બાથરૂમ જવું આપણા દરરોજના રૂટિનનો એક ભાગ હોય છે અને બાથરૂમમાં જવું તે સૌથી સ્વસ્થ આજ તો માંથી એક માનવામાં આવે છે બાથરૂમ જવું આપણા પાચન તંત્રનો એક ભાગ હોય છે જે રીતે આપણે દરેક વ્યક્તિ માટે ભોજન અને સુઈ જવું ખૂબ જ જરૂરી હોય છે તે જ રીતે બાથરૂમ જવું પણ ખૂબ જરૂરી હોય છે બાથરૂમ જવું તે આપણા દરરોજના રૂટીન નો એક ભાગ છે.
દરેક વ્યક્તિની બાથરૂમ જવાની આદત અલગ અલગ હોય છે અમુક લોકો બાથરૂમમાંથી ઓછા ટાઈમ માં જ બહાર આવી જાય છે. જ્યારે અમુક લોકોને બાથરૂમમાં ખૂબ જ સમય લાગી શકે છે. અથવા તમે દિવસભર ઘણી બધી વખત બાથરૂમમાં વધુ વખત જાવ છો તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે એવામાં આજે અમે તમને બાથરૂમ થી જોડાયેલી એવી અમુક આદતો વિશે જણાવીશું જે તમારા સ્વાસ્થ્ય વિશેની ઘણી બધી વસ્તુઓ બતાવી શકે છે.
ટોયલેટમાં લાંબો સમય વિતાવવો
ઘણા બધા લોકો માટે ટોયલેટ તેમની મીની ઓફિસ હોય છે ટોઇલેટ સીટ પર બેસીને તે લોકો ફોનનો ઉપયોગ પણ કરે છે અને દરેક જરૂરી મેઈલ પણ ત્યાં બેસીને જ જુએ છે આ આદત તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે ટોઇલેટ સીટ ઉપર લાંબા સમય સુધી બેસવાથી મળાશય પર દબાણ પડે છે જેનાથી બાવા ની તકલીફ ઉભી થઇ શકે છે તે સિવાય સમયની સાથે પેલ્વિક મસલ્સ પણ કમજોર થવાનાં શરૂ થઇ જાય છે. ટોયલેટમાં વધુ સમય સુધી બેસી રહેવાથી આપણું શરીર લાંબા સમય સુધી મળ ત્યાગ કરવા માટે આદિ થઈ જાય છે જેનાથી સમયની સાથે જ તે તમારી આદત વધુ વધારી શકે છે મળ ત્યાગ કરવા માટે એકથી બે મિનિટનો સમય પૂરતો હોય છે પરંતુ જો તમને તેનાથી વધુ સમય લાગે છે તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
મળ ત્યાગ કરવામાં તકલીફ થવી
ઘણા બધા લોકોને મળતા કરતી વખતે ખૂબ જ પ્રેશર લગાવવાની જરૂર પડે છે પરંતુ તેમ છતાં પણ સંપૂર્ણ રીતે મળ ત્યાગ કરવામાં તેઓ અસમર્થ થાય છે એવા માટે કબજિયાતની સમસ્યા થઈ શકે છે કબજિયાત થવાના ઘણા બધાં કારણ છે જેમાંથી અમુક સામાન્ય કારણ છે કે ફાઈબરયુક્ત ભોજનનું સેવન ન કરવું પાણી ઓછું તથા સ્વસ્થ લાઇફ-સ્ટાઇલને અનુસરવી નહીં. એવામાં જરૂરી છે કે ભોજનમાં ફાઈબરયુક્ત વસ્તુઓને જરૂરથી સામેલ કરો જેમ કે ફળો અનાજ શાકભાજી વગેરે અને તેની સાથે જ પોતાની હાયડ્રેટ રાખવા માટે વધુ માત્રામાં પાણીનું સેવન કરો.
કઠણ મળ
જો તમારો મળ ખૂબ જ કઠણ છે અથવા તો મળ ત્યાગ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે તો કબજિયાત હોઈ શકે છે એવામાં જરૂરી છે કે તમે તેની માટે ડોક્ટરનો સંપર્ક કરો અને અમુક બાબતમાં કઠણ મળ નીકળવો તે ડાયજેસ્ટિવ સિસ્ટમ માં થતી કોઈ ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.
ઝાડા થઇ જવા અથવા વારંવાર મળ ત્યાગ કરવા જવું
દિવસમાં બેથી ત્રણ વખત ટોયલેટમાં જવું નોર્મલ માનવામાં આવે છે પરંતુ જો તમે દિવસમાં ત્રણથી વધુ સમય પહેલા પેટમાં જાવ છો અથવા તો તમને વારંવાર જવાથી જાડા થઈ જાય છે તેની પાછળ કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે ઘણી વખત ડેરી પ્રોડક્ટ અથવા તો અમુક ખાસ વસ્તુઓનું સેવન કર્યા બાદ પણ લોકોની આ સમસ્યાનો સામનો કરવો પડે છે એવામાં આ વસ્તુઓનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. પરંતુ જો આ વસ્તુઓનું સેવન ન કર્યા બાદ પણ તમને સમસ્યા રહે છે તો જરૂરથી ડોક્ટરનો સંપર્ક કરો.
મળની સાથે લોહી આવવું
ઘણી વખત કબજિયાત થાય ત્યારે મળતા કરતી વખતે ખૂબ જ દુખાવાનો અનુભવ થાય છે પરંતુ તેની સાથે લોહી આવે અથવા તો વારંવાર ખૂબ જ દુખાવો થાય ત્યારે કોઇ ગંભીર બિમારી જેમ કે કોલોન અથવા રેક્ટલ કેન્સરની તરફ ઇશારો કરે છે. ઘણી વખત બાવાસીર મળદ્વારની પાસે બ્લડ વેસલ્સ માં સોજો આવી જવાથી પણ મળ ત્યાગ કરવામાં ખુબ જ તકલીફ થઈ શકે છે તેથી જો મળત્યાગ કરતી વખતે તમને લોહી દેખાય છે તો તમારે જરૂરથી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team