મીઠા વગર ખાવાનો કોઈપણ ટેસ્ટ લાગતો નથી પણ તેમ છતાં પણ દરરોજ ભોજનમાં બને એટલા મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મીઠાનું વધારે સેવન કરવાથી હ્રદય સાથે જોડાયેલ બીમારી થઈ શકે છે. અને વધારે મીઠું એ સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક છે. એટલે તેનું સેવન બની શકે એટલું ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. એટલે આજે અમે તમારી માટે લાવ્યા છે ઓછું મીઠું ખાવાથી તમારા શરીરને કેટલા ફાયદા થશે.
હ્રદયની બીમારીઓ દૂર થાય છે :
મીઠાના સેવનને જો રોજિંદા ભોજનમાં ઓછું કરવામાં આવે તો હ્રદયની બીમારીનો જોખમ ઓછું કરી શકાય છે. મીઠી ઓછું ખાવાથી લગભગ 20 થી 30 ટકા સુધીની દિલની બીમારીનું જોખમ નથી થતું. એટલે જરૂરત પ્રમાણે જ મીઠાનું સેવન કરો.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે:
મીઠું સોડિયમથી ભરપૂર હોય છે. જો સોડિયમનું વધુ પડતું સેવન કરવામાં આવે તો બ્લડપ્રેશરનું સ્તર વધી શકે છે, જ્યારે તે હૃદય અને રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે. તેથી, આહારમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવાનો પ્રયાસ કરો. બીજી તરફ જે લોકો ઓછી માત્રામાં મીઠાનું સેવન કરે છે, તેમની કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.
બ્લોટિંગની સમસ્યા દૂર રહે છે :
જમવામાં વધારે મીઠું લેવાથી બ્લોટિંગની સમસ્યા વધી જાય છે, એટલે પ્રયત્ન કરો કે જેટલું બની શકે એટલું મીઠું ઓછું ખાવ જેથી બ્લોટિંગ જેવી સમસ્યા દૂર રહે. વધારે મીઠું ખાવાથી ફક્ત પેટ જ ફૂલએ છે એવું નથી પણ સ્કીનમાં ખંજવાળ પણ થઈ શકે છે. એટલે વધારે પ્રમાણમાં મીઠાનું સેવન ઇગ્નોર કરો.
મગજના સ્વાસ્થ્યમાં વધારો થાય છે :
મીઠાનું સેવન જો તમે વધારે પ્રમાણમાં કરો છો તો મગજની હેલ્થ પણ સારી રહે છે. મીઠાનું વધારે સેવન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેનાથી લોહીની કમીમાં વધારે કમી આવતી હોય છે અને બ્લડ પ્રેસર પણ વધે છે.
હાડકાં મજબૂત થાય છે :
મીઠું સોડિયમથી ભરપૂર હોય છે, જે કેલ્શિયમને પેશાબ દ્વારા બહાર કાઢે છે, પરંતુ જો તમે ઓછી માત્રામાં મીઠાનું સેવન કરો છો, તો શરીરમાં સોડિયમની માત્રા વધારે નથી વધતી, હાડકાંની તંદુરસ્તી સુધરે છે. તેથી, મીઠાનું સેવન પ્રમાણસર કરો જેથી ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાના રોગોનું જોખમ ઓછું થાય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team