અમેરિકા અને રશિયા ના કડક પ્રતિબંધ પછી એની અસર રશિયા પર દેખાય રહી છે. સોમવારે રશિયન ચલણ માં મોટો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ રોકડ ઉપાડવા માટે બેંકો આગળ લોકોની ભીડ જમા થઈ રહી છે.
યુક્રેન સાથે ચાલી રહેલું યુદ્ધ અને અમેરિકા અને યુરોપના દેશો સાથેની તણાવભરી સ્થિતિમાં રુસ નું ચલણ રુબલ ના મૂલ્ય માં તીવ્ર ઘટાડો આવ્યો છે. સોમવારે આ ચલણ 30% તૂટ્યું. માનવામાં આવે છે કે પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધ ના કારણે આ અસર દેખાઈ રહી છે.
આ દેશોએ રશિયા પર કડક પ્રતિબંધ લગાવ્યા હતા
અમેરિકા, કેનેડા, બ્રિટન, જાપાન, જર્મની જેવા દેશોએ અગાઉ રશિયા સામે હળવા પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો. રશિયા પર આ નિર્ણયને કારણે કોઈ અસર પડી નહોતી અને એણે રશિયા પર હુમલો કર્યો હતો. હવે ફક્ત રુસ ના રાષ્ટ્રપતિ પુતિન જ નહીં પરંતુ બેંકો પણ એનો શિકાર બની છે. એ ઉપરાંત રુસ ની ઇન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ સ્વીફ્ટ ને પણ બહાર કરવાની તૈયારી છે.
હાઈ એલર્ટ પર રશિયા ના પરમાણુ હથિયાર
રશિયા ના રાષ્ટ્રપતિ પુતિને રવિવારે ચાલી રહેલી લડાઈમાં રવિવારે પરમાણુ હથિયારોની હાઇ એલર્ટ પર મૂક્યા છે. જેનાથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. માટે તેઓ સુરક્ષિત રોકાણ તરફ દોડી રહ્યા છે. જેના કારણે કરન્સી માર્કેટમાં ડોલર અને યેન જેવા સલામત કરન્સીની માંગ તીવ્ર બની છે. આજના ડોલરની સરખામણીમાં રુબલ આશરે 20 ટકા ઘટી ને 119 પર આવી ગયો.
અન્ય કરન્સીમાં પણ ઘટાડો જોવા મળ્યો
યુરોમાં પણ સોમવારે ઘટાડો નોંધાયો. તે ડોલર સામે 0.76 ટકા, જાપાનીઝ યેન સામે 0.73 ટકા, સ્વીસ ફ્રેન્ક સામે 0.60 ટકા ઘટ્યું હતું. આ સિવાય ઓસ્ટ્રેલિયન ડોલર માં યુએસ ડોલર સામે 0.75 ટકા ઘટાડો નોંધાયો હતો.
રશિયામાં બેન્ક અને એટીએમ સામે ભીડ લાગી
પશ્ચિમી દેશોના પ્રતિબંધની અસર ચોખી વર્તાઈ રહી છે. જેના કારણે રુસ માં સામાન્ય લોકોની વચ્ચે અફરા – તફરીનો માહોલ પેદા થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે રુસ માં બેંકો અને એટીએમની સામે લોકોની લાંબી -લાંબી લાઈનો લાગી રહી છે. સામાન્ય લોકોને ડર લાગી રહ્યો છે કે, એમના બેન્ક કાર્ડ કામ કરવાનું બંધ ન કરી દે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team