આ 10 પ્રજાતિના કુતરા છે દુનિયાના સૌથી ખતરનાક પ્રાણી, પોતાના માલિકનો પણ લઈ શકે છે જીવ

કુતરા પાળવાનો શોખ ઘણા લોકોને હોય છે. પરંતુ આ શોખ ક્યારેક જીવલેણ બની શકે છે. તાજેતરમાં જ લખનઉમાં આવી ઘટના બની હતી. જેમાં 80 વર્ષની મહિલાનો જીવ તેના જ દિકરાના પાળતુ કુતરાએ લઈ લીધો. મહિલા કુતરા સાથે એકલી હતી અને તક મળતાં જ કુતરાએ મહિલાને ફાળી ખાધી. મહિલા પર એટેક કરનાર કુતરો પિટબુલ હતો. પિટબુલ કુતરાની ખતરનાક પ્રજાતિ છે. આ સિવાય પણ દુનિયામાં કેટલાક ખતરનાક કુતરા છે, જે પોતાના માલિકને પણ વફાદાર હોતા નથી. તેને તક મળે તો તે માલિકનો પણ જીવ લઈ શકે છે. આજે તમને દુનિયાની 10 ખતરનાક પ્રજાતિના કુતરા વિશે જાણકારી આપીએ.

Image Source

1. પિટબુલ

પિટબુલ સૌથી ખતરનાક બ્રીડ છે. તે આક્રમક હોય છે અને તેનું વજન 16થી 30 કિલોની વચ્ચે હોય છે. દુનિયાના 41 દેશોમાં તો આ પ્રજાતિના કુતરાને પાળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કુતરા પાલતૂ હોય છે પણ તે રોષે ભરાય તો કોઈનો પણ જીવ લઈ શકે છે.

Image Source

2. રોટ વેલ્લર

કુતરાની આ પ્રજાતિ પણ જીવલેણ હોય છે. તે શક્તિશાળી હોય છે અને તેનું વજન 35 કિલોથી 48 કિલો જેટલું હોય છે. આ કુતરાને પાળવા પર પણ કેટલાક દેશોમાં પ્રતિબંધ છે. જો કે ભારતમાં આ કુતરાને ઘરમાં રાખવામાં આવે છે.

Image Source

3. જર્મન શેફર્ડ

આ બ્રીડના કુતરાનો ઉપયોગ સૌથી વધુ પોલીસ વિભાગમાં થાય છે. તેની મદદથી ગુનેગારોને પકડવામાં આવે છે. પરંતુ તે પણ હિંસક બની શકે છે.

Image Source

4. ડોબરમેન પિન્સ્ચર

ડોબરમેન પિન્સ્ચરનો ઉપયોગ પણ પોલીસ વિભાગમાં કરવામાં આવે છે. પરંતુ તેને પણ ભારતમાં લોકો ઘરે રાખે છે. આ કુતરા વિશે કહેવાય છે કે તે અજાણ્યા લોકોને જોઈને ભડકી જાય છે અને પછી માલિકથી પણ શાંત થતા નથી.

Image Source

5. બુલમાસ્ટિફ

આ કુતરા આક્રમક હોય છે અને તેના પગ પણ લાંબા હોય છે. તેનું વજન 55 કિલોથી 60 કિલો જેટલું હોય છે. તે પિટબુલ જેવા દેખાય છે.

Image Source

6. હસ્કી

કુતરાની આ પ્રજાતિ ક્યૂટ અને ઈંટેલિજેંટ હોય છે. તેને સ્લેજ ડોગ પણ કહેવાય છે. તે બરફ આચ્છાદિત વિસ્તારોમાં સ્લેજ ખેંચે છે. પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે ત્યારે તે આક્રમક થઈ જાય છે.

Image Source

7. માલામ્યૂટ

આ બ્રીડ ઉત્તરી અમેરિકામાં જોવા મળે છે. તે શિયાળ જેવા દેખાય છે અને તેનું વજન પણ 50 કિલો કે તેનાથી વધુ હોય શકે છે. તે ઈંટેલિજન્ટ હોવાની સાથે ખતરનાક પણ હોય છે.

Image Source

8. વોલ્ફ હાઈબ્રિડ

આ બ્રીડ શિયાળ અને કુતરાનું મિક્સ બ્રીડ છે. તેને પાળવા પર મોટા ભાગના દેશોમાં પ્રતિબંધ છે. કારણ કે તે કોઈપણ વ્યક્તિ પર એટેક કરી શકે છે. તેના હુમલાથી ઘણા લોકોના મૃત્યુ થયા છે. તેનું વજન 56 કિલો જેટલું હોય શકે છે.

Image Source

9. બોક્સર

આ પ્રજાતિને શિકારી કુતરા પણ કહેવાય છે. કારણ કે તે તેના શિકારને 10 મિનિટમાં ફાડી ખાય છે. તેને લોકો સિક્યોરિટી માટે પાળે છે. પરંતુ ઘણીવાર તે પોતાના માલિક પર પણ એટેક કરી દેતા હોય છે.

Image Source

10. ગ્રેડ ડૈન

આ પ્રજાતિને ખાસ તાલિમ આપ્યા પછી જ પાળી શકાય છે. તે આક્રમક હોય છે. આ પ્રજાતિના કુતરાને તાલિમ આપ્યા વિના સાથે રાખવામાં આવે તો તે માલિકનો પણ જીવ લઈ શકે છે. તેને કિલિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું વજન 90 કિલો જેટલું હોય શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *