બોલીવૂડની આ હિરોઇનોએ પડદા ઉપર નિભાવ્યા છે રાજકુમારીના કિરદાર, એક્ટિંગ અને સુંદરતાથી જીત્યું લોકોનું દિલ 

  • by

એવી ઘણી બધી હિરોઈન છે જેમને સિનેમાના પરદા ઉપર રાજકુમારી નો અભિનય કર્યો છે. અને આ અભિનયમાં તેમને પોતાની એક્ટિંગ થી દર્શકોનું દિલ પણ જીતી લીધુ હતું.

બોલીવુડની હિરોઇન પોતાની સુંદરતા માટે જ નહીં પરંતુ તેમની શાનદાર એક્ટિંગ માટે પણ જાણીતી છે. પણ પડદા ઉપર પોતાના કિરદારને મજબૂત બનાવવા માટે તેમને ખૂબ જ મહેનત કરવી પડે છે. એક્શનથી લઈને ડાયલોગ સુધી તેમને ખૂબ જ પ્રેક્ટિસ પણ કરવી પડે છે. એવામાં આજે આપણે વાત કરીશું તે હિરોઈન વિશે જેમને પડદા ઉપર રાજકુમારીનો રોલ કર્યો છે. રાજકુમારી ના રોલમાં આ હિરોઈનોને દર્શકોનો સંપૂર્ણ પ્રેમ પણ મળ્યો છે.

એટલું જ નહીં આ હીરોઈનોએ પોતાની એક્ટિંગની એવી છાપ છોડી છે કે લોકો તેને સાચું જ માનવા લાગે.બોલિવૂડમાં એવી ઘણી બધી હિરોઈન છે જે રાજકુમારીના રોલમાં દેખાઈ છે. પડદા ઉપર તેમની એક્ટિંગ અને અદાઓને જોવા માટે દરેક વ્યક્તિ તેમના વખાણ કરતા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન
ફિલ્મ જોધા અકબર બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ હિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મમાં રાજકુમારી જોધા નો અભિનય ઐશ્વર્યા રાય બચ્ચને નિભાવ્યો હતો. અને અકબરના રોલમાં નજર આવ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી જ નહીં પરંતુ એક્ટિંગ પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. રાજકુમારી જોધાના રોલમાં લોકોએ એશ્વર્યા રાયને ખૂબ જ પસંદ કરી હતી. એટલું જ નહીં એશ્વર્યા રાય પોતાના રોલ માટે 200 કિલોના ઘરેણા પહેર્યા હતા અને જોધાના રોલ માટે તેમને ઘણા બધા ભારે કપડાં પહેર્યા હતા. આ બધી જ તકલીફો છતાં એશ્વર્યા રાયે પરદા ઉપર શાનદાર એક્ટિંગ કરી હતી.

દીપિકા પાદુકોણ
બોલિવૂડની ટોપ એક્ટ્રેસ કહેવાતી દીપિકા પાદુકોણે 2 ફિલ્મમાં રાજકુમારી નો રોલ નિભાવ્યો છે. બાજીરાવ મસ્તાની અને પદ્માવત બંને ફિલ્મ તેમના કેરિયરની ન માત્ર વિવાદિત પરંતુ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. ફિલ્મ પદ્માવત માં તે એક રાજકુમારી હોય છે. જેનો વિવાહ મહારાવલ રતનસિંહ થી થઈ જાય છે ફિલ્મ પદ્માવત માં માત્ર તેમના અભિનયની પરંતુ સુંદરતાની પણ ખૂબ જ ચર્ચા થઈ હતી એટલું જ નહીં આ ફિલ્મમાં દીપિકા એ ખૂબ જ ભારે ડ્રેસ પહેરીને શાનદાર ડાન્સ પણ કર્યો હતો. ભલે તે તેમના કરિયરની સૌથી વિવાદિત ફિલ્મ રહી હોય પરંતુ એક્ટિંગ માટે દરેક વ્યક્તિ તેમની તારીફ કરે છે.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટી સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ છે. પરંતુ તેમની ઓળખ સંપૂર્ણ દુનિયામાં જે એક્ટ્રેસ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલ છે. પરંતુ તેમને અહીં ખાસ સફળતા હાંસિલ થઇ ન હતી. ત્યારબાદ તે સાઉથની ફિલ્મો તરફ વળ્યા હતા. આ એક્ટ્રેસ બાહુબલીમાં રાજકુમારી દેવસેનાનો રોલ નિભાવ્યો હતો. જેમનો વિવાહ બાહુબલીથી થઈ જાય છે આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને સુંદરતાને જોયા બાદ દુનિયાભરમાં લોકો તેમના દિવાના થઈ ગયા હતા. ફિલ્મમાં દેવસેના ના રોલમાં અનુષ્કા શેટ્ટીએ એક્શન સીન પણ કર્યા હતા. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો તમને જણાવી દઈએ કે બાહુબલી તેમના કરિયરની બ્લોકબસ્ટર ફિલ્મ માંથી એક છે. જેણે કમાણીની બીજી ઘણી બધી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો હતો.

પ્રિયંકા ચોપડા
બોલિવૂડ એક્ટ્રેસ અને ગ્લોબલ સેન્સેશન પ્રિયંકા ચોપડા એક શાનદાર એક્ટ્રેસ માનવામાં આવે છે. પોતાની એક્ટિંગ થી ઘણી બધી વખત લોકોના દિલ જીતી ચૂકી છે. પછી ભલે તે એક્શન ફિલ્મમાં હોય કે રોમેન્ટિક ફિલ્મ બાજીરાવ મસ્તાની માં તેમને કાશીબાઈ નો રોલ નિભાવ્યો હતો. રોયલ લૂક અને રાણીના રોલમાં પ્રિયંકા ખૂબ જ પરફેક્ટ લાગી રહી હતી ફિલ્મમાં તેમને એક રાજકુમારી જ નહીં પરંતુ રાણીની જેમ દર્શાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં તેમની બાજીરાવની પહેલી પત્ની કાશીબાઈ ની ભૂમિકા નિભાવી હતી એક્ટિંગ સિવાય પ્રિયંકાએ પોતાના ડાન્સ થી પણ લોકોનું દિલ જીત્યું છે.

માનુષી છિલ્લર
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જલ્દી જ મોટા પડદા ઉપર એન્ટ્રી કરશે. આ એક્ટ્રેસ ખિલાડી કુમારના અપોઝિટ જોવા મળશે. અત્યારે તેમની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનું બ્રેઝર રિલીઝ થઈ ગયું હતું. જેમાં તે રાજકુમારી સંયોગીતાના લૂકમાં જોવા મળી હતી. અત્યારે તે ફિલ્મ રિલીઝ થઇ નથી પરંતુ ફેન્સ તેમને જોવા માટે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે યશરાજ પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ પૃથ્વીરાજ  આગલા વર્ષે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *