ઉનાળામાં શરીરને ઠંડક આપતું તરબૂચ ખાવાથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા અને તેનું વધુ પડતું સેવન કરવાથી થતા નુકસાન

Image Source

તરબૂચ ગરમીઓમાં આવતું ફળ છે, અને તે બહારથી લીલું હોય છે અને અંદરથી લાલ હોય છે. તેમાં ૯૬ ટકા પાણી જોવા મળે છે. તે ખુબ જ મીઠું હોય છે, અને તેની ખેતી ખાસ કરીને ગરમીમાં જ કરવામાં આવે છે.આમ તો તેને ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી ઉગાડવામાં આવે છે પરંતુ તેનો યોગ્ય સમય ફેબ્રુઆરીમાં માનવામાં આવે છે.

તરબૂચ ને ગરમીમાં ખાવું ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે તથા શરીરને ઘણા બધા રોગોથી પણ દૂર રાખે છે તેની સાથે સાથે જ તેમાં મિનરલ ભરપૂર માત્રામાં જોવા મળે છે તે ગરમીમાં રાહત પ્રદાન કરે છે. તરબૂચમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ મુખ્ય રૂપે જોવા મળે છે. તે તમને ઘણા બધા પ્રકારની બિમારી સામે લડવાની ક્ષમતા આપે છે. આવો જાણીએ તરબૂચના ફાયદા જે આપણી માટે ખૂબ જ લાભકારક છે.

તરબૂચ ના ફાયદા

આમ તો તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા મળે છે પરંતુ મુખ્ય રૂપે જે ફાયદા છે તે નીચે પ્રમાણે છે.

1 હૃદય સંબંધિત બીમારી ને રોકવા માટે મદદરૂપ

તરબૂચમાં એવા ગુણ જોવા મળે છે જે હૃદયના રોગોને દૂર રાખવામાં મદદ કરવાની છે. તે કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત રાખવા માટે પણ સહાયક થાય છે. જેનાથી તમને હૃદય સંબંધિત બીમારી દૂર રહે છે.

2 આંખો માટે ઉપયોગી

તરબૂચમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં હોવાથી તમારી આંખો નું પણ તે ખાસ ધ્યાન રાખે છે. તેનાથી આપણી આંખોની રોશની પણ ખૂબ જ સારી રહે છે તે સિવાય તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ સારી રાખે છે. જેનાથી આપણું શરીર બીમારીઓથી દૂર રહે છે.

3 ત્વચાની ચમક બનાવે

તરબૂચમાં એક તત્વ જોવા મળે છે જેનું નામ છે લાઈકોપિન. તે ત્વચાની ચમક ની સાથે-સાથે ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ પણ કરે છે.

4 કબજીયાતની સમસ્યા દૂર કરે

જો તમે તરબૂચનો નિયમિત સેવન કરો છો તો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણ કે તરબૂચ પાણીથી ભરપૂર હોય છે તેની સાથે સાથે તે લોહીની ઉણપને પૂરી કરવા માટે પણ મદદ કરે છે.

Image Source

5 દિમાગ શાંત કરે છે.

તરબૂચ ખાવાથી તમારું દિમાગ શાંત રહે છે, અને ગુસ્સો પણ ખૂબ ઓછો આવે છે. તે એટલા માટે કારણ કે તરબૂચ ની તાસીર ઠંડી હોય છે.

6 માથાના દુખાવાનો ઈલાજ

તરબૂચ નો લેપ જો તમે માથા ઉપર લગાવો છો તો તમારા માથાનો દુખાવો દૂર કરવા માટે ખૂબ જ લાભકારી હોય છે તે સિવાય તમે તેના દિવસમાં મિસરી ઉમેરીને તેનું સેવન કરી શકો છો તે તમને જરૂરથી ફાયદો આપશે.

7 ચહેરાને નિખારવા માટે મદદરૂપ

તરબૂચનું સેવન કરવાથી ચહેરો ખૂબ જ સુંદર થઈ જાય છે તે સિવાય તેના બીજ પણ ખુબ જ ઉપયોગી છે તેના બીજને પીસીને જો ચહેરા ઉપર લગાવવામાં આવે તો તમારો ચહેરો વધુ નિખારવાન થઈ જાય છે, અને બ્લેકહેડ્સ પણ દૂર થાય છે.

8 સુકી ખાસી રોકવામાં મદદરૂપ

જો તમને સુકી ખાંસી થઈ ગઈ છે તો તમારે તરબૂચનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે સૂકી ખાંસીને રોકવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

9 વજન ઓછું કરે

જો તમને વધુ વજનની સમસ્યાથી પરેશાન કરે છે તો તેની માટે તમારે નિયમિત રૂપે તરબૂચનું સેવન કરવું જોઈએ. કારણ કે તેનાથી પેટ ખૂબ જ જલ્દી ભરાઈ જાય છે અને શરીરમાં ચરબીની માત્રા પણ નિયંત્રણમાં રહે છે. તેની સાથે સાથે જ તમારા શરીરને પોષણ આપવાનું કામ પણ કરે છે.

10 બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદરૂપ

જે છોકરીઓને બ્લેકહેડ્સ ની સમસ્યા રહે છે તેમને એક તરબૂચ નો ટુકડો લઈને તમારા ચહેરા ઉપર થોડા સમય સુધી ઘસવું જોઈએ, ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ચહેરો ધુવો. આ ઉપાય બ્લેકહેડ્સ દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

Image Source

વધુ તરબૂચ ખાવાથી થતા નુકસાન

તરબૂચમાં મીઠાશ વધુ હોવાના કારણે તેને રાત્રે ખાવું જોઈએ નહીં કારણ કે તેનાથી મેદસ્વિતા વધી શકે છે.

તેનું વધુ પડતું સેવન કરવાથી નસ, સ્નાયુ અને કિડનીમાં તકલીફ ઉભી થઇ શકે છે.

જે ગર્ભવતી મહિલા હોય છે તેમને તરબૂચનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે તેનાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે, જેનાથી ગર્ભવતી મહિલાઓને ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે.

તરબૂચમાં વધુ માત્રામાં પોટૅશિયમ જોવા મળે છે જેના કારણે હૃદયની ઘણી બધી બીમારીનું જોખમ બની રહે છે. તેથી તેનું સેવન ઉચિત માત્રામાં જ કરવું જોઈએ.

તેમાં ઉપસ્થિત લાઇકોપિન નામનું તત્વ તો સોજો, ઝાડાઊલટી, અપચો જેવી સમસ્યાને જન્મ આપી શકે છે.

જે દમના દર્દી હોય છે તેમને તરબૂચનો રસ પીવો જોઇએ નહીં કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

Image Source

તરબૂચની વિવિધ જાત

  • સુગર બેબી
  • પુસા બેદાના
  • અરકા માણિક
  • દુર્ગાપુરા કેસર
  • અર્ક જ્યોતિ
  • આશાયી યામાતો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *