શિયાળામાં આવી રીતે રોકો સ્ટ્રોક અને હાર્ટ એટેક, દરરોજ ફોલો કરો આ પ્રકારના 20:30:40 ના રૂટિનને

  • by


શિયાળાની ઋતુને સ્વાસ્થ્યની ઋતુ પણ કહેવામાં આવે છે પરંતુ ઘણી પરિસ્થિતિમાં તે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે.વધુ ઠંડીથી હૃદય ઉપર દબાણ વધે છે અને લોહીની કોશિકાઓ જકડાઇ જાય છે તેનાથી બ્લડપ્રેશર વધવાની સાથે સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ પણ વધી જાય છે.

યુરોપિયન જનરલ ઓફ એપિડીમિયોલોજીના અનુસાર જે લોકો જાડા હોય છે, ધૂમ્રપાન કરે છે અથવા હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે તેમને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ 30 ટકા વધી જાય છે. અમેરિકા એજન્સી સીડીસી જણાવે છે કે જો બ્લડ પ્રેશર વધેલું રહે છે તો તે ન માત્ર દિલને નુકશાન પહોંચાડે છે પરંતુ તેનાથી સ્ટ્રોકનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે.

શિયાળાએ ફરી એકવાર દસ્તક આપી છે.  ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર વેસ્ક્યુલર અને કાર્ડિયો થોરાસિક સર્જન ડૉ. કે.કે. પાંડે પાસેથી જાણો, આ સિઝનમાં સ્ટ્રોક અને હ્રદયના રોગોના કેસ કેવી રીતે ઓછા કરવા
શિયાળામાં વધી જાય છે આ જોખમો


બ્લડ પ્રેશર વધી જવું
મેયો ક્લિનિક અનુસાર શિયાળામાં લોહીની કોશિકાઓ જકડાઈ જાય છે જેનાથી આ જકડાયેલી કોશિકાઓ થી પસાર થતાં તેમાં વધુ દબાવ લાગવા લાગે છે અને આ દબાવ ના કારણે બ્લડપ્રેશર પણ વધી જાય છે.


સ્ટ્રોકનું જોખમ વધુ
અમેરિકન હાર્ટ એસોસિયેશન અનુસાર વધુ ઠંડી દરમિયાન આપણું લોહી જાડું અને ચીકણો થઈ જાય છે જેનાથી તેના ગઠ્ઠા આસાનીથી બનવા લાગે છે વધુ સ્ટ્રોક લોહીના ગઠ્ઠા બનવાના કારણે જ થાય છે આ ગઠ્ઠા માથાની લોહીની કોશિકાઓના માર્ગને બાધિત કરે છે.


હાર્ટ એટેક ની સ્થિતિ
ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ સ્થિત આઇકન સ્કૂલ ઓફ મેડિસિન અનુસાર શિયાળામાં ઠંડી અને ફલૂ થી બચવા માટે આપણી રોગ પ્રતિકારક સિસ્ટમ માં લોહીનું સ્તર ખૂબ જ વધી જાય છે તેનાથી ધમણીની દિવાલ ઉપર પ્લેક જમા થઈ જાય છે અને તેનાથી હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી જાય છે.


શિયાળામાં ટ્રક અને હાર્ટ એટેકને રોકવા માટે અપનાવો 20: 30: 40 નો ફોર્મ્યુલા
20 મિનિટ તાપ:બીમારીઓથી લડવામાં માટે વધુ માત્રામાં બને છે એન્ટીબોડી
સીડીસી અનુસાર કોઈ પણ બેક્ટેરિયા અથવા વાયરસ થી લડવા માટે રોગપ્રતિકારક સિસ્ટમ એન્ટીબોડી બનાવે છે અને તાપથીશરીર આ એન્ટીબોડી ને વધુ માત્રામાં બનાવવા લાગે છે તે સિવાય તાપ સોજા અને હાઇબ્લડપ્રેશરને પણ ઓછો કરે છે મસ્તિષ્કની કાર્ય કરવાની પ્રણાલીને અને તેની ક્ષમતાને પણ વધારે છે તેથી દરરોજ સવારે તાપમાં ૨૦ મિનીટ જરૂરથી બેસવું જોઈએ. 


30 ટકા પ્રોટીન: શિયાળામાં ભૂખને ઓછી કરે છે અને વજન વધવાથી રોકે છે
શરીરમાં સુરજની કિરણો પડવાથી સેરોટોનિન હોર્મોન્સ રિલીઝ થાય છે. જે આપણા મૂડને સારો કરે છે. અને આ હોર્મોન્સ કાર્બોહાઈડ્રેટ પણ એ રીલીઝ કરે છે શિયાળામાં તાપ ખૂબ જ ઓછો હોય છે એવા માટે ના કારણે ભૂખનો અનુભવ વધુ લાગે છે પ્રોટીન ભૂખ વધારતા હોર્મોન ઘ્રેલિનને ઉત્તેજિત કરે છે. ભોજનમાં લેવાથી કેલેરીમાં જો ૩૦થી ૩૫ ટકા પ્રોટીન આવે તો ભૂખ ઓછી લાગે છે અને તેનાથી વજન વધવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.


40 મિનીટ એક્સરસાઇઝ: બીપી અને સ્ટ્રોકનું જોખમ 27 ટકા સુધી ઓછું થઈ જાય છે
શિયાળામાં દરરોજ 40 મિનિટની એક્સરસાઈઝ હાઇબ્લડપ્રેશર અને ટ્રકના જોખમને 27 ટકા સુધી ઓછું કરી શકે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકીયાટ્રી, સાયકોલોજી અને નેયુરોસાયન્સ જણાવે છે કે દરરોજ 30 થી 40 મિનીટ કસરત કરવાવાળા લોકોમાં ડિપ્રેશનનું જોખમ પણ ૨૮ ટકા સુધી ઓછું રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *