આ છે ભારતના સૌથી પવિત્ર સરોવર, જ્યાં સ્નાન કરવાથી મળે છે મોક્ષ, ઉમટે છે લાખો શ્રદ્ધાળુઓ 

  • by

know famous holy lakes of india
Image Source
ભારત એક એવો દેશ છે જ્યાં પવિત્ર નદીઓ અને પવિત્ર સરોવર નો એક નહીં પરંતુ ઘણા બધા સંગમ સ્થળે ઉપસ્થિત છે.ભારત એ બૌદ્ધો, જૈનો, શીખ અને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા સૌથી શાંત અને પવિત્ર સરોવરની ભૂમિ છે. ભારતમાં પાંચ પવિત્ર સરોવર સામૂહિક રીતે પંચ સરોવર તરીકે ઓળખાય છે, જેનો ભાગવત પુરાણમાં પણ ઉલ્લેખ છે. માન્યતાઓ અનુસાર, એકવાર આ પવિત્ર સરોવરમાં ડૂબકી લગાવવાથી, બધા પાપોનો નાશ થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે.

જ્યાં ભારતના ધાર્મિક લોકો તેમ જ નેપાળ, તિબેટ આ સરોવરોમાં સ્નાન કરવા આવે છે અને દરેક ભક્ત ભારતની પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની ઇચ્છા રાખે છે. તો ચાલો આજે આપણા આ લેખમાં આપણે જાણીએ છીએ ભારતના  પવિત્ર સરોવર વિશે જે માણસો માટે સ્વર્ગના દરવાજા ખોલે છે.

famous holy bindu lakes of india.
Image Source
બિંદુ સરોવર 
ગુજરાતના અમદાવાદથી 130 કિ.મી.ના અંતરે આવેલા સિદ્ધપુરમાં બિંદુ સરોવર પવિત્ર સરોવર માંથી એક છે, આ સરોવર રૂદ્ર મહલ મંદિર અને અરવદેશ્વર શિવ મંદિર પાસે આવેલ છે. આ સરોવરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર, બિંદુ સરોવર ભગવાન વિષ્ણુના આંસુઓના પડવાના કારણે બન્યું છે.

અને એવું માનવામાં આવે છે કે બિંદુ સરોવર એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન પરશુરામે તેની માતાના અસ્થિનું વિસર્જન કહ્યું હતુ. અને આ હકીકતને કારણે તે માતૃમોક્ષ સ્થળ તરીકે ઓળખાય છે. બિંદુ સરોવર સામૂહિકરૂપે ભારતના પંચ પવિત્ર સરોવરમાંથી જ એક છે.અને અહીં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે.

famous holy mansarowar lakes of india
Image Source
માન સરોવર 
માનસરોવર ઝિલ એક ખૂબ જ સુંદર સ્થળ છે જે કૈલાસ પર્વતથી 20,015 ફુટની ઉંચાઇએ  આવેલું છે. આપને જણાવી દઈએ કે આ સરોવર પવિત્રતાનું પ્રતીક છે, જેના વિશે એવું કહેવામાં આવે છે કે આ સરોવરમાં સ્નાન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં થયેલા બધા પાપોથી મુક્તિ મળે છે. માનસરોવર તળાવ સાથે કૈલાસ પર્વતનું પોતાનું ઐતિહાસિક મહત્વ છે. તમને જણાવી દઈએ કે માનસરોવર બે શબ્દોથી બનેલુ છે જેમાં ‘માનસ’ એટલે મન અને ‘સરોવર’ એટલે ઝીલ.

famous holy pampa lakes of india
Image Source
પંપા સરોવર
દક્ષિણ ભારતના કર્ણાટકમાં ઉપસ્થિત પમ્પા સરોવર એ ભારતના પાંચ પવિત્ર સરોવર માંથી એક છે.શ્રીમદ્ ભાગવત પુરાણમાં ઉલ્લેખિત પમ્પા સરોવર કમળના ફૂલોથી ભરેલું છે. પુરાણો અનુસાર પમ્પા સરોવર એ જ સરોવર છે જ્યાં શબરી ભગવાન રામના આગમનની રાહ જોતી હતી. અને આ તળાવ બીજી પૌરાણિક કથાઓનું સ્થળ છે જ્યાં પાર્વતીના એક રૂપ પંપાલાએ ભગવાન શિવની તપશ્ચર્યા કરી હતી. પંપા સરોવરમાં સ્નાન કરવા માટે આજે પણ ભારતના અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો આવે છે તેને ભગવાન રામ અને લક્ષ્મણને સાથે જોડીને જોવામાં આવે છે. 

famous holy narayan sarowar lakes of india
Image Source
નારાયણ સરોવર
ગુજરાતના કચ્છમાં આવેલ નારાયણ સરોવર એક પવિત્ર સરોવર છે અને તેની સાથે સાથે જ હિંદુઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ પણ છે તે સરોવર ને લઈને એક માન્યતા છે કે આ જગ્યાએ ભગવાન વિષ્ણુના નારાયણ પોતાના અવતાર માં પ્રગટ થયા હતા. તેથી જ તેને નારાયણ સરોવર ના નામથી જાણવામાં આવે છે તેની આસપાસના મંદિરો પણ નારાયણ સરોવર મંદિર કહેવાય છે.

નવેમ્બર અને ડિસેમ્બર ના મહિનામાં અહીં મેળા પણ યોજાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ચાર પવિત્ર સરોવર સિવાય પાંચમુ પવિત્ર સરોવર પુષ્કર સરોવર પણ છે જે રાજસ્થાનના પુષ્કર શહેરમાં આવેલ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *