છત્તીસગઢના આ વ્યક્તિએ કરી કમાલ, નાળિયેરના છોલમાંથી બનાવ્યા વાસણ અને આપ્યો અનોખો સંદેશ

Pic Credit: Surendra Bairagi

પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો પર્યાવરણ માટે અને માણસના જીવન માટે ઘાતક છે.. આ વાતથી બધા જ લોકો જાણકાર છે છતાં પણ વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અહીં દરેક શહેરમાં તમને પ્લાસ્ટિકના ઢગલા જોવા મળશે. ડમ્પીંગ ઝોનમાં પ્લાસ્ટિકના પહાડ બનેલા નજરે પડે છે. પ્લાસ્ટિક જમીનમાં સરળતાથી નષ્ટ થતું નથી. તેને પ્રક્રિયા થતા 400 થી વધુ વર્ષનો સમય લાગે છે. તેમ છતાં લોકો પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ કરે છે.

Pic Credit: Surendra Bairagi

તેવામાં કેટલાક લોકો પર્યાવરણને બચાવવાના કામમાં લાગી ગયા છે. તેઓ પ્લાસ્ટિક થી અલગ તેના વિકલ્પ તરીકે વસ્તુઓ તૈયાર કરે છે. જેમકે વાસ, જ્યુટ વગેરે માંથી બેગ અને અન્ય વસ્તુઓ બનાવી તેનો ઉપયોગ કરવો. આવી જ રીતે છત્તીસગઢના એક વ્યક્તિએ અનોખી રીતે લોકોને પ્લાસ્ટિકથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે.

Pic Credit: Surendra Bairagi

છત્તીસગઢના એક વ્યક્તિએ પ્લાસ્ટિકનો ઇકો ફ્રેન્ડલી વિકલ્પ તૈયાર કર્યો છે. આ વ્યક્તિએ નાળિયેરના ખોલમાંથી વાસણ બનાવ્યા છે. જે વ્યક્તિ વિશે અહીં ચર્ચા થઈ રહી છે તેનું નામ સુરેન્દ્ર બૈરાગી છે. તે છત્તીસગઢના રાયપુર નો રહેવાસી છે. તેણે ઘણા વર્ષોથી પ્લાસ્ટિક સામે એક જંગ શરૂ કરી છે. જેના માટે તે નાળિયેરની ખોલમાંથી વાસણ બનાવી રહ્યા છે. મોટાભાગે આપણે નાળિયેર પીને તેની ખોલને ફેંકી દેતા હોય છે. પરંતુ તેને સુરેન્દ્ર એકઠા કરે છે અને પછી તેમાંથી ચાય પીવાના કપ, વાટકી, જગ ચમચી જેવી વસ્તુઓ બનાવે છે.

સુરેન્દ્ર બૈરાગી એક ફેક્ટરીમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. સાથે જ તે આ બધી વસ્તુઓ પણ બનાવે છે જે બનાવવામાં તેનો પરિવાર તેને સહયોગ આપે છે. તેની પત્ની ચાદર તેમજ અન્ય બિન ઉપયોગી કપડામાંથી થેલી થેલા જેવી વસ્તુઓ બનાવીને બજારમાં વહેંચે છે. જેથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. આ વસ્તુ તેઓ ફ્રીમાં વહેંચે છે અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અનુરોધ કરે છે..

Pic Credit: Surendra Bairagi

સુરેન્દ્ર પોતાના કામ વિશે જણાવે છે કે 15 ઓગસ્ટ 2019 ના રોજ તેણે ટીવી પર વડાપ્રધાન નું ભાષણ સાંભળ્યું હતું જેમાં તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમને કપડાની બેગ નો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ વાતથી પ્રભાવિત થઈને તેણે અને તેની પત્નીએ નક્કી કર્યું કે તેઓ પ્લાસ્ટિક વિરુદ્ધ જંગ શરૂ કરશે. સુરેન્દ્રનગરની પત્નીએ તે દિવસે જ 60 કપડા ની બેગ તૈયાર કરી અને બજારમાં તેનું વિતરણ કર્યું. સુરેન્દ્ર બૈરાગી માત્ર નાળિયેરની ખોલમાંથી વાસણ બનાવે છે એટલું જ નથી તે વાસણની બેંક પણ ચલાવે છે. જે માટે લગ્નમાં ઉપયોગમાં આવતા મોટા વાસણ લોકોને પૂરા પાડે છે જેથી તેઓ પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ઓછો કરે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *