પ્રાકૃતિક ખેતી એક એવી પદ્ધતિ છે. જે ઉજ્જડ જમીનમાં પણ હરિયાળી લાવી શકે છે. કચ્છના એક સફળ ખેડૂતે આ વાતને સાબિત કરી છે. તેમણે પોતાના ખેતરમાં લગભગ દરેક પાકની વાવણી કરી છે, જે કચ્છની જમીનમાં ઉગાડવી ખૂબ જ મુશ્કેલ છે. કુદરતી પદ્ધતિ અપનાવીને ખેતીમાં સફળતાની નવી ગાથા લખી છે.
આજે તેઓ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફ્રુટ, કેરી, કેળા ઉપરાંત, શાકભાજીનું ઉત્પાદન કરે છે. એમની સફળતાની કહાની તેઓ પોતે કહે છે. હરેશભાઈ ઠક્કરે એક એકર જમીનમાં 50 ખારેકના છોડ લગાવ્યા છે. સારી ઉપજ મેળવવા માટે એમણે દરેક નાની પણ મહત્વપૂર્ણ બાબતો નું ધ્યાન રાખ્યું છે.
બધા ફળ અને શાકભાજીની ખેતી
તેઓ જણાવે છે કે ઘરે ખારેકના બધા છોડને 900 ચોરસ ફુટ જગ્યા ની જરૂર પડે છે અને લગભગ ત્રણ વર્ષ પછી તે ઉપરજ આપવાનું શરુ કરે છે. જોકે, પ્રથમ વખત માત્ર 15 થી 20 કિલો ઉત્પાદન થાય છે. જ્યારે બીજી વખત એટલે કે વાવેતરને ચાર વર્ષ પછી 50 કિલો ઉત્પાદન મળે છે. પરંતુ જેમ – જેમ સમય આગળ વધે છે. તેમ-તેમ તેનું પ્રમાણ પણ વધતું જાય છે, અને 6 થી 7 વર્ષમાં એક વૃક્ષ 200 કીલોથી વધુ ઉત્પાદન કરવાનું શરૂ કરે છે. દર વર્ષે ઉત્પાદન વધે છે પરંતુ, ખર્ચમાં વધારો થતો નથી.
હરેશભાઈ ઠક્કરે ડીડી કિસાન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે ડ્રેગન ફ્રુટ, ખારેક, સ્ટ્રોબેરી, કેરી કચ્છમાં આ બધા ફળોની ખેતી કરે છે સાથે જ બધા શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે.
ઉત્પાદનને વિદેશમાં મોકલી ને વધુ કમાણી કરે છે
હરેશભાઈ જણાવે છે કે, ઘણા ઉત્પાદન અને હાઉસ મા ઉગાડવા પડે છે. હરેશભાઈ પાકના વૈવિધ્યકરણ પર ખૂબ ભાર મૂકે છે. એમનું માનવું છે કે, તેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. હાલના સમયમાં તેઓ શાકભાજીના પાકમાં બ્રોકોલી, કેપ્સીકમઝ ટામેટા અને કાકડીની ખેતી કરે છે.
તેમના ઉત્પાદનોની માંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. છેલ્લા બે વર્ષથી તેઓ ખારેક બાંગ્લાદેશમાં સપ્લાય કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યારથી APMC નાબૂદ કરવામાં આવ્યું ત્યારથી ખેડૂતોને તેમના ઉત્પાદન માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વેચવાની તક મળે છે. અમે ઈચ્છીએ છીએ કે, ત્યાં પાક મોકલી શકીએ. તેઓ કહે છે કે, અમે વિદેશમાં માલ મોકલીને વધુ કમાણી કરી શકીએ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team