સેન્ડવીચ તો ઘણા પ્રકારની હોય છે, પરંતુ આજે આપણે પનીર સેન્ડવીચ બનાવવાની રીત વિશે જાણીશું.

 • by

Image source

સેન્ડવીચ ના ઘણા પ્રકાર હોય છે અને તેમાં એક ખૂબ પ્રખ્યાત રીત છે પનીર સેન્ડવીચ. આ સેન્ડવીચ મસાલા સાથે ભેળવીને ભારતીય અંદાજમાં બનાવી શકાય છે. તેમાં શાકભાજીની સાથે સાથે બ્રેડના પનીર નો મસાલો ભરવામાં આવે છે. સેન્ડવીચ બનાવવી ખુબજ સરળ છે અને તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. સેન્ડવીચ ને તમે ઇચ્છો તો સવારના નાસ્તાના સમયે ખાઈ શકો છો. આ એક એવી રેસિપી છે જેને બાળકો ખુબજ શોખ થી ખાઈ છે. તેથી તે બાળકોને ખાવા માટે પૌષ્ટિક આહાર છે. આ લેખમાં અમે તમને પનીર સેન્ડવીચ બનાવવા માટે જરૂરી સામગ્રી અને બનાવવાની રીત વિશે જણાવ્યું છે.

વિસ્તારમાં –

 • તૈયાર કરવાનો સમય – ૧૦ મિનીટ
 • બનાવવાનો સમય – ૧૦ મિનીટ
 • કુલ સમય – ૨૦ મિનીટ
 • કેટલી સેન્ડવીચ માટે છે આ રેસિપી – ૩ સેન્ડવીચ
 • આ ડીશ ક્યાંની છે – ભારત
 • પ્રકાર – વેજ ( શાકાહારી )
 • એક સેન્ડવીચ માં કેલેરી – ૪૭૫ કેલેરી

૧. પનીર સેન્ડવીચ બનાવવાની સામગ્રી:

Image source

પનીર સેન્ડવીચ બનાવવા માટે તમને નીચે આપેલી સામગ્રીની જરૂર પડશે.
આ સામગ્રીથી તમે ત્રણ સેન્ડવીચ બનાવી શકો છો:

 •  બ્રેડની છ સ્લાઈસ
 •  અડધો કપ છીણેલું પનીર
 •  એક નાની ચમચી તેલ
 •  ૧/૪નાની ચમચી ગરમ મસાલા નો પાવડર
 •  ૧/૪ નાની ચમચી જીરુ
 •  લાલ મરચું પાવડર સ્વાદ મુજબ
 •  એક બારીક કાપેલો કાંદો
 •  મીઠું સ્વાદ મુજબ
 •  એક ચમચીથી થોડું ઓછું આદુ લસણની પેસ્ટ
 •  ચપટી હળદર
 •  એક મસળેલું ટામેટું
 •  ૧/૪ કપ બારીક કાપેલું શિમલા મરચું

૨. પનીર સેન્ડવીચ બનાવવાની રીત:

Image source

 1. સૌથી પહેલા બ્રેડની દરેક સ્લાઈસ ને એક એક કરીને ઘી લગાવો.
 2. હવે એક વાસણ ગરમ કરો અને બ્રેડની સ્લાઈસ થોડી સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
 3. હવે તે વાસણમાં તેલ નાખીને જીરુ નાખો અને થોડો સમય શેકાવા દો.
 4. ત્યારબાદ વાસણમાં કાંદા નાખીને તેને પકાવો. પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો અને તેની કાચી સુંગધ જાય ત્યાં સુધી પકાવો.
 5. હવે વાસણમાં ટામેટા, મીઠું અને હળદર નાખીને બે થી ત્રણ મિનિટ સુધી ફ્રાઇ કરો.
 6. વાસણમાં શિમલા મરચું પાવડર, ગરમ મસાલો નાખો અને બધું સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે ફ્રાઈ કરી લો.
 7. ત્યારબાદ ગેસને ધીમો કરી દો અને વાસણમાં પનીર નાખીને બધુજ સારી રીતે મિક્સ કરી લો. ઘ્યાન રાખવું કે મિશ્રણ વધારે ન પકવવું, નહિ તો પનીર કડક થઇ જશે.
 8. થોડું પકવ્યા પછી આ પનીરની ભૂર્જીને કાઢીને અલગ રાખો.
 9. હવે બ્રેડ સ્લાઇસને ફરીથી વાસણમાં રાખો અને તેની ઉપર પનીરની ભૂર્જી પણ નાખી. હવે તેની ઉપર બીજી સ્લાઈસ રાખો અને બંનેને એકબીજા સાથે થોડીક દબાવી દો.
 10. હવે તમને પનીર સેન્ડવીચ પીરસવા માટે બિલકુલ તૈયાર છે, તેને ત્રાસુ કાપી લો અને ગરમા ગરમ પીરસો. સેન્ડવીચ ની સાથે તમે તમારી પસંદની લીલી કે લાલ ચટણી પીરસી શકો છો.

૩. પનીર સેન્ડવીચમાં રહેલા પોષક તત્વોની જાણકારી –

Image source

પનીર સેન્ડવીચમાં રહેલા પોષક તત્વોની જાણકારી નીચે આપવામાં આવી છે. આ પોષક તત્વ એક સેન્ડવીચના આધાર પર છે.

 • પોષક તત્વ – પ્રમાણલેરી – ૪૭૬ કેલેરી
 • ચરબી – ૨૭ ગ્રામ
 • કોલેસ્ટ્રોલ – ૪૨ મિલિગ્રામ
 • સોડિયમ – ૧૫૦૨ મિલિગ્રામ
 • કાર્બોહાડ્રેટ – ૪૧ ગ્રામ
 • પ્રોટીન – ૧૮ ગ્રામ
 • નેચરલ સુગર – ૯.૫ ગ્રામ

૪. પનીર સેન્ડવીચ બનાવવા માટે કેટલીક ટિપ્સ –

 •  તમે તમારી મરજીથી કોઈપણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો. સેન્ડવીચ બનાવવા માટે સફેદ અને બ્રાઉન બ્રેડ સિવાય મલ્ટી ગ્રેન બ્રેડ કે હોલ વિટ બ્રેડનો ઉપયોગ પણ કરી શકાય છે.
 •  સેન્ડવીચ ને વધારે રંગીન બનાવવા માટે તમે તેમા તમારા પસંદની કોઈ પણ શાકભાજી નાખી શકો છો, જેમકે વટાણા, કોબી , ચૂકંદર વગેરે. તેનાથી સેન્ડવીચ ની પોષ્ટિકતા પણ વધશે.
 •  તમે પનીર સેન્ડવીચ ને માયોનીજ ની સાથે પણ પીરસી શકો છો.
 •  સેન્ડવીચ ને તીખી કરવા માટે તેમા લીલી મરચી નાખો.
 •  તમે સેન્ડવીચ માં ચીજનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી સેન્ડવીચ નો સ્વાદ વધશે.
 •  અમે અહી લીલા શિમલા મરચા નો ઉપયોગ કર્યો છે, તમે લાલ કે પીળા શિમલા મરચાનો ઉપયોગ પણ કરી શકો છો કે પછી શિમલા મરચા વગર પણ બનાવી શકો છો.
 •  પનીર સેન્ડવીચ પૌષ્ટિક બનાવવા સૌથી સારી રીત છે તેમાં ઘણી બધી શાકભાજી ઉમેરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Faktfood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *