કેલ્શિયમ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે તેના શરીરમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય. 99% આપણા હાડકા અને દાંતમાં જમા હોય છે. જ્યારે અન્ય એક ટકા આપણા રક્તમાં અને ટિશ્યૂમાં હોય છે. કેલ્શિયમ આપણા હાડકા અને દાંતને બનાવે છે અને હાર્ટના મસલ્સ તેમજ નર્વસ સિસ્ટમ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
વયસ્કો માટે રોજ ઓછામાં ઓછું 1000 મિલિગ્રામ કેલ્શિયમનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ પોસ્ટ મેનોપોઝલ મહિલાઓ અને વૃદ્ધ લોકો ને તેની વધારે માત્રામાં જરૂર હોય છે.
કેલ્શિયમ આપણને દૂધ પનીર દહીં જેવી ડેરી પ્રોડક્ટમાં મળે છે. એવી કેટલીક વસ્તુઓ છે જે કેલ્શિયમથી ભરપૂર હોય છે. ખાસ કરીને ત્રણ એવા નેચરલ ફૂડ છે જેમાંથી તમને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ ત્રણ નેચરલ વસ્તુઓને મહિલાઓએ ખાસ લેવી જોઈએ. 50 વર્ષની ઉંમર પછી મહિલાઓ આ વસ્તુઓનું સેવન કરે તો તેનાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
View this post on Instagram
મેનોપોઝ દરમિયાન થાઇરોડ, વાળ ખરવા, સાંધામાં દુખાવા, હોર્મોનલ સમસ્યા જેવી તકલીફો મહિલાઓને થાય છે. આ ઉંમરમાં કેલ્શિયમ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ સિવાય મોટાભાગના કેસમાં વિટામીન ડી ની ખામીથી પણ કેલ્શિયમની ઉણપ દેખાય છે.
વિટામિન ડી કેલ્શિયમ ના અવશોષણ ની સુવિધા આપે છે. જ્યારે શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય છે ત્યારે ડાયરેકટરી કેલ્શિયમ અવશોષિત થતું નથી. વિટામીન ડી શરીરમાં કેલ્શિયમ ને અવશોષિત કરવાની અનુમતિ આપે છે. જો હાડકાને મજબૂત રાખવા હોય તો કેલ્શિયમ જરૂરી છે સાથે જ પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી ની જરૂર પણ પડે છે.
વિટામીન ડી પ્રાપ્ત કરવાનો સૌથી સારો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. જો તમે રોજ 20 મિનિટ માટે સવારના તડકામાં બેસો છો તો શરીરમાં વિટામિન ડી ની ઉણપ રહેતી નથી. આ સિવાય કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમે આ ત્રણ વસ્તુઓનું સેવન કરી શકો છો.
આમળા
હમણાં વિટામિન સી ની સાથે કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે આમળાને તમે કોઈપણ રીતે ખાઈ શકો છો. તમે કાચા આમળા તેનું જ્યુસ કે શરબત બનાવીને પણ પી શકો છો. આમળાનું સેવન કરવાથી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે અને ત્વચા પણ સારી રહે છે. આમળામાં જે ફાઇબર હોય છે તે ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સુધારે છે. આપણામાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે તેથી દૈનિક આહારમાં આમળાનું સેવન જરૂરથી કરવું.
મોરિંગા
મોરીનાના પાનમાં પણ કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. ઘણા બધા મિનરલ્સ પણ હોય છે જે શરીરના વિકાસમાં પણ મદદ કરે છે. મોરીંગાનું સેવન કરવાથી શરીરને જરૂરી મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. તેના માટે મોરિંગાના પાનનું ચૂર્ણ રોજ સવારે 1 ચમચી ખાલી પેટ લેવું.
તેલ
રોજ એક ચમચી સફેદ કે કાળા તલને શેકી અને ગોળ તેમજ ઘી ઉમેરી લાડુ રોજ ખાવાથી પણ કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team