ઘર બેઠા આ સરળ રીતે બનાવો બ્રેડ પકોડા, નોંધી લો આ રીત

  • by

ImageSource

સમોસા અને પકોડા સિવાય બ્રેડ પકોડા પણ શિયાળાની ઋતુ માગરમાગરમ ​​ચા સાથે ખાવાનો એક ખૂબ જ સારો અને લોકપ્રિય વિકલ્પ છે. તેને બ્રેડનો ઉપયોગ કરીને અને તેલમા ડીપ ફ્રાઇ કરીને બનાવવામા આવે છે. આ બ્રેડ પકોડા ના ઘણા પ્રકાર પણ છે. તમે આ બ્રેડ પકોડા ને ચણાના લોટ સાથે અથવા તો બે બ્રેડ વચ્ચે સ્ટફિંગ ભરીને પણ બનાવી શકો છો. તેને બનાવવામાન તો વધુ સમય લાગે છે અને ન જ વધુ મેહનત. આ લેખમા અમે તમને બ્રેડ પકોડા બનાવવા માટે જોઈતી જરૂરી સામગ્રી તેમજ તેને બનાવવા ની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • તૈયાર કરવા માટે નો સમય : ૧૫ મિનીટ
  • બનાવવો નો સમય : ૧૫ મિનીટ
  • કુલ સમય : ૩૦ મિનીટ
  • કેટલા લોકો માટે છે આ વાનગી : ૬ વ્યક્તિઓ
  • ક્યાં ની છે આ વાનગી : ઉત્તર ભારત
  • ક્યારે ખાવી : સ્નેક્સ તરીકે
  • વાનગી નો પ્રકાર : શાકાહારી
  • એક બ્રેડ પકોડા મા કેલેરી નુ પ્રમાણ : ૯૮Kcal
  • બ્રેડ પકોડા બનાવવા માટે જોઈતી સામગ્રી

સામગ્રી

  • બ્રેડના છ સ્લાઈસ
  • તેલ
  • ત્રણ મધ્યમ કદના કાપેલા બટાટા
  • અડધી ચમચી રાઈ
  • એક ચપટી હિંગ
  • બે કટકી કરેલા લીલા મરચા
  • અડધી ચમચી આદુ-લસણની પેસ્ટ
  • ત્રણ નાની ચમચી બારીક સમારેલી કોથમીર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલા
  • અડધી ચમચી હળદર
  • નમક સ્વાદ મુજબ
  • ૩/૪ કપ ચણા નો લોટ
  • બે ચમચી ચોખા નો લોટ
  • અડધી ચમચી અજમા
  • થોડું પાણી

Image Source

બ્રેડ પકોડા બનાવવા ની રીત

સ્ટફિંગ બનાવવા માટે :

  • બટાકાને ઉકાળો, પરંતુ તેને વધુ ઓગળવા ન દો.
  • હવે બટાટાને સારી રીતે મેશ કરી લો અને એક બાજુ રાખી મુકો.
  • ત્યારબાદ એક પેન મા થોડુ તેલ ગરમ કરવા મુકો. તેમા રાઈ નાખો અને તેને તળો.
  • આ પેનમા આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા નાખો અને જ્યાં સુધી સારી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી તેને તળો. ત્યારબાદ ગેસ ને બંધ કરી દો.
  • હવે પેનમા લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને હળદર નાખીને સારી રીતે ભેળવી લો.
  • આ પછી પેન મા બટાકા તેમજ સ્વાદાનુસારનમક નાખીને સારી રીતે ભેળવી લો અને આ મિશ્રણ ને ઠંડુ થવા દો.

બ્રેડ પકોડા બનાવવા માટે :

એક પ્લેટમા ત્રણ બ્રેડના સ્લાઈસ લઇ લો અને તેની ઉપર અગાવ તૈયાર કરેલુ મિશ્રણ નાંખો અને તેના ઉપર બીજા ત્રણ સ્લાઈસ રાખી દો. તેને સહેજ રીતે દબાવો અને વચ્ચે થી કાપી નાખો જેથી તેના છ ભાગ થઇ જાય. હવે એક કડાઈમા તેલ નાંખો અને તેને ગરમ થવા દો. આ તેલ ગરમ થાય ત્યાં સુધી મા એક બાઉલમા ચણાનો લોટ,અજમા, લાલ મરચાનો પાઉડર, નમક, ચોખાનો લોટ અને હળદર ઉમેરીને મિક્સ કરો. આ મિશ્રણમા જરૂર મુજબ જ પાણી ઉમેરવુ કે જેથી આ બેટર ન તો વધુ ઘાટું થાય કે ન તો વધુ પાતળુ થાય. આ તેલ ગરમ થયું કે નહી તે જોવા માટે કડાઈમા થોડું બેટર નાખો, જો બેટર સોનેરી થયા વગર સીધુ ઉપર આવે છે તો તમારું તેલ ગરમ થઇ ગયુ છે.

હવે બ્રેડ ને આ બેટર મા ડુંબોડીને હલ્કા હાથે સેહલાઈ થી ગરમ તેલમા નાખો. આ બ્રેડ પકોડા ને મધ્યમ તાપે ત્યાં સુધી તળો કે જ્યાં સુધી તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન ન થઇ જાય. એક બાજુ તળ્યા બાદ તેને બીજી બાજુથી પણ સારી રીતે ફ્રાય કરો. આ જ રીતે, બધા બ્રેડના પીસ ને એક પછી એક ફ્રાય કરો અને ત્યારબાદ તેને ટીસ્યુ પેપર ઉપર રાખો જેથી વધારાનુ તેલ બહાર નીકળી જાય. તો લો હવે પીરસવા માટે તૈયાર છે તમારા બ્રેડ પકોડા.

બ્રેડ પકોડા પરોસવા માટે ની રીત

બ્રેડ પકોડા ને લીલી ચટણી અથવા તો ટામેટા ની લાલ ચટણી સાથે ગરમાગરમ પીરસવા. જો તમે ઇચ્છો તો તેને નારિયેળની ચટણી સાથે પણ ખાઈ શકો છો. શિયાળામા તેમજ વરસાદ ની ઋતુ મા ગરમ ચા સાથે પણ બ્રેડ પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તા સિવાય તમે તેને નાસ્તામા પણ ખાઈ શકો છો.

બ્રેડ પકોડા મા રહેલા પોષકતત્વો ની માહિતી

બ્રેડ પકોડા ના એક ટુકડામારહેલા પોષકતત્વો ની જાણકારી નીચે આપેલ છે:

  • પોષકતત્વો : માત્રા
  • કેલોરી : ૯૮Kcal
  • ફેટ : ૪.૨ ગ્રામ
  • કોલેસ્ટ્રોલ : ૦ મી.લી.
  • સોડીયમ  : ૧૨૬ મી.લી.
  • કાર્બોહાઈડ્રેટ : ૧૨ ગ્રામ
  • પ્રોટીન : ૨.૭ ગ્રામ
  • કુદરતી સુગર : ૧.૪ ગ્રામ

બ્રેડ પકોડાને બનાવવા માટે ની ટિપ્સ

  • બ્રેડ ની ઉપર બટાટા સીધાનાખવાને બદલે તમે લીલી અને લાલ ચટણી લગાડ્યા બાદ પણ તેના પર બટાટા મૂકી શકો છો.
  • ચોખાના લોટઉમેર્યા વગર પણ તમે બ્રેડ પકોડા બનાવી શકો છો,જોકે તેનાથી બ્રેડ પકોડા કુરકુરા બને છે.
  • બ્રેડ પકોડા ને તળવા માટે નુ તેલઠંડુ ન હોવું જોઈએ, નહીં તો ચણાનોલોટ અને બ્રેડ બંને અલગ-અલગ થઈ જશે.
  • જો તમે ઈચ્છોતો તેને કુરકુરા બનાવવા માટે બેટર મા મકાઈનો લોટ પણ ઉમેરી શકો છો.
  • બ્રેડ પકોડા નો વધુ ટેસ્ટ ગરમ ચા સાથે આવે છે.
  • બ્રેડ પકોડાઓને હંમેશા મધ્યમ તાપે જ ફ્રાય કરવા જોઈએ. જો તેલ વધુ ગરમ હશે તો તે બહારથી ફ્રાયથશે અને અંદરથી કાચા રહી જશે.
  • બટાટા ના સ્ટફિંગ મા તમે ડુંગળી પણ ઉમેરી શકો છો.

બ્રેડ પકોડાને હેલ્થી કેવી રીતે બનાવવા

  • ડીપ ફ્રાય કરવા સિવાય તમે બ્રેડ પકોડા ને બેક પણ કરી શકો છો. તેમાં ઓછુ તેલવપરાય છે.
  • તમે સફેદ બ્રેડ ની જગ્યાએ બ્રાઉન બ્રેડથી પણ બ્રેડ પકોડા બનાવી શકો છો. તે વધુ પોષ્ટિક હોય છે.
  • તમે બ્રેડ પકોડા ની સ્ટફિંગમા તમારી પસંદગીની શાકભાજી, જેમ કે વટાણા, આદુ વગેરે પણ ઉમેરી શકો છો.
  • જો તમે તેલનો ઉપયોગ કરી રહ્યા છો, તો સામાન્ય તેલની જગ્યાએ ઓલિવ તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
  • જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે, તેઓએ બ્રેડ પકોડામા ઓછા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ.
  • હ્રદય સંબંધિત રોગીઓ માટે વધુ પકોડા ન ખાવાની સલાહ આપવામા આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *