પીઠને પહોળી અને મજબૂત બનાવે છે આ 3 એક્સરસાઇઝ, તેના વિના અધૂરું છે વર્કઆઉટ  


Image Source

પહોળી અને મજબૂત પીઠ તમારી ઉપર ની બોડીને એક શાનદાર લુક આપે છે. અને તેની સાથે જ કોઈ પણ વજન ઉઠાવવા માટે પીઠનો મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે, નહીતો કમરના ભાગમાં જોખમ રહે છે .તમે જીમની અંદર અહીં આપેલી ૩ એક્સરસાઇઝને કરીને તમારી પીઠને પહોળી અને મજબૂત બનાવી શકો છો. આવો બેક વર્કઆઉટની જરૂરી એકસરસાઈઝ વિશે જાણીએ.

તમે જીમમાં ટ્રેનર ની દેખરેખ હેઠળ બેક એક્સરસાઇઝ કરી શકો છો. કારણ કે ખોટી રીતે આ એક્સરસાઇઝ કરવાથી તમારી પીઠને નુકસાન પહોંચી શકે છે.


Image Source

1. લેટ પુલ ડાઉન એક્સરસાઇઝ

લેટ પુલડાઉન એક્સરસાઈઝ કરવા માટે સૌપ્રથમ લેટ પુલડાઉન મશીન ઉપર બેસીને તમારા થાઈ પેડને જાંગની  ઉપર કરો. હવે મશીન ઉપર ક્ષમતા અનુસાર વજન લગાવીને બારને પકડી રાખો હવે તમારા ખભા સામેની તરફ રાખીને ખભાના બ્લેડને સંકોચો અને બારને નીચેની તરફ લાવો જ્યારે બહાર તમારી ઉપરની છાતીને બીલકુલ સામે આવી જાય ત્યારે તેને ધીમે ધીમે પાછા લઈ જાઓ. વજનને નીચે લાવતા શરીરને પાછળની તરફ લઈ જાવ. આ એક્સરસાઇઝ ના 8 થી 10 પુનરાવર્તિત સેટ કરો.


Image Source

2. ડેડલિફ્ટ એક્સરસાઇઝ 

ડેડલિફ્ટ કસરત કરવા માટે તમારા પગ ખભાના પહોળાઈની બરાબર અલગ રાખીને ઊભા રહો. હવે બારબેલ ઉપર ક્ષમતા અનુસાર વજન લગાવો.ત્યારબાદ બંને ઘુટણથી થોડું વધુ પહોળાઈથી પકડો અને પગના મસલ્સ ને ટાઈટ કરીને વજનને ઉપરની તરફ ઉઠાવો.હવે કમરની સીધા કરતાં સ્કોટ કરો અને બારબેલને જમીન સુધી લાવો. હવે ધીમે ધીમે ફરીથી ઊભા થાઓ. આ પ્રકારે તમે 8 થી 10 રેપ ના 3 સેટ કરો.


Image Source

3. સીટેડ કેબલ રો એક્સરસાઇઝ

આ બેક એક્સરસાઇઝને કરવા માટે સીટેડ કેબલ રો એક્સરસાઇઝ પર બેસો.  ક્ષમતાઅનુસાર વજન લગાવીને કેબલ પકડો અને કમરને સીધી રાખો. ત્યારબાદ કેબલ હેન્ડલને પેટના નીચેના ભાગ તરફ લઈને આવો ધ્યાન રાખો કે કેબલના હેન્ડલને પેટની તરફ લાવતી વખતે પેટને ટાઈટ રાખવું પડશે અને કોણીને કમરની બંને બાજુએથી પાછળ લઇ જવી પડશે. આ કસરતના પણ 8-10 રેપ્સના ત્રણ સેટ કરવા.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *