ઓછા પૈસાએ ફોરેન ટ્રીપ!! જાણો આ 8 દેશો વિશે જે ભારતીયોને ફરવા માટે છે સૌથી સસ્તા

વિદેશ ફરવાનો શોખ તો દરેક લોકોને હોય છે, પરંતુ ઘણી વખત આપણે આપણા બજેટના કારણે વિદેશ પ્રવાસો ટાળીએ છીએ. વિદેશ જવાનું ભાડું, હોટેલનો ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ વગેરેનો વિચાર કરીને આપણે આપણી ફોરેન ટ્રીપ નથી કરતા. પરંતુ ભારતની નજીક એવા પણ કેટલાક દેશ છે, જ્યાં તમે ઓછા ખર્ચે આરામથી ફરવા જઈ શકો છો. આ જગ્યાઓ પર તમે માત્ર 50 હજાર રૂપિયા સુધીના ખર્ચમાં ઘણા દિવસો સુધી ફરવા જઈ શકો છો.

Image Source

1.મલેશિયા

જો તમે પહાડો, દરિયા કિનારા, વન્યજીવો અને જંગલોમાં ફરવાનો શોખ રાખો છો તો તમે મલેશિયા જઈ શકો છો. વિશ્વના સૌથી વધારે ફૂલો મલેશિયામાં જોવા મળે છે. મલેશિયાનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે.

ફ્લાઇટનું ભાડું- મલેશિયા આવવા-જવા માટે તમારે 20 હજારથી 25 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એડવાન્સમા ફલાઇટનું બુકિંગ કરવાથી ઘણી બચત થશે.

એક દિવસનો ખર્ચ- એક દિવસ માટે મલેશિયામાં રહેવા અને મુસાફરી કરવા માટે તમારે 3,500 થી 5 હજારનો ખર્ચ કરવો પડશે.

Image Source

2.કંબોડિયા

કંબોડિયાને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અંગકોરવાટ નું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને દરરોજ હજારો લોકો તેની મુલાકાત માટે આવે છે. તમે કંબોડિયામાં ભવ્ય મહેલ, સુંદર ટાપુનો આનંદ માણી શકો છો. કમ્પોટ શહેરની નદીમાં તરવું પ્રવાસીઓને એક અલગ જ અનુભવ આપે છે. કંબોડિયાનું ગ્રામીણ જીવન પણ જોવા જેવું છે. શાંતિ ઇરછનારાઓ માટે, આ દેશ ઓછા પૈસામાં શ્રેષ્ઠ સ્થળ છે.

ફ્લાઇટનું ભાડું- કંબોડિયા આવવા-જવા માટે તમારે 25 થી 30 હજાર રૂપિયા વચ્ચે ખર્ચ કરવો પડશે.

એક દિવસનો ખર્ચ – કંબોડિયામાં એક દિવસનો રહેવા અને ખોરાકનો ખર્ચ ખૂબ સસ્તો છે. અહીં રહેવા, ખાવા અને ફરવાનો એક દિવસનો ખર્ચ ફક્ત 3-5 હજાર છે.

Image Source

3.શ્રીલંકા

જો તમે સમુદ્રને પ્રેમ કરો છો અને બીચ પસંદ છે તો ઓછા પૈસામાં શ્રીલંકા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. શ્રીલંકાના સુંદર દરિયા કિનારાઓ ખૂબ પ્રખ્યાત છે. શ્રીલંકાના ઐતિહાસિક સ્મારકો, હિલ સ્ટેશન અને શાનદાર સી ફૂડ તમારા ફોરેન ટ્રીપને ખૂબ જ અદભૂત બનાવશે. શ્રીલંકાના કોલંબો અને નેગોમ્બો શહેરો ફરવા માટે ખૂબ જ સારા સ્થળો છે.

ફ્લાઇટનું ભાડું – શ્રીલંકા આવવા-જવા માટે તમારે ફ્લાઇટ ટિકિટ માટે ફક્ત 10 હજારથી 18 હજાર સુધીનો ખર્ચ કરવો પડશે.

એક દિવસનો ખર્ચ– શ્રીલંકામાં રહેવા ખાવા અને મુસાફરી કરવા માટે તમને દરરોજ માત્ર 1,500 થી 2 હજાર રૂપિયા લાગશે.

Image Source

4.નેપાળ

ભારતનો પાડોશી દેશ નેપાળ તેની પ્રાકૃતિક સુંદરતા અને હિમાલય માટે જાણીતો છે. અહીંના પહાડો તમને મંત્રમુગ્ધ કરી દેશે. બૌદ્ધ મઠો જોવા માટે પણ પ્રવાસીઓ નેપાળ જાય છે. માઉન્ટેન ટ્રેકિંગના શોખીન લોકોને નેપાળ ખૂબ જ પસંદ આવે છે.

ફ્લાઇટનું ભાડું- નેપાળ આવવા-જવા માટે તમારે 10 થી 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. નેપાળની સરહદની ખૂબ જ નજીક રહેતા લોકો બસ દ્વારા પણ ખૂબ ઓછા ખર્ચે નેપાળ જઈ શકે છે.

એક દિવસનો ખર્ચ- નેપાળમાં તમને રહેવા, ખાવા અને ફરવા માટે દરરોજના બે હજારથી અઢી હજાર રૂપિયાનો ખર્ચ થશે.

Image Source

5.સિંગાપુર

સિંગાપુરને તેની સંસ્કૃતિ, કલા અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણવામાં આવે છે. ઓછા બજેટમાં મુલાકાત લેવા માટે આ એશિયાનો એક શાનદાર દેશ છે. સિંગાપુરમાં તમે ઓછા પૈસે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. Lion city ના નામે પ્રખ્યાત આ દેશમાં તમે ઘણા ઐતિહાસિક સ્થળો જોઈ શકો છો. અહીંના સુંદર ટાપુઓ પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

ફ્લાઇટનું ભાડું – સિંગાપુર આવવા-જવા માટે તમારે 17 હજારથી 22 હજાર સુધીનો ખર્ચ કરવો પડશે.

એક દિવસનો ખર્ચ – 6 હજારથી લઈને 7 હજારની વચ્ચે તમારે સિંગાપુરમાં દરરોજનો ખર્ચ થશે. જેમાં ત્યાં રહેવા, ખાવા અને મુસાફરીનો ખર્ચ સામેલ છે.

Image Source

6.સંયુક્ત રબ અમીરાત – UAE

ભારતના લોકો માટે ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંના રણ અને ઊંટની સવારી ભારતીયોને આકર્ષિત કરે છે. ઓમાનના અખાતમાં ડાઇવિંગ, રણમાં કેમ્પિંગ, શોપિંગ વગેરે માટે UAE સારું સ્થળ છે. રાજધાની દુબઈને લઈને ભારતના લોકોમાં એક અલગ પ્રકારનો વળગાડ છે. અહીં તમે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા જોઈ શકો છો. UAEના અબુ ધાબીમાં સફેદ આરસની મસ્જિદો અને અન્ય ઇમારતો જોવા માટે પણ ઘણી ભીડ હોય છે.

ફ્લાઇટનું ભાડું – UAE જવા માટે તમારે 14 હજારથી 18 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. UAEની ઘણી એરલાઇન્સ પણ ભારતને ખૂબ જ સસ્તી ટિકિટ આપી રહી છે.

એક દિવસનો ખર્ચ – UAEમાં એક દિવસ માટે રહેવા, ખાવા અને મુસાફરીનો ખર્ચ 5 હજારથી 6 હજારની વચ્ચે છે.

Image Source

7.વિયતનામ

વિયતનામમાં એશિયાની સૌથી મોટી ગુફાઓ છે. અહીં તમે ટાપુઓ, જંગલો, ધાર્મિક સ્થળો અને ઘણી સુંદર વસ્તુઓનો આનંદ માણી શકો છો. અહીંના આરસના પહાડો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. વિયતનામનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સ્ટ્રીટ ફૂડમાં તમે અહીં રાઇસ નૂડલ સૂપ અને ભાતમાંથી બનેલી વિવિધ વાનગીઓનો આનંદ માણી શકો છો. જો તમે અહીં જાઓ, તો ચોક્કસપણે અહીંના તરતા બજારમાં જવું. અહીં સસ્તા ભાવે સારી ખરીદી કરી શકાય છે.

ફ્લાઇટનું ભાડું – તમારે વિયતનામ આવવા-જવા માટે 25 હજારથી 30 હજાર સુધીનો ખર્ચ કરવો પડશે.

એક દિવસનો ખર્ચ- વિયતનામમાં દરરોજ 2,500 થી 3 હજારની વચ્ચે તમારે રહેવા, ખાવા અને ફરવાનો ખર્ચ આવશે.

Image Source

8.ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સના મોટા ટાપુઓ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. આ ટાપુઓની સુંદરતા જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. અહીં ઘણા લોકો રાત્રે દરિયા કિનારે કેમ્પિંગ કરવા જાય છે. પહાડો પર બાઇકિંગ અને વોટરફોલ પ્રેમીઓ માટે ફિલિપાઇન્સ એક શ્રેષ્ઠ સ્થળ છે.

ફ્લાઇટનું ભાડું – ફિલિપાઇન્સ આવવા જવા માટે ફ્લાઇટનું ભાડું 24 હજારથી શરૂ થાય છે. બીજા દેશોની સરખામણીએ અહીં ફ્લાઇટનું ભાડું થોડું વધારે હશે.

એક દિવસનો ખર્ચ- અહીં રહેવા, ફરવા અને ખાવા માટે તમારે દરરોજ 2,500 થી 3 હજાર રૂપિયા ખર્ચવા પડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *