શિયાળાની ઋતુમાં બાળકોને શરદી અને ઉધરસથી દૂર રાખવા માટે મદદ કરશે આ 5 હેલ્ધી ફૂડ્સ – બનશે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત

  • by

શિયાળાની ઋતુ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે. તેથી આ ઋતુમાં તેમને શરદી ઉધરસ અને તાવ આવવાની વધુ સંભાવના રહે છે. તેથી જ તેમની ખાણીપીણી ઉપર ધ્યાન આપવાની ખૂબ જ જરૂર હોય છે અને તેનો પ્રભાવ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ બંને ઉપર પડે છે. તેવામાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શિયાળાની ઋતુમાં બાળકોના ડાયટમાં કઈ વસ્તુઓની જરૂર થી સામેલ કરવી જોઈએ.
આ 5 વસ્તુ ને બાળકોના ડાયટમાં સામેલ કરો


ઈંડા
ઈંડામાં સારી માત્રામાં પ્રોટીન વિટામિન બી વિટામિન ડી ઓમેગા-૩ ફેટી એસિડ અને ફોલિક એસિડ થી ભરપુર હોય છે તેનાથી બાળકોનું મગજ અને કાર્ય કરવાની ક્ષમતા વધે છે ઇંડા બાળકો માટે એક કમ્પલેટ ડાયટ છે.


ડ્રાયફ્રુટ
બાળકોને દરરોજ બદામ, કાજુ, અંજીર અને અખરોટ ખવડાવવાથી એનર્જી પ્રાપ્ત થાય છે જેનાથી તેમના શરીરના વિકાસમાં મદદ મળે છે તેની સાથે જ અખરોટનું સેવન કરવાથી તેમના મગજનો વિકાસ ખૂબ જ તીવ્રતાથી થાય છે.


ઘી
જેમાં ડીએચએ ચરબી એન્ટિફંગલ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે તેનું સેવન કરવાથી બાળકોની આંખો પ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ મજબૂત થાય છે તે સિવાય તેમાં બાળકોના હાડકા પણ મજબૂત રહે છે.


દૂધ
દૂધ કેલ્શિયમ ફોસ્ફરસ આયોડીન યાસીન વિટામિન ડી વિટામિન બી-૬ વિટામિન એ વિટામિન બી-૧૨ અને કેલ્શિયમ થી ભરપુર હોય છે વિટામિન ડી હાડકાં અને દાંતને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે.


ફળ અને શાકભાજી
ફળો અને શાકભાજીમાં વિટામિન ફાઈબર અને ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે જેનાથી શરીરને ઘણા બધા પ્રકારના સંક્રમણ અને બિમારીથી બચાવી શકાય છે તેથી જ બાળકોના આહારમાં ફળ અને શાકભાજીને જરૂરથી શામેલ કરવા જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *