આ આઇલેન્ડ વિદેશમાં નહીં પણ આપણાં ગુજરાતમાં જ આવેલ છે, જાણો કેવીરીતે જઈ શકશો.

Image Source

જો તમે પિરોટન દ્વીપ જવા માટે પ્લાન બનાવી રહ્યા છો તો આજે તમને ઘણી જરૂરી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે પિરોટન દ્વીપ એ અરબ સાગરમાં આવેલ એક દ્વીપ છે તે આપણાં ગુજરાતના જામનગર જિલ્લાની ખૂબ નજીક છે. તમને જણાવી દઈએ કે આ 42 દ્વીપઓમાંથી એક એવો દ્વીપ છે જયા પ્રવાસીઓ ફરવા આવી શકે છે.

પિરોટન આઇલેન્ડ મરીન નેશનલ પાર્કનો એક ભાગ છે જે 3 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. તમને જણાવી દઈએ કે મરીન નેશન પાર્ક ભારતનું પહેલું દરિયાઈ અભયારણ્ય છે જેની સ્થાપના 1980માં કરવામાં આવી હતી. દરિયાઈ જીવોમાં રસ ધરાવતા લોકોને આ જગ્યા ખૂબ જ પસંદ આવશે. પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો ભાગ હોવાથી અહીં તમને ઘણા દુર્લભ દરિયાઈ જીવો પણ જોવા મળશે.

Image Source

પિરોટન દ્વીપ રોજી બંદરગાહથી 7 સમુદ્રી મિલ દૂર સ્થિત છે. ખાવા પીવાની વાત કરી તો તમારે અહિયાં જવું હોય તો તમારી સાથે ખાવાની વ્યવસ્થા કરીને જવું જોઈએ કેમ કે અહિયાં હજી એવી કોઈ વ્યવસ્થા નથી. અહિયાં આવવા માટે વન વિભાગ, સીમા કર વિભાગ અને બંદરગાહ પાસેથી પરમીશન લેવી પડે છે. વિદેશી નાગરિકોને આ સિવાય પોલીસ પરમીશન પણ લેવી પડે છે.

આ દ્વીપ પર બહુ દુર્લભ જીવ-જંતુ પણ છે જએ અહિયાં મુખ્ય આકર્ષણ છે. અહિયાં તમને પેલિકન, હેરીંગ ગુલ, બ્લેક હેડેડ ગલ અને અલગ અલગ પ્રકારના વેન્ડર જેવા સુંદર પક્ષીઓ જોવા મળે છે. આ સિવાય અહિયાં હેલી ફિશ, સ્ટાર ફિશ, સમુદ્રી સાપ, સમુદ્રી સ્લગ, કરચલા, લીલા દરિયાઈ કાચબા, ઓકટોપસ, દરિયાઈ ઘોડા અને ડોલ્ફિન જેવા ઘણા સમુદ્રી જાનવર અહિયાં જોવા મળશે.

Image Source

આ સિવાય ખ્વાજા ખિજેર રહેમતુલ્લાહની દરગાહ પણ અહીં છે, જેના કારણે પ્રવાસીઓ અહીં તેને જોવા આવતા રહે છે. આ ટાપુ ડોલ્ફિન, સી એનિમોન્સ, પફરફિશ, ઓક્ટોપસ જેવા જીવોનું ઘર છે. આ ટાપુ પર સદીઓ જૂનું લાઇટહાઉસ પણ છે.

આઆમ તો અહિયાં તમે કોઈપણ સિઝનમાં ફરવા આવી શકો છો પણ નવેમ્બરથી ફેબ્રુઆરીના મહિનામાં શાંત વાતાવરણ હોવાને લીધે યાત્રા કરવી સારી મનાય છે.

તમને જણાવી દઈએ કે અહિયાં આ દ્વીપ પર રહેવાની કોઈ સુવિધા નથી જો તમારી પાસે કોઈ સેટિંગ છે તો તમે અહિયાં રહી શકો છો. નહીંતો પછી તમારે દૂર મુખ્ય શહેરમાં જ રૂમ બુક કરાવી શકો છો.

Image Source

અહિયાં કેવીરીતે જશો?

સૌથી નજીકનું બંદર બેડી ખાતે છે. આ ઉપરાંત જામનગર બંદર અને સિક્કા બંદર પણ છે. બંદર પર પહોંચ્યા પછી, આ ટાપુ સુધી પહોંચવા માટે બોટ દ્વારા મુસાફરી કરવી પડે છે, જે 2-3 કલાક લે છે.

રોડ દ્વારા

જામનગર એ સૌથી નજીકનું મોટું શહેર છે જ્યાંથી તમે પિરોટન ટાપુ પર જવા માટે જરૂરી વાહનો મેળવી શકો છો. જામનગર ગુજરાતના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.

રેલ્વે દ્વારા

જામનગર રેલ્વે સ્ટેશન દેશના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે અને અહીં પહોંચ્યા પછી, તમે પિરોટન ટાપુની મુલાકાત લઈ શકો છો.

હવાઈ માર્ગે

જામનગર એરપોર્ટ મુખ્ય શહેરથી 10 કિમી દૂર છે. આ એરપોર્ટ મુંબઈ અને અન્ય મોટા એરપોર્ટ સાથે સારી રીતે જોડાયેલું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *