વરસાદી વાતાવરણમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી આ 6 હેલ્ધી વસ્તુઓ ખાવી છે જરૂરી…

Image Source

ચોમાસું શરુ થાય એટલે ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ આ સીઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કારણ કે આ સીઝનમાં બીમારીઓ વધારે પ્રમાણમાં ફેલાય છે. તેવામાં જરૂરી છે કે ચોમાસામાં તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમે વરસાદની મજા પણ માણી શકો છો અને બીમારીથી પણ બચી જશો.

ચોમાસા દરમિયાન વિવિધ પ્રકારના બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેકશન પણ થઈ જાય છે. આ સીઝન દરમિયાન જો ઈમ્યુનીટીને બુસ્ટ કરવી હોય તો તમારે આ 6 હેલ્ધી ફુડ જરૂરથી ખાવા જોઈએ. આ ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય સુધારે છે.

Image Source

લસણ અને આદુ

લસણમાં એલિસિન નામનું ઘટક હોય છે જે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મોથી ભરપુર હોય છે. આ બેક્ટેરિયા અને વાયરસના સંક્રમણથી શરીરનું રક્ષણ કરે છે.

આદુમાં પણ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સંક્રમણના જોખમને ઘટાડે છે. વરસાદી વાતાવરણમાં સ્વસ્થ રહેવું હોય તો આ વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરવો.

પ્રોબાયોટિક્સ અને દહીં

ફર્મેટેડ પ્રોબાયોટિક્સમાં ગુડ બેક્ટેરિયા હોય છે જે દહીંમાંથી મળે છે તેનું સેવન કરવાથી શરીરમાં ગુડ બેક્ટેરિયા વધે છે અને તે શરીરને સંક્રમણથી બચાવે છે.

હળદરમાં પણ એન્ટી ઈન્ફેમેટરી, એન્ટી ઓક્સીડન્ટ તત્વ હોય છે જે સંક્રમણથી શરીરનું રક્ષણ કરે છે. હળદરનો ઉપયોગ દૂધ, સૂપ, શાક વગેરેમાં કરી શકાય છે.

મશરુમ અને સિટ્રસ

મશરુમમાં સેલેનિયમ, રાઈબોફ્લેવિન અને નિયાસિન હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. મશરુમ ખાવું હેલ્ધી ઓપ્શન છે.

સિટ્રસ ફળ એટલે કે સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ફળ વિટામીન સીથી ભરપુર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે.

શું ખાવું ? શું ન ખાવું ?

આ સિવાય વરસાદી વાતાવરણમાં નાશપતી, દાડમ, જામફળ, સફરજન, બીટ, નટ્સ, અનાજ, બાફેલા શાક અને સલાડ વધારે લેવા જોઈએ. જ્યારે ટામેટા, આમલી જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું. આઈસક્રીમ અને ફ્રોઝન શાકનો ઉપયોગ પણ ટાળવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *