ચા પીવાના શોખીનોની સંખ્યા લાખોમાં હશે. લગભગ દરેક વ્યક્તિના દિવસની શરૂઆત ચા પીને જ થતી હોય છે. એવું નથી કે ચા લોકો શિયાળામાં કે ચોમાસામાં જ પીવાનું પસંદ કરે છે. લોકો ગરમીમાં પણ ચા પીવાનું ચૂકતા નથી.
દરેક ઘરમાં નાસ્તા સાથે ચા અચૂક પીરસવામાં આવે છે. આજે તમને ચા સાથે જોડાયેલી એક વસ્તુની સફાઈ કરવાનો નુસખો જણાવીએ. નિયમિત રીતે ચાર ગાળવા માટે જે ગરણીનો ઉપયોગ થતો હોય છે તે થોડા સમયમાં કાળી પડી જતી હોય છે. તેને ઘસી ઘસીને સાફ કરવાથી પણ ગરણીમાં જામેલી કાળાશ દૂર થતી નથી.
વારંવાર જે ગરણીમાંથી ચાર ગાળવામાં આવે છે તે ગરણીમાં પણ ચાની ભૂકી જામવા લાગે છે. જેના કારણે ગરણી ધીરે ધીરે ખરાબ અને કાળી થઈ જાય છે. જ્યારે ઘરની કાળી થઈ જાય તો તેને ખરાબ ગણીને આપણે ફેંકી દેતા હોય છે અને નવી ગરણીનો ઉપયોગ શરૂ કરીએ છીએ.
પરંતુ આજે તમને ખરાબ થયેલી ચા ની ગરણી ને નવા જેવી ચમકાવી દેવાનું નુસખો જણાવી દઈએ. એક કામ કરીને તમે ગરણી ને પહેલા જેવી ચમકાવી શકો છો. ગરણી ને બરાબર સાફ કરવા માટે તમારે એક જ વસ્તુની જરૂર પડશે. આ વસ્તુ પણ તમને તમારા ઘરના રસોડામાંથી જ મળી જશે.
આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે દરેક વસ્તુને સાફ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં સૌથી વધુ ઉપયોગમાં આવતી વસ્તુ છે લીંબુ. લીંબુનો ઉપયોગ કરીને તમે ખરાબ થયેલી ગરણીને સાફ કરી શકો છો. અત્યાર સુધી તમે વિનેગર બેકિંગ સોડા જેવી વસ્તુથી ચા ની ગરણી ને સાફ કરી હશે. પરંતુ લીંબુ થી ચા ની ગરણી જે રીતે ચમકશે તેને જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે.
એક વખત લીંબુ થી ગરણીની કાળાશ દૂર કર્યા પછી જો તમે રોજ તેનો ઉપયોગ કરશો તો ગરણી કાળી પડશે જ નહીં એટલે કે તેમાં ગંદકી જમા થશે જ નહીં.
1. સૌથી પહેલા સ્ટીલની ગરણી ને ગેસ ઉપર રાખો. તેને થોડીવાર ગરમ કરો. તમે જોશો કે ગરણીના કાણામાં જામેલો કચરો બહાર નીકળવા લાગશે.
2. આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી અને ગરણી ગરમ હોય ત્યારે જ તેના ઉપર લીંબુની છાલ ઘસવી. ગરણી ને લીંબુ લગાડીને 10 થી 15 સેકન્ડ માટે મૂકી દો
3. ત્યારબાદ ગરણીને ટુથ બ્રશ કે વાસણ સાફ કરવાના સ્ક્રબ ની મદદથી સાફ કરી લો. તમે જોશો કે તમારી ગરણી એકદમ નવી હોય તેવી સાફ થઈ ગઈ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team