નાના લુઆ બનાવી લો. ત્યારબાદ એક લુવો લઈને પુરીથી થોડા મોટા આકારમાં વણી લો. ગેસ ઉપર નોન સ્ટિક પેન રાખીને ગરમ કરો. પેન ગરમ થઇ ગયા પછી તેમાં વણેલી રોટલી નાખીને બંને તરફ થોડી શેકી લો.
આ રીતે બધી જ રોટલી શેકી લો. હવે આ એક રોટલી લઈને તેને થ્રેડની જેમ કાપી લો. હવે આ મેરીનેટ કરેલા પનીરમાંથી થોડું પનીર નાખી ને થ્રેડ થી લપેટી લો. આ રીતે બધા થ્રેડમાં પનીરને લપેટી લો.
હવે એક કડાઈમાં તેલ નાંખી અને ગેસ પર ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમાં થ્રેડ પનીર બોલ્સ નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો. હવે તમારા થ્રેડ પનીર બોલ્સ બનીને તૈયાર છે. તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો. તેને તમે રેડ ચીલી સોસ અને સેઝવાન સોસ સાથે ગરમાગરમ પીરસી અને ખવડાવો. રમઝાનના મહિનામાં તમે શાહી ટુકડા પનીર બનાવો જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં પણ સરળ છે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team